ETV Bharat / city

Drug addiction in Gujarat: શાળા,કોલેજમાં ભણતી યુવતીઓ જ્યારે ડ્રગ્સની બંધાણી બને છે ત્યારે જાણો શું હાલત થાય છે - ડ્રગ્સ બંધાણી

ડ્રગ્સનું દૂષણ દિવસેને દિવસે વધી રહ્યું છે. તેમાં પણ તેનો સૌથી વધુ શિકાર સ્કૂલ કોલેજમાં ભણતા યુવક યુવતીઓ(school and collage girls) થઈ રહ્યા છે.જે યુવતીઓ ડ્રગ્સના દૂષણમાં(drug addicted) ફસાય છે તેમની સાથે શારીરિક શોષણ સહિતના બનાવો બન્યા છે.આ સિવાયના અન્ય કેટલાક કિસ્સાઓ પણ બન્યા છે કે ડ્રગ્સની લતના કારણે તેમનું જીવન બરબાદ થઈ જાય છે.

drug addicted
drug addicted
author img

By

Published : Dec 1, 2021, 5:51 PM IST

Updated : Dec 1, 2021, 6:37 PM IST

  • આંખ ઉઘાડે તેવા કિસ્સા આવ્યા સામે
  • ડ્રગ્સ ખરીદવા રૂપિયા ન હોવાથી બોયફ્રેન્ડ બદલતી હતી યુવતી
  • કોલેજ અને સ્કૂલની વિદ્યાર્થીનીઓ પણ બની રહી છે શિકાર

ગાંધીનગર:એક બાજુ ગૃહ વિભાગ દ્વારા ડ્રગ્સની હેરાફેરી તેમજ બોર્ડરથી ઘુસાડવામાં આવતા ડ્રગ્સને પકડવાની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે બીજી બાજુ યુવાધન ડ્રગ્સનું બંધાણી બની રહ્યું છે.નવા સિન્થેટિક ડ્રગ્સના કારણે લોકો જલ્દી જ તેના બંધાણી(drug addicted) બની જાય છે. તેમાં પણ મહિલાઓમાં(school and collage girls) એમડી ડ્રગ્સ લેવાના કિસ્સાઓ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.ધીમે ધીમે મહિલાઓને નશાની આદત પડી જાય છે અને તેમનો ડોઝ પણ વધી જાય છે અને મહિલાઓને ડ્રગ્સ રોજ લેવાની આદત પડી જાય છે. જેના કારણે શારીરિક શોષણ, કે બીજા પાસેથી બ્લેકમેલ કરી પૈસા પડાવવા, એક પછી એક બોયફ્રેન્ડ બદલવા આ પ્રકારના આંખ ઉઘાડે તેવા અને બીજા માટે સબક સમાન કેટલાક રિયલ કિસ્સાઓ ડ્રગ્સ એડીક્ટેડ યુવતીઓના સામે આવ્યા છે.

