આ બાબતે રાજયના મુખ્ય ચુંટણી અધિકારી ડૉ. એસ. મુરલીકિષ્ણાએ જણાવ્યું હતું કે, અત્યાર સુઘી મતદાર યાદીમાં નામ, સરનામા અને અન્ય સુઘારા કરવા માટે કેમ્પોનું આયોજન કરવામાં આવતું હતું. તેમજ બી.એલ.ઓ કે મામલતદાર કચેરી ખાતે વિવિઘ ફોર્મ ભરીને આ સુધારા કરવામાં આવતાં હતા. જેના પરિણામે મતદાર કાર્ડમાં કોઇ પણ કારણોસર અનેક મતદાર કાર્ડમાં નાની મોટી ક્ષતિ રહી જતી હતી.
હવે, ડિજીટલ યુગમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ તથા NVSP પોર્ટલ દ્વારા આ ચકાસણી કરવાની સવલતોનો આજથી શુભારંભ કરવામાં આવનાર છે. આ એપ થકી કોઇ પણ મતદાર પોતાના ઘરે બેઠા પોતાની અને પોતા પરિવારના તમામ મતદારોની વિવિઘ વિગતોની ચકાસણી કરી શકશે. તેમાં સુધારો કરવા અને તમામ વિગતો બરાબર હોય તો તેને પ્રમાણિત કરી શકે છે.
ગુજરાત રાજય ચુંટણી પંચે આ એપ અંગેની જાણકારી વધુમાં વધુ લોકો સુઘી પહોંચે તે માટે સર્વે નાગરિકો અને ત્યાં ઉપસ્થિત સર્વ લોકોને પોતાના વોટૂસઅપ અને અન્ય સોશ્યિલ મીડિયાના માઘ્યમ થકી વઘુને વઘુ લોકોને મોકલવાની અપીલ કરી હતી. જે લોકો સ્માર્ટ ફોનનો ઉપયોગ નથી કરતાં, તેવા મતદારો નજીકના ઇ-ગ્રામ સર્વિસ સેન્ટર કે સી.એસ.સી ખાતે જઇને ઓનલાઇન મતદાર કાર્ડની ચકાસણી કરી શકશે. મતદાર નોંઘણી અધિકારીઓની કચેરી ખાતે પણ મતદાર સુવિઘા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.