અમદાવાદ: અમદાવાદમાં વિશ્વકર્મા સમાજ (vishwakarma community gujarat)ના યુવા સંગઠન દ્વારા સમાજમાં જુદા-જુદા ક્ષેત્રમાં આગળ વધેલી પ્રતિભાઓને એવોર્ડ આપીને સન્માન કરવાનો કાર્યક્રમ પંડિત દિન દયાલ ઉપાધ્યાય હોલ (pandit dindayal upadhyay auditorium ahmedabad) ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ (Vishwakarma Award 2021)માં રાજ્યના પ્રધાન જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.
64 જેટલા વ્યક્તિઓનું સન્માન
એવોર્ડ સમારંભનું આયોજન કરનારી સંસ્થાના પ્રમુખ વિશાલ પંચાલે Etv ભારતને જણાવ્યું હતું કે, સમાજના યુવાઓને પ્રેરણા મળે, તેઓ વિવિધ ક્ષેત્રે આગળ વધે તે માટે 20 જેટલી કેટેગરીમાં આ એવોર્ડ આપવામાં આવ્યા છે. આ કેટેગરીમાં અભ્યાસ, રાજનીતિ, મીડિયા, રમત-ગમત વગેરે જેવી કેટેગરીનો સમાવેશ થાય છે. કુલ 64 જેટલી વ્યક્તિઓને આ એવોર્ડ આપવામાં આવ્યા છે.
સમયની સાથે બદલાવ જરૂરી
ફાઉન્ડ્રી ઉદ્યોગના પ્રેસિડેન્ટ સુબોધ પંચાલ જણાવ્યું હતું કે, રોજગરીમાં યુવાનો જૂની પદ્ધતિઓને બાજુમાં મૂકી નવી ટેકનોલોજી આપનાવે, સારૂં શિક્ષણ મેળવે તેના થકી જ સમાજ, રાજ્ય અને દેશનો વિકાસ થશે.
60 કરોડના ખર્ચે બનશે વિશ્વકર્મા ધામ
આ એવોર્ડ સમારંભમાં વિશ્વકર્મા પંચાલ યુવા સંગઠન (vishwakarma panchal yuva sangathan)ના અધ્યક્ષ વિશાલ પંચાલે જણાવ્યું હતું કે, આગામી સમયમાં 60 કરોડના ખર્ચે વિશ્વકર્મા ધામ (vishwakarma dham)નું નિર્માણ થશે, જેમાં વિશ્વકર્માનું ભગવાનનું મંદિર, ભણતા વિધાર્થીઓ માટે હોસ્ટેલ, ગવર્મેન્ટ પરીક્ષાની કોચિંગ (government exam couching at vishwakarma dham)ની વ્યવસ્થા જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો: Gujarat Nadi Mahotsav: 26થી 30 ડીસેમ્બર ગુજરાતમાં ઉજવાશે નદી મહોત્સવ
આ પણ વાંચો: Online Education In School : જો શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ બંધ કરાશે, તો થશે ફરિયાદ