- કોરોનાના કાળમાં પણ ભાજપના નેતાઓના કાર્યક્રમો
- ભાજપ નેતા કરી રહ્યા છે કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંઘન
- અમદાવાદ શહેરના પ્રથમ નાગરિકે ઉડાવ્યાં નિયમોના ધજાગરા
અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ મેળાવડા કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પરંતુ, બીજેપીના નેતાઓ દ્વારા જ તેનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. નિયમો માત્ર સામાન્ય માણસો માટે જ રહી ગયા હોવાનું દેખાઇ રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા લગ્નમાં 50 અને મરણમાં પણ 50 લોકો સુધીની જ છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે, અમદાવાદના મેયર દ્વારા 130 સફાઈ કર્મચારીઓના સન્માનનો પ્રોગ્રામ કરીને કોરોનાની ગાઇડલાઇનના જાહેરમાં લીરેલીરા ઉડાડ્યા હતા.
આ પણ વાંચો: મહેસાણામાં શુભેચ્છા મુલાકાત કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા
દોષનો ટોપલો સામાન્ય નાગરિકો પર
આ ઘટનાને જોતા લાગે છે કે, ભાજપના નેતાઓ નિયમોના બેફામ ધજાગરા ઉડાડવામાં માની રહ્યા હોઈ તેવું લાગી રહ્યું છે. જેનો સીધો દોષનો ટોપલો સામાન્ય નાગરિકોને પડી રહ્યો છે. સિવિલ હોસ્પિટલ સહિત અમદાવાદ અને અન્ય શહેરોની તમામ હોસ્પિટલમાં બેડની સંખ્યા હાઉસફૂલ થઈ ગઈ છે.
વાઇરસના તાંડવમાં પણ ન સુધર્યા નેતાઓ
દેશ અને રાજ્યમાં કોરોનાની મહામારી સામે લોકો ઝઝૂમી રહ્યા છે. આમ, દેશમાં દિનપ્રતિદિન પરિવારમાં ક્યાંકને ક્યાંક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. 108 એમ્બ્યુલન્સની લાંબી કતારો જોવા મળી રહી છે. ત્યારે, ભાજપના નેતાઓ પોતાના મહોત્સવમાં મશગલૂ થઈ રહ્યા છે. ઇન્જેક્શન માટે લોકો હેરાન પરેશાન છે.
આ પણ વાંચો: પાટણ ભાજપના સન્માન સમારોહમાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
બાબાસાહેબ ડૉ. આંબેડકરની 130મીં જન્મજયંતી નિમિત્તે બુધવારે ભારતીય જનતા પાર્ટી ખાડિયા વોર્ડ દ્વારા 130 સફાઈ કામદારોનું સન્માન શહેરના મેયર કિરીટ પરમાર અને અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમારની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ આ કાર્યક્રમમાં ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા.