ETV Bharat / city

ગુજરાત યુનિવર્સિટીમાં વિક્રમ સારાભાઈ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટર શરૂ કરાશે - Vikram Sarabhai Children Innovation Center will started

ગુજરાત યુનીવર્સીટીમાં (Gujarat University) GUSEC દ્વારા સ્કૂલમાં ભણતા બાળકોના સ્ટાર્ટઅપ અને ઇનોવેશન માટે એક સેન્ટર (Vikram Sarabhai Children Innovation Center will start) શરૂ કરવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટીમાં વિક્રમ સારાભાઈ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટર શરૂ કરાશે

author img

By

Published : Feb 2, 2022, 10:31 AM IST

અમદાવાદ: નાના બાળકોના વિચારને વેગ મળે તે માટે ગુજરાત યુનીવર્સિટી ના (Gujarat University) GUSEC દ્વારા એક સેન્ટર ઉભું કરવામાં આવશે. GUSEC અને યુનિસેફ દ્વારા સંયુક્ત રીતે સેન્ટર ચલાવવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટીમાં વિક્રમ સારાભાઈ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટર શરૂ કરાશે

ગુજરાત યુનીવર્સીટીમાં વિક્રમ સારાભાઈ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટર શરુ કરાશે

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં જ વિક્રમ સારાભાઈ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટર શરૂ (Vikram Sarabhai Children Innovation Center will start) કરવામાં આવશે. આ સેન્ટર સ્કૂલમાં ભણતા બાળકો માટે હશે. સ્કૂલમાં ભણતા બાળકો પોતાના વિચારો અહિયાં અરજી સ્વરૂપે રજુ કરી શકશે જે બાદ અરજીને GUSEC દ્વારા અભ્યાસ કરવામાં આવશે. બાળકોની યોગ્ય અરજીની પસંદગી કરીને તેના વિચારો વિસ્તૃતમાં જાણવામાં આવશે અને બાદમાં બાળકોને જરૂરી તમામ વસ્તુઓ પૂરી કરીને સ્ટાર્ટઅપમાં મદદ કરવામાં આવશે.

આ પણ વાંચો: યુનિવર્સિટીમાં પ્રોફેસરો અને કર્મચારીઓ દ્વારા પ્રાકૃતિક ખેતી કરવામાં આવશે

વિદ્યાર્થીઓને ઇનોવેશન સેન્ટરની મુલાકાત કરાવવામાં આવશે

બાળકોને આ અંગે વધુ જાણકારી મળે તે માટે GUSEC દ્વારા જ અમદાવાદથી શરુ કરીને રાજ્યની તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ઇનોવેશન સેન્ટરની મુલાકાત કરાવવામાં આવશે. અહીં બાળકોને નાની તમામ વસ્તુઓની જાણકારી આપવામાં આવશે અને બાળકોના પ્રશ્નોના જવાબ મળી શકે તે માટે પણ કોઈ નિષ્ણાત વ્યક્તિ હાજર રહેશે. બાળકોને સ્કુલે લાવવાથી સ્કુલે પરત મુકવા સુધીનો ખર્ચ પણ GUSEC દ્વારા ઉઠાવવામાં આવશે અને એક હેલ્પલાઇન નંબર પણ ઉપલબ્ધ કરવામાં આવશે.

બાળકોને કોર્સ વિના મુલ્યે ભણાવવામાં આવશે

સ્કૂલમાં ભણતા તમામ બાળકો માટે ઓનલાઈન ઇનોવેશનને લઈને કોર્ષ પણ વિના મુલ્યે ભણાવવામાં આવશે. આ કોર્ષ સંપૂર્ણ ઓનલાઈન જ રહેશે. આ કોર્ષમાં 15 મિનિટ જ ભણાવવામાં આવશે જે બાદ 5 મિનિટની MCQ ટેસ્ટ લેવામાં આવશે, જેથી બાળકો કેટલું શીખી શક્યા તે જાણી શકાશે. પરીક્ષા પરથી હોશિયાર બાળકોની ઓળખ થઇ શકશે અને બાળકોને રૂબરૂ સેન્ટર પર બોલાવીને વધુ શીખવી શકાશે.

આ પણ વાંચો: ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા વિરાસત યાત્રા યોજાશે

ફેબ્રુઆરીના અંત સુધીમાં વિક્રમ સારાભાઈ ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરાશે

GUSECના ગ્રુપ CEO રાહુલ બાગચંદાનીએ જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં વિક્રમ સારાભાઈ ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સેન્ટર કોરોનાને કારણે 2-3 મહિના ડીજીટલ માધ્યમથી ચલાવવામાં આવશે જે બાદ ફિઝિકલી શરૂ કરવામાં આવશે. રોજ 100 થી વધુ બાળકો મુલાકાત લઇ શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે. બાળકોના સારા ઇનોવેશન હશે તો તેની પર ફંડિંગ.મટીરીયલ, પેટન્ટ સહિતની તમામ મદદ કરવામાં આવશે. બાળકોને ઇનોવેશન અંગે ભણાવવામાં આવશે જેથી બાળકોના વિચારમાં પણ વિકાસ થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.