અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું 'મહા' વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું હતું અને હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું કે, 7 નવેમ્બર સુઘી વાવાઝોડું સામાન્ય ચક્રવાતમાં પરિવર્તિત થઈને ડીપ ડિપ્રેશન તરીકે તબદીલ થશે. પરંતુ, વાવાઝોડાના પગલે અનેક વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે. જેને લઇને અમદાવાદમાં પવન ફુંકાયા પછીના નુકસાનીને પહોંચી વળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સજ્જ બન્યું છે.
મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાના જણાવ્યાં અનુસાર, બુધવાર રાત્રીથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખડે પગે રહેશે અને પવન ફુંકાવાની ઘટનામાં કોઈ પણ ઝાડ ધરાશાયી થશે તો તેનો નિકાલ 24 કલાકમાં કરવામાં આવશે. આ ઉપરાંત કોઈ બેનર કે હોર્ડિંગ પડવાની માહિતી મળશે તો તેને તાત્કાલીક ખસેડી લેવામાં આવશે. જેથી રાહદારીઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.