- શહેરમાં શરૂ થશે વૉટર ATM
- 16 જગ્યા એ શરૂ કરવા તંત્રનું પ્લાનિંગ
- PPP ધોરણે શરૂ થશે વૉટર ATM
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરના 16 જગ્યાએ વોટર ATM શરૂ કરવા માટેનો પ્લાનિંગ કરવામાં આવ્યો છે. તો શહેરના વોટર ATMમાં પાણી ભરવા માટે કન્ટેનર જે તે વ્યક્તિ સાથે લાવવાનું રહેશે. પાણી માટે અમુક રકમ ચોક્કસ નક્કી કરવામાં આવે છે, જે મુજબની રકમ ATM નાખવાથી પાણી જનતા ને મળી રહેશે.
16 જાહેર સ્થળોએ મુકાશે વોટર ATM
અમદાવાદ શહેરના 16 જેટલા જાહેર સ્થળો પર વોટર ATMનો પાયલટ પ્રોજેક્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કર્યો છે અને શહેરના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત હવે વોટર ATM મુકવામાં આવશે. જોકે હાલ હજુ વોટર ATM શરૂ નથી થયા. પરંતુ આગામી એક મહિનાની અંદર શહેરમાં વોટર ATM ચાલુ થઇ જશે અને માત્ર સામાન્ય રકમની ચુકવણી સાથે પીવાનું શુદ્ધ પાણી જનતાને મળી રહેશે.
આ પણ વાંચો : ગુજરાત સરકારના વિશ્વાસ પ્રોજેક્ટને 'સેફ સિટી કેટેગરીમાં' સ્માર્ટ સિટી ઈંડિયા-2021 એવોર્ડ મળ્યો
શહેરીજનોને શુદ્ધ પાણી મળી રહે તેની કરવામાં આવી વ્યવસ્થા
રાહદારી લોકોને ઉપયોગમાં આવી શકે તેવો પ્રોજેક્ટ અમદાવાદ મહાનગરપાલિકાએ શરૂ કર્યો છે.ઉનાળમાં સૌ કોઈ પાણી પીવા પર વધુ ભાર મૂકતા હોય છે, ત્યારે રાહદારીઓને ઓછી કિંમતમાં શુદ્ધ પાણી મળી રહે તે માટે કોર્પોરેશને વ્યવસ્થા ઊભી કરી છે. શહેરમાં હાલ પ્રોજેક્ટ તરીકે ગાર્ડન અને જાહેર રસ્તાઓ પર વોટર ATM પીપીપી મોડલ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે સામાન્ય જનતા માટે હજુ આ પ્રોજેક્ટ ખુલ્લો મુકવામાં આવ્યો નથી.
આ પણ વાંચો : હું ગોમતીપુર વૉર્ડ બોલું છું આ છે મારી વાત
સસ્તા ભાવે રાહદારીઓને મળશે પાણી
સ્માર્ટ સિટીના ડેપ્યુટી જનરલ મેનેજર સાથે ETV Bharatની થયેલી વાતચીત મુજબ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વોટર ATM બનાવવાની યોજના શરૂ કરવામાં આવી છે, પ્રથમ તબક્કામાં શહેરમાં 16 સ્થળો પર વોટર ATM મુકાશે. 200 ml એક લીટર 5 લીટર અને 20 લીટરની મર્યાદામાં પાણી મળશે. અને તેનો ચાર્જ માત્ર બે રૂપિયા પાંચ રૂપિયા પંદર રૂપિયા અને 25 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે ATMમાંથી શુદ્ધ પાણી પેકેજ વોટર કરતાં સસ્તા ભાવે મળશે. ગણતરીના દિવસોમાં શહેરીજનો તમામ વોટર ATMનો લાભ લઈ શકશે.