- વડાપ્રધાન પદ પર સુશાસન અને પારદર્શકતા અંતર્ગત ભાજપ દ્વારા ઉજવણી
- 30 મેના રોજ સાત વર્ષ પૂર્ણ થતાં ધંધુકા ભાજપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરાઈ
- માસ્ક વિતરણ, સેનેટાઈઝર વિતરણ, ફ્રૂટ વિતરણ અને ખાદ્ય સામગ્રીની કીટનું વિતરણ
અમદાવાદ: ગઈકાલે નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદ પર સાત વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા સુશાસન અને પારદર્શકતા અંતર્ગત વિવિધ સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરી હતી. ધંધુકા શહેરના વિવિધ વિસ્તારોમાં માસ્ક વિતરણ, સેનેટાઈઝર વિતરણ અને હોસ્પિટલના દર્દીઓને ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: કેન્દ્રમાં સરકારના સાત વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં જૂનાગઢ શહેર ભાજપે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું
ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ પરિવારોને ખાદ્