ETV Bharat / city

Serial Bomb Blast Case Hearing : સજાના ઓર્ડર માટે કોર્ટ 11 તારીખે કરશે સુનાવણી, કોર્ટનું મૌખિક અવલોકન - કોર્ટમાં બચાવ પક્ષની રજૂઆત

અમદાવાદમાં 2008 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 49 આરોપી દોષિત ઠર્યાં છે. જ્યારે 28 નિર્દોષ છૂટ્યાં છે. સ્પેશિયલ કોર્ટે આપેલા ચૂકાદામાં (Verdict of 2008 Ahmedabad Serial Bomb Blast Case ) આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. જાણો તમામ વિગત...

Verdict of Ahmedabad Serial Bomb Blast Case: બચાવ પક્ષે સજાની જાહેરાત માટે ત્રણ અઠવાડિયાની માગી મુદત, પ્રોસિક્યુશને કર્યો વિરોધ

author img

By

Published : Feb 8, 2022, 5:10 PM IST

Updated : Feb 9, 2022, 11:52 AM IST

અમદાવાદ: વર્ષ 2008 અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ મામલે આજે (બુધવારે) સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી થઈ (Ahmedabad Special Court Bomb Blast Hearing) રહી છે. ત્યારે આજે દોષિત 49 આરોપીઓને વર્ચ્યૂઅલી રીતે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. દરેક આરોપીઓ અને બચાવ પક્ષને સાંભળ્યા પછી કોર્ટ નિર્ણય જાહેર કરશે. બીજી તરફ બચાવ પક્ષે સજાની જાહેરાત માટે ત્રણ અઠવાડિયાની મુદતની માગ કરી છે.

દોષિતોને સુધારાનો અવકાશ આપવા બચાવ પક્ષની રજૂઆત

કોર્ટમાં બચાવ પક્ષે કોર્ટમાં રજૂઆત (Defendant's presentation in court) કરી હતી કે, દોષિતોને સુધારાનો અવકાશ આપવા માટેની રજૂઆત કરીએ છીએ. આરોપીઓની શૈક્ષણિક લાયકાત, પારિવારિક સ્થિતિ, મેડીકલ પૂરાવા રજૂ કરવા સમય આપવામાં આવે. આ બાબતે કોર્ટે કહ્યું કે, "બચાવ પક્ષના વકીલો જેલમાં બંધ દોષીતોની આજે જ મુલાકાત લે અને તેમનો પક્ષ જાણે અને બાદમાં કોર્ટમાં રજુઆત કરે."

દોષિતોએ જઘન્ય અપરાધ કર્યો હોવાથી મહત્તમ સજા થવી જોઈએઃ પ્રોસિક્યુશન

તો આ તરફ પ્રોસિક્યુશને રજૂઆત કરી હતી કે, દોષિતોએ જઘન્ય અપરાધ કર્યો છે. એટલે તેમને મહત્તમ સજા થવી જ જોઈએ. આ માટે રાજીવ ગાંધી હત્યા કેસના ચુકાદાનો પણ રેફરન્સ કોર્ટમાં આપવામાં આવ્યો હતો. આ સાથે જ આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ, સુરંગ કાંડ જેવી બાબતોને પણ કોર્ટે ધ્યાનમાં લેવી જોઈએ.

વર્ષ 2008માં અમદાવાદમાં થયો હતો બ્લાસ્ટ

આપને જણાવી દઈએ કે, મંગળવારે અમદાવાદ સ્પેશિયલ કોર્ટે (Ahmedabad Special Court) ચૂકાદો (2008 Ahmedabad Serial Bomb Blast 49 convicted) સંભળાવ્યો હતો, જેમાં 49 આરોપીને દોષિત જાહેર (Verdict of 2008 Ahmedabad Serial Bomb Blast Case) કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય 28 આરોપી પૂરાવાના અભાવે નિર્દોષ જાહેર કરાયા હતા. અમદાવાદમાં 26 જુલાઇ 2008ના રોજ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતાં, જેમાં 56 લોકોનાં મૃત્યુ થયાં અને 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાં હતાં.

