ETV Bharat / city

Vibrant Summit 2022: બે દિવસીય કોન્ફરન્સની મુખ્યપ્રધાને શરૂઆત કરાવી - International Conference of Academic Institutions

અમદાવાદ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 (Vibrant Summit 2022)ના ભાગરૂપે અમદાવાદમાં ઇન્ટરનેશનલ કોંફરન્સ ઓફ એકેડેમિક ઇન્સ્ટિટ્યુશનનું આયોજન

Vibrant Summit 2022: બે દિવસીય કોન્ફરન્સની મુખ્યપ્રધાને શરૂઆત કરાવી

author img

By

Published : Jan 5, 2022, 9:04 PM IST

અમદાવાદ: સાયન્સ સીટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત એજ્યુકેશન સમિટ-2022 (Vibrant Summit 2022)ના ભાગરૂપે આયોજિત બે દિવસીય ‘ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઈન્સ્ટિટ્યૂશન’ (International Conference of Academic Institutions)અંતર્ગત યોજાયેલા રાજ્યની ઉચ્ચ શિક્ષણની અગ્રણી સંસ્થાઓ તેમજ યુનિવર્સિટીના એક્ઝિબિશનને મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકાયું. એક્ઝિબિશનમાં ગુજરાત યુનિવર્સિટી, બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી (Baba saheb ambedkar university), હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી, ચરોતર યુનિવર્સિટી, એમ.એસ યુનિવર્સિટી, નિરમા યુનિવર્સિટી સહિત 54 જેટલી યુનિવર્સિટી-સંસ્થાઓના સ્ટોલ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

Vibrant Summit 2022: બે દિવસીય કોન્ફરન્સની મુખ્યપ્રધાને શરૂઆત કરાવી

નેશનલ એજ્યુકેશન પોલિસી

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલએ આ પ્રસંગે જણાવ્યું કે, પીએમએ ભારતને જ્ઞાન ક્ષેત્રે વિશ્વ ગુરુ બનાવવાની પહેલ કરી છે. નવી નેશનલ એજ્યુકેશન પોલિસી બનાવાઈ છે, જે નવા ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ બનશે. આત્મનિર્ભર ભારતનો ધ્યેય પૂર્ણ કરવા NEPની મદદથી ગુજરાત ગ્લોબલ હબ (Gujarat Global Hub)બનશે. વિશ્વના અગ્રણી સંસ્થાના અગ્રણીઓ એક મંચ પર ભેગા થયા. બ્રિટિશ કાઉન્સિલ, વર્લ્ડ બેન્ક, યુનિસેફ આમાં પાર્ટનર છે. આગામી સપ્તાહમાં 10થી 12 જાન્યુઆરીએ વાયબ્રન્ટ ગુજરાત થશે. આ કોંફરન્સ એજ્યુકેશન માટે વાયબ્રન્ટ સમીટ જ છે. 2026 સુધીમાં સરેરાશ 30 વર્ષની આયુ સાથે ભારત યુવા દેશ બનશે. ગયા વર્ષે 32 હજાર કરોડનું સૌથી વધુ બજેટ શિક્ષણમાં અપાયું. રાજ્યમાં 91 યુનિવર્સિટી અને 2860 સંસ્થાઓ આધુનિક જ્ઞાન ઘરઆંગણે પીરસી રહી છે. 2015થી યુવાઓને મુખ્યમંત્રી યુવાસ્વાવલંબન યોજનાની મદદ કરી રહી છે. કપરાકાળમાં ઝડપથી ઓનલાઇન પદ્ધતિઓ આપણે અપનાવી શક્યા.

2560 જેટલા સ્ટ્રેટેજીક MOU

આ પ્રસંગે શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું કે, બે દિવસીય કોન્ફરન્સની મુખ્યપ્રધાને શરૂઆત કરાવી છે. ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા નોર્વે કેનેડા જેવા દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા છે. 2560 જેટલા સ્ટ્રેટેજીક MOU શિક્ષણ વિભાગના થયા છે. કર્મ મહત્વના કહી શકાય તેવા 32 MOU અહીં થયા છે. દેશમાં પ્રથમવાર સેન્ટર ઓફ એક્સેલન્સમાં 7 યુનિવર્સિટીઓની જાહેરાત કરી છે. એક્સિબીશન હોલમાં 54 જેટલા સ્ટોલ છે. Nepના રોડ મેપ જાહેર કર્યા.

શૈક્ષણિક કામગીરી-પ્રવૃત્તિઓ

મહત્વનું છે કે ઉચ્ચ શિક્ષણના પ્રકાશનો પ્રકાશિત કરતી સંસ્થા ગુજરાત યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ તેમજ એન.સી.આર.ટી ઉપરાંત ગુજરાત મેરિટાઇમ યુનિવર્સિટી, સ્પેસ એપ્લિકેશન સેન્ટર-ઇસરો, આઇ-હબના પણ સ્ટોલ અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ પ્રદર્શનમાં વિવિધ સંસ્થાઓ-યુનિવર્સિટીઓ દ્વારા પ્રદર્શિત કરાયેલી શૈક્ષણિક કામગીરી-પ્રવૃત્તિઓ અને તેમના આગામી આયોજનો મુલાકાતી-વિદ્યાર્થીઓ માટે ઉપયોગી નીવડશે.

આ પણ વાંચો:

Vibrant Gujarat Education Summit 2022: સાયન્સ સિટી ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરી સ્ટુડન્ટ પોલિસી 2.0

Vibrant Summit 2022: કોરોનાના વધતા કેસોમાં પણ વાયબ્રન્ટ યોજીશું, અમારી પાસે આ વ્યવસ્થાઓ...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.