drug-addicted
નવી થ્રીલ મેળવવાના હેતુથી યંગ જનરેશન ડ્રગ્સના દૂષણમાં ફસાઈ જાય છે ડ્રગ્સની આદત થતાં આ વ્યસન માટે કોઈ પણ હદ સુધી યુવક-યુવતીઓ જાય છે. જેમાં ઘણા કિસ્સાઓમાં યુવતીઓનું શોષણ પણ થઈ રહ્યું છે. શરૂઆતમાં નવી થ્રીલ મેળવવાના હેતુથી તેઓ ડ્રગ્સના દૂષણમાં ફસાઈ જાય છે. એમડી, હેરોઇન જેવા વિવિધ પ્રકારના સિન્થેટિક ડ્રગ્સના તેઓ જલ્દી વ્યસની બની જતા હોય છે. તેમાં પણ ખાસ કરીને કોલેજમાં અને હાયર સેકન્ડરીમાં જે યુવતીઓ ભણે છે અને તેઓ ડ્રગ્સના વ્યસનમાં ફસાય છે ત્યારે કેટલાક કિસ્સાઓમાં તેમનું શારીરિક શોષણ પણ થાય છે. એકવાર તેઓ આ દૂષણ ફસાય છે ત્યારે તેમના માટે તેમાંથી બહાર નીકળવું ઘણું મુશ્કેલ થઈ રહ્યું છે.
drug-addicted
drug-addicted
ડ્રગ્સ માટે પૈસાની જરૂર પડે છે અને તેઓ કોઈપણ પ્રકારે પૈસા મેળવવાનો પ્રયત્ન કરે છે ડ્રગ્સ માટે પૈસાની જરૂર પડે છે અને તેઓ કોઈપણ પ્રકારે પૈસા મેળવવાનો પ્રયત્ન કરે છે. જેમાં શારીરિક શોષણ ઉપરાંત ચોરી અને ફ્રોડના બનાવો પણ કેટલીકવાર બનતા હોય છે. અમારી પાસે આવે છે એ કિસ્સાઓ કરતા અમારી પાસે નથી આવતા એ કિસ્સાઓમાં પણ વધુ છે. જેમાં સાયકોલોજીકલ તકલીફ હોવાના કિસ્સાઓમાં તેઓ અમારી પાસે આવે છે ત્યારે આ પ્રકારની હકીકતો પણ સામે આવતી હોય છે.ડ્રગ્સ માટે રૂપિયા મેળવવા બોયફ્રેન્ડ બદલતી હતી યુવતીકોલેજના પ્રથમ વર્ષમાં ભણતી 19 વર્ષની અધુના (નામ બદલવામાં આવ્યું છે.) કે જેને ડ્રગ્સની આદત થઈ ગઇ હતી જેના કારણે પૈસા પોતાની પાસે ખૂટી જતા નવા નવા બોયફ્રેન્ડ બનાવવાનું શરૂ કર્યું. બોયફ્રેન્ડ પાસેથી તે ડ્રગ્સ માટે પૈસા લેતી હતી અને ડ્રગ્સનું સેવન કરતી હતી પરંતુ ડ્રગ્સની આદત વધી જતા એક કરતા વધુ વખત દિવસમાં ડ્રગ્સ લેવાના કારણે વધુ પૈસાની જરૂર પડતાં તે એક પછી એક એમ બીજા બોયફ્રેન્ડ પણ બનાવવા લાગી. જેથી એક બોયફ્રેન્ડ પૈસા આપે તો બીજા બોયફ્રેન્ડ પાસેથી પૈસા લેતી હતી. કોઈ પૈસા ન આપે તો તેને છોડી દેતી હતી. આમ તે વધુ ને વધુ ડ્રગ્સનો શિકાર બનતી ગઈ. જેના કારણે ક્યારેક શારીરિક શોષણ પણ તેનું અવાર નવાર થતું હતું. તેના પર અન્ય કારણોસર સાઇકોલૉજિકલ અસર પડતાં. સાઈકોલોજિસ્ટની મદદ લેવી પડી હતી ત્યારે આ પ્રકારની વાત સામે આવી હતી.બોયફ્રેન્ડને બ્લેકમેઈલ કરી રૂપિયા મેળવતી હતી યુવતીધોરણ 11માં ભણતી 17 વર્ષની યુવતી સારિકા (નામ બદલ્યું છે.) જે ડ્રગ્સની વ્યસનથી થતા તેના બોયફ્રેન્ડને બ્લેકમેઇલ કરતી હતી અને તું પૈસા નહીં આપે તો હું આત્મહત્યા કરી લઈશ. જેથી તેનો બોયફ્રેન્ડ પણ આ ડરના કારણે તેને વારંવાર પૈસા આપતો હતો જો કે તે પૈસા ન આપે તો ફરીથી આત્મહત્યા કરવાની ધમકી આપતી હતી જેથી બોયફ્રેન્ડને લાગતું હતું કે તેનું નામ પણ તેમાં આવી શકે છે જેથી આ યુવતી તેને બ્લેકમેઇલ કરતી રહેતી હતી અને વારંવાર તેની પાસેથી ડ્રગ્સ લેવા માટે પૈસા પડાવતી હતી. ડ્રગ્સ લીધા વિના તેને ચાલતું ન હતું. આખરે આ ડ્રગ્સની આદતના કારણે યુવતીને માનસિક રીતે પણ અસર થતી હતી અને તેને છેવટે સાઈકોલોજીસ્ટની મદદ લેવી પડી હતી.

આ પણ વાંચો:

વાલીઓ ચેતી જજો, American drugs નો ઉપયોગ વધુ પ્રમાણમાં વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે, પૂછપરછમાં મળી માહિતી

છેલ્લા છ મહિનામાં 100થી વધુ યુવાઓએ ડ્રગ્સની લત છોડવા સુરતના વ્યસન મુક્તિ કેન્દ્રની મુલાકાત લીધી

Last Updated : Dec 1, 2021, 6:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.