પહેલી વખત ઇન્ડિયન મુજાહિદ્દીનનું મોડ્યુલ સામે આવ્યું હતું

આજથી 13 વર્ષ પહેલા એટલે વર્ષ 2008માં સિરિયલ બોમ્બ બ્લાસ્ટથી અમદાવાદની ધરા ધ્રુજી ઉઠી હતી. શહેરમાં લગભગ 20 જેટલા સ્થળો પર એક પછી એક શ્રેણીબદ્ધ ધડકાઓ સાથે અમદાવાદ શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. સમગ્ર બ્લાસ્ટની જવાબદારી ઇન્ડિયન મુજાઈદિન દ્વારા સ્વીકારવામાં આવી હતી. આ બ્લાસ્ટ કરવા પાછળનું એક માત્ર કારણ હતું કે વર્ષ 2002 માં થયેલા કોમી રમખાણોનો બદલો લેવા માટે થઈને આ સમગ્ર કાવતરું ઘડવામાં આવ્યું હતું. મહત્વની બાબત આ બોમ્બ બ્લાસ્ટમાં સામે એ વાત આવી હતી કે પહેલી વખત ઇન્ડિયન મુજાહિદ્દીનનું મોડ્યુલ સામે આવ્યું હતું. આ મોડ્યુઅલ સામે આવતાંની સાથે જ ખાસ અધિકારીઓની ટીમ તાત્કાલિક બનાવવામાં આવી હતી. જેમાં તમામ અધિકારીઓને અલગ અલગ જવાબદારીઓ સોંપી દેવામાં આવી હતી.

સમગ્ર કેસમાં હજુ પણ 8 આરોપીને પોલીસ શોધી રહી છે

26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટમાં પોલીસ દ્વારા સુરતમાં લગભગ 15 જેટલી ફરિયાદ નોંધવામાં આવી હતી અને અમદાવાદમાં 20 જેટલી ફરિયાદો નોંધવામાં આવી હતી. આ કેસમાં કુલ 78 આરોપીઓ સામે કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો છે. જ્યારે હજી આ કેસમાં 8 આરોપીઓ એવા છે જેમને પોલીસ હજુ શોધી રહી છે. 2008 સિરિયલ બ્લાસ્ટમાં મુખ્ય સૂત્રધાર યાસીન ભટકલ દિલ્હીની જેલમાં જ્યારે અબ્દુલ સુભાન ઉર્ફે તૌકીર કોચીનની જેલમાં છે. આ કેસમાં ખાસ વકીલ તરીકે એચ.એમ ધ્રુવ, અમિત પટેલ અને મીતેશ અમીન તેમજ સુધીર બ્રહ્મભટ્ટ હાજર રહ્યાં છે.

આ પણ વાંચોઃ Ahmedabad Serial Blast 2008: અમદાવાદ બ્લાસ્ટની તપાસ દરમિયાન સુરત પોલીસને કઈ ચોંકાવનારી માહિતી મળી હતી, જાણો

કેસમાં અલગ-અલગ 521 જેટલી ચાર્જશીટ કોર્ટમાં થઈ હતી રજૂ

અમદાવાદમાં 20 સ્થળોએ 2008માં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં 58 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, જ્યારે 246 જેટલા લોકોને ઈજા પહોંચી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 1163 સાક્ષીઓની જુબાની લેવાઇ ચૂકી છે. તેમ જ 1237 સાક્ષીઓને રાજ્ય સરકાર દ્વારા પડતા મુકાયા છે. આ ઉપરાંત રાજ્યની અન્ય જેલોમાં બંધ યાસીન ભટકલ તેમજ અન્ય આરોપીઓ સામેનો કેસ ભેગો કરવા માટે તપાસ એજન્સી દ્વારા અરજી કરવામાં આવી હતી. આ કેસમાં જેની ઉપર કાવતરું રચવાનો આરોપ હતો એ અયાઝ સૈયદ જેણે તાજનો સાક્ષી બનીને જુબાની આપી હતી. આ કેસમાં અલગ-અલગ 521 જેટલી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે, એક ચાર્જશીટમાં 9800 પાનાનો ઉપયોગ કરાયો છે એટલે તમામ ચાર્જશીટ મળીને કુલ 51 લાખ જેટલા પાનાંનો ઉપયોગ કરાયો છે.

