ETV Bharat / city

મેટ્રો રેલની ઉંચાઇએથી વસ્ત્રાલ વૉર્ડની જમીની હકીકત

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ત્યારે ETV BHARATની ટીમ વસ્ત્રાલ વૉર્ડ પહોંચી હતી અને સ્થાનિકોની સમસ્યા શું છે તે જાણી હતી. ત્યારે વસ્ત્રાલ વૉર્ડમાં સ્થાનિકોમાં ક્યાંકને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. જેમાં વસ્ત્રાલ ગામમાં કોઈપણ પ્રકારે વિકાસ થયો નથી તેવું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

મેટ્રો રેલની ઉંચાઇએથી વસ્ત્રાલ વૉર્ડની જમીની હકીકત
મેટ્રો રેલની ઉંચાઇએથી વસ્ત્રાલ વૉર્ડની જમીની હકીકત
author img

By

Published : Feb 2, 2021, 11:11 PM IST

  • અમદાવાદ મેટ્રો સિટીમાં વિકાસ ઝંખતો વસ્ત્રાલ વૉર્ડ
  • ચૂંટણી ટાણે જ કોર્પોરેટર્સ દેખાય છે : સ્થાનિક
  • વસ્ત્રાલ ગામમાં બસની સુવિધાઓ પણ નથી : સ્થાનિક

અમદાવાદ : શહેરના વસ્ત્રાલ વૉર્ડમાં પાણી, ડ્રેનેજલાઈન જેવી પ્રાથમિક સુવિધાઓમાં ક્યાંક કચાસ જોવા મળી હતી. આ વૉર્ડમાં બીજી તરફ વિકાસના કામો પણ થયા છે. જ્યારે 100 બેડની હોસ્પિટલ, મેટ્રો રેલ, તળાવનું નવીનીકરણ જેવા વિકાસના કામો કરવામાં આવ્યા છે. ત્યારે કેટલીક જગ્યાએ રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. તો પાણીના ભરાવાની સમસ્યા પણ જોવા મળી હતી. જેમાં વિદ્યાર્થીઓ માટે લાઈબ્રેરીની સુવિધા જોવા મળી નથી. ત્યારે AMTS બસની સુવિધાથી હજૂ પણ વસ્ત્રાલ ગામ વંચિત છે. એટલે કે, સરકાર સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો કરે છે એ તદ્દન ખોટી છે. ત્યારે ગામના લોકોએ અનેકવાર બસ શરૂ કરવા માટેની રજૂઆત કરી છે, પરંતુ હજૂ શરૂ કરવામાં આવી નથી.

મેટ્રો રેલની ઉંચાઇએથી વસ્ત્રાલ વૉર્ડની જમીની હકીકત

વસ્ત્રાલ ગામમાં 80 હજાર મતદારો છે

વસ્ત્રાલમાં જનસંખ્યા 1 લાખ જેટલી છે અને તેમાં મતદારો 80 હજાર જેટલા છે. ત્યારે કોર્પોરેટર્સને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળે છે. જેમાં સ્થાનિકોનું કેહવું છે કે, નેતાઓ માત્ર ચૂંટણી સમયે જ આવે છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ 5 વર્ષમાં કોઇ દેખાતું નથી. આ વોર્ડમાં અનેક સમસ્યાઓ છે અને કેટલાક વિકાસના કામો પણ થયા છે. કેટલાક સ્થાનિકો સત્તાધીશોની કામગીરીથી ખુશ છે તો કેટલાક નારાજ છે. ત્યારે બસ જેવી પ્રાથમિક સુવિધાઓ જંખી રહ્યું છે આ વસ્ત્રાલ ગામ. આગામી સમયમાં જ ખબર પડશે કે પ્રજા કોને મત આપશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.