ETV Bharat / city

Western Railway Fine 2021: વેસ્ટર્ન રેલવે દ્વારા છેલ્લા 8 મહિનામાં મુસાફરો પાસેથી વસૂલવામાં આવ્યો કરોડો રૂપિયાનો દંડ - રેલવેમાં રિઝર્વ ટિકિટનું ટ્રાન્સફર

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરો પાસેથી છેલ્લા 8 મહિનામાં 68 કરોડથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો (Western Railway Fine 2021) છે. ટિકિટ વગરના મુસાફરો પાસેથી 68 કરોડ (Traveling Without Ticket In Train) અને માસ્ક વિનાના કેસમાં 41.09 લાખ રૂપિયા દંડ (traveling Without Mask In Train) વસૂલવામાં આવ્યો છે.

Western Railway Fine 2021: વેસ્ટર્ન રેલવે દ્વારા છેલ્લા 8 મહિનામાં મુસાફરો પાસેથી વસૂલવામાં આવ્યો કરોડો રૂપિયાનો દંડ
Western Railway Fine 2021: વેસ્ટર્ન રેલવે દ્વારા છેલ્લા 8 મહિનામાં મુસાફરો પાસેથી વસૂલવામાં આવ્યો કરોડો રૂપિયાનો દંડ
author img

By

Published : Jan 10, 2022, 10:26 PM IST

અમદાવાદ: પશ્ચિમ રેલવે નિયમિત ટિકિટ ચેકિંગ ડ્રાઇવ (Western Railway Ticket checking drive) ચલાવી રહી છે. આ સઘન ડ્રાઇવ સાથે વેસ્ટર્ન રેલવેએ એપ્રિલ, 2021થી ડિસેમ્બર, 2021 (Western Railway Fine 2021)ના ​​સમયગાળા દરમિયાન ટિકિટ વગરના મુસાફરો પાસેથી 68 કરોડ (Traveling Without Ticket In Train), જ્યારે માસ્ક વિનાના કેસમાં 41.09 લાખ રૂપિયા (traveling Without Mask In Train) દંડ તરીકે વસૂલ્યા છે.

ટિકિટ વગરની મુસાફરીના 11.76 લાખ કેસ

એપ્રિલ 2021થી ડિસેમ્બર 2021 દરમિયાન હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન ટિકિટ વિનાના મુસાફરીના લગભગ 11.76 લાખ કેસો નોંધાયા છે, જેમાં 68 કરોડનો દંડ વસુલાયો છે. આ સમયગાળા દરમિયાન રિઝર્વ ટિકિટોના ટ્રાન્સફરના 8 કેસ (transfer of reserve ticket in railways) મળી આવ્યા હતા અને રૂપિયા 12,085ની વસૂલાત કરવામાં આવી હતી. આ ઉપરાંત 413 ભિક્ષુકો અને 534 અનધિકૃત ફેરિયાઓ (Unauthorized hawkers in Indian railway)ની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી 175 વ્યક્તિઓ પસેથી 60,515 રૂપિયા લેણા તરીકે વસૂલ કરવામાં આવ્યા હતા. 359 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને રૂપિયા 1,33,670 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Indian Railway News: રેલવે યાત્રીઓને રાહત, 1 જાન્યુઆરીથી 20 ટ્રેનોમાં કરી શકશે જનરલ ટિકિટ પર યાત્રા

રેલવે પરિસરમાં માસ્ક વગરના મુસાફરો સામે કાર્યવાહી

ટિકિટ ચેકિંગ સ્ટાફને માસ્ક વિનાના મુસાફરો પાસેથી દંડ વસૂલવાની સત્તા આપવામાં આવી છે. પરિણામે, ઉપરોક્ત સમયગાળામાં માસ્ક વિના મુસાફરી કરવાના 10 હજારથી વધુ કેસો મળી આવ્યા હતા, જેમાં 19.75 લાખની વસૂલાત કરવામાં આવી હતી. તેવી જ રીતે, RPF અને BMC દ્વારા વેસ્ટર્ન રેલવેના મુંબઈ ઉપનગરીયમાં રૂપિયા 21.34 લાખની વસૂલાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Indian Railway : રેલ્વેએ 47 આદર્શ સ્ટેશન બનાવ્યા, 295 સ્ટેશનો પર વાઈફાઈ સુવિધા

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.