કોરોનાકાળમાં પણ ચાલતી રહી ઓનલાઈન કાર્યવાહી

કોવિડ19ને કારણે કોર્ટ બંધ હોવાથી કોર્ટની કાર્યવાહી online શરૂ કરવામાં આવી હતી. જેમાં આરોપીઓની ઓનલાઇન જુબાની લેવામાં આવી હતી. આ કેસમાં એક એક આરોપીનું ફર્ધર સ્ટેટમેન્ટ 4700 પાનાનું થાય છે. એટલે 74 આરોપીઓના ફર્ધર સ્ટેટમેન્ટ ગણીએ તો 3,47,800 પેજ થાય છે. કુલ આરોપીઓમાંથી ત્રણ આરોપીઓએ online ફર્ધર સ્ટેટમેન્ટ આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટે દોષિત ઠરાવેલા આરોપીઓ
2, ઇમરાન ઈબ્રાહીમ શેખ
3, ઇકબાલ કાસમ શેખ
4, સમસુદ્દીન શાહબુદ્દીન શેખ
5, ગ્યાસુદ્દીન અબ્દુલ અલીમ અન્સારી
6, મોહંમદ આરીફ મોહંમદ કાગઝી
7, મોહંમદ ઉસ્માન મોહંમદ અનીસ અગરબત્તીવાલા
8, યુનુસ મોહંમદ ભાઈ મન્સૂરી
9, કમરૂદ્દીન ઉર્ફે રાજા ચાંદ મોહંમદ
10, આમીલ પરવાજ કાજી સૌફૂદ્દીન
11, સિબલી ઉર્ફે સાબિત અબ્દુલકરીમ
12, સફદર જહીરૂદ્દીન નાગોરી
13, હાફીજ્હુસેન ઉર્ફે અદનાન ઉર્ફે તમીમ તાજુદ્દીન
14, મોહંમદ સાજીદ ઉર્ફે સલીમ ગુલામ ખ્વાજા મન્સૂરી
૧૫ અબુ બસર શેખ
16, અબ્બાસ ઉંમર સમેજા
18, જાવેદ અહેમદ સગીર અહેમદ શેખ
20, અતિકુરરહેમાન ઉર્ફે અતીફ અબ્દુલહકીમ ખીલજી
21, મહેંદીહસન ઉર્ફે વિક્કી અબ્દુલ અન્સારી
22, ઇમરાન અહેમદ ઉર્ફે રાજા
24, ઉંમર ઉર્ફે અશોક
25, સલીમ ભાઈ ઉર્ફે ઉંમર
28, અફઝલ ઉર્ફે અફસર મુતલીબ ઉસ્માની
30, મોહંમદસાદિક ઉર્ફે યાસીર ઉર્ફે ઇમરાન
૩૧, મહંમદ આરીફ બદરુદ્દીન શેખ
32, આસિફ ઉર્ફે હસન
35, રફીયુદ્દીન સરફૂદ્દીન કાપડિયા
36, મહંમદ આરીફ મિર્ઝા
37, કયામુદ્દીન ઉર્ફે મુસા કાપડિયા
38, મોહંમદસૈફ શેખ
39, જીસાન અહેમદ
40, ઝીયાઉર રહેમાન
42, મોહંમદ શકીલ લુહાર
43, અનિક સૈયદ
44, મોહંમદ અકબર ઈસ્માઈલ ચોધરી
45, ફઝલે રહેમાન દુરાની
46, મોહંમદ નૌસદ સૈયદ
47, અહેમદ બાવા બરેલવી
૪૮, ઇટી સૌનુદ્દીન મોહંમદ
49, સરફૂદ્દીન ઉર્ફે શરીફ
50, સૈફૂર રહેમાન અન્સારી
59, મોહંમદ અનસાર
60, સાદુલી ઉર્ફે હારીસ
63, મોહંમદ તનવીર પઠાણ
66, મોહંમદ સફીક અન્સારી
69, આમીન ઉર્ફે રાજા શેખ
70, મોહંમદ મોબીન સકુરખાન
74, મોહંમદઅબરાર મનીયાર
75, મોહમ્મદ રફીક આફ્રીદી
78 તોસીફખાન અતીફ પઠાણ

આ તમામ આરોપીઓને દોષિત (Verdict of 2008 Ahmedabad Serial Bomb Blast Case ) જાહેર થયાં છે. તેઓને આજે (9મી ફેબ્રુઆરી 2022) સજા (2008 Ahmedabad Serial Bomb Blast 49 convicted ) સંભળાવવામાં આવશે.

આ પણ વાંચોઃ અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટનો ચુકાદો, 49 દોષીઓને આવતીકાલે સંભાળવશે સજા

આરોપીઓ જેલમાં સુરંગ ખોદી નાસવાનો પ્રયાસ કર્યો હતો

ઉલ્લેખનીય બાબત એ પણ છે કે અમદાવાદની સાબરમતી જેલમાં સિરિયલ બ્લાસ્ટ કેસના આરોપીઓ દ્વારા 213 ફૂટની સુરંગ ખોદીને ભાગી જવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. આ બાબતનો કેસ હજી પણ મેટ્રોપોલિટન કોર્ટમાં પડતર છે.

Last Updated : Feb 9, 2022, 11:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.