અમદાવાદઃ શહેરના સાયન્સ સિટી ખાતે આજે ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઈન્સ્ટિટ્યૂશનનું આયોજન (Vibrant Gujarat Education Summit 2022) કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીના હસ્તે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસીનું અનાવરણ (CM Bhupendra Patel launches Student Policy 2.0 at Science City) કરવામાં આવ્યું હતું. શિક્ષણ વિભાગે વર્ષ 2017થી પાંચ વર્ષ માટે આ પોલિસી અમલમાં મૂકી હતી. આ પોલિસીનો સમયગાળો 10 જાન્યુઆરી 2022ના રોજ પૂર્ણ થાય છે. જોકે, હવે આ નવી પોલિસી જાન્યુઆરી 2022થી માર્ચ 2027 સુધી અમલમાં મૂકવામાં આવી છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ના (Vibrant Gujarat Global Summit 2022) ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યપ્રધાને લોન્ચ કરેલી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી 2.0ની વિશેષતા
- રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં કાર્યાત્મક ઈનોવેશન અને ઈન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના
- રાજ્યની ઓછામાં ઓછી 1,000 ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ (HEIs) અને 10,000 શાળાઓને આવરી લેતા 50 લાખ વિદ્યાર્થીઓને ઈનોવેશન અને ઉદ્યોગ સાહસિકતા માટે જાગૃત (Promoting startups in Gujarat) કરવા
- વિદ્યાર્થીઓ દ્વારા વિકસિત 10,000 પ્રૂફ-ઓફ-કન્સેપ્ટ્સ (PoCs/પ્રોટોટાઇપ)ને સહાય આપવી
- શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવનારા 1,000 પ્રૂફ-ઓફ-કન્સેપ્ટ્સ (PoCs/પ્રોટોટાઈપ)ને સહાય
- વિદ્યાર્થીઓને 5,000 IP ફાઈલિંગ માટે સહાય
- રાજ્યમાં ઓછામાં ઓછી 500 શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓની આવરી લઈને લાભાર્થીઓ માટે એક મજબૂત પ્રિ-ઈન્ક્યુબેશન સપોર્ટ સિસ્ટમનું નિર્માણ
- 1,500 વિદ્યાર્થી સ્ટાર્ટઅપ્સ અને હાલના સ્ટાર્ટ-અપ્સને અપસ્કેલ કરવા
- i-Hub પર 500 સ્ટાર્ટ-અપ (ભૌતિક અને વર્ચ્યૂઅલ) ઈન્ક્યુબેટ કરવા
- i-Hub ખાતે સ્ટાર્ટ-અપ સૃજન સીડ સપોર્ટ હેઠળ ૫૦૦ સ્ટાર્ટ-અપને સહાય
લક્ષ્ય હાંસલ કરવા માટે શિક્ષણ વિભાગ આ પ્રોત્સાહન આપશે
- રાજ્યની યુનિવર્સિટીઓ ઈન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના કરવા અને ઈનોવેશન પ્રવૃત્તિઓને વેગ (Promoting startups in Gujarat) આપવા આગામી 5 વર્ષમાં મહત્તમ 5 કરોડ રૂપિયા સુધીનો લાભ મેળવી શકે છે.
- રાજ્યની સંસ્થાઓ ઈનોવેશન અને સ્ટાર્ટઅપ પ્રવૃત્તિઓને ટેકો આપવા આગામી 5 વર્ષમાં 2 કરોડ રૂપિયા સુધીનો લાભ મેળવી શકે છે
- ઈનોવેટર્સ અને સ્ટાર્ટઅપ્સ માટે IP ફાઈલિંગ સપોર્ટ. (સ્થાનિક માટે 75,000 રૂપિયા સુધી અને અન્ય દેશોમાં ફાઈલ કરવા માટે 1.5 લાખ રૂપિયા સુધી)
- સ્ટાર્ટઅપ-ઈનોવેશન માટે મહત્તમ 10 લાખ રૂપિયા સુધીના સ્ટાર્ટઅપ્સને સીડ ગ્રાન્ટ ફાળવાશે
- યુનિવર્સિટીઓ, સંસ્થા, ઈન્ક્યુબેટરને જાગૃતિ કાર્યક્રમો, બૂટકેમ્પ, સેમિનાર, કોન્ફરન્સ હોસ્ટ કરવા માટે નાણાકીય સહાય અપાશે
- ઓપન ઈનોવેશન ચેલેન્જ પ્રોગ્રામ દ્વારા ઈનોવેટર્સ, વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ્સને 2.5 લાખ રૂપિયા સુધીની મદદ પહોંચાડાશે
સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી (SSIP)ની સિદ્ધિઓઃ:
- રાજ્યની 186 સંસ્થાઓ-યુનિવર્સિટીઓનો SSIP ગ્રાન્ટ સંસ્થા તરીકે સમાવેશ (Promoting startups in Gujarat) કરવામાં આવ્યો છે.
- અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓ દ્વારા 2,132 સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવ્યા છે.
- વિદ્યાર્થીઓએ અત્યાર સુધી 1,122 જેટલી પેટન્ટ ફાઈલ કરી છે
- વિદ્યાર્થીઓના 6,276 જેટલા પ્રૂફ ઓફ કોન્સેપ્ટ પ્રોજેકટ (PoCs/પ્રોટોટાઈપ)નું નિર્માણ થયું છે
- છેલ્લા 5 વર્ષમાં, 10 લાખથી વધુ વિદ્યાર્થીઓને સમગ્ર રાજ્યમાં ઈનોવેશન પ્રક્રિયા અને સ્ટાર્ટઅપ વિશે મૂળભૂત (Promoting startups in Gujarat) જાગરૂકતા માટેની માહિતી આપવામાં આવ્યા છે
- રાજયભરમાં SSIP અંતર્ગત 5,593 જેટલા અવરનેસ પ્રોગ્રામ (Awareness program for startups) કરવામાં આવ્યા છે
- SSIPએ સમગ્ર દેશમાં એકમાત્ર પોલિસી છે, જેનો ઉદ્દેશ મોટા પાયે વિદ્યાર્થી ઈનોવેટર્સ અને સ્ટાર્ટઅપ્સને પોષણ આપવા અને સમર્થન આપવાનો છે
- છેલ્લા 2 વર્ષમાં સમગ્ર રાષ્ટ્રમાં સ્ટાર્ટઅપ પર્ફોર્મન્સ રેન્કિંગમાં ગુજરાત નંબર 1 પર (Gujarat at number one in startup performance ranking) છે
- આ રેન્કિંગમાં ભારત સરકારે શિક્ષણ વિભાગના SSIP દ્વારા કરવામાં આવેલા પ્રયાસો અને યોગદાનને વિશેષરૂપે સ્વીકાર્યું છે અને પ્રશંસા કરી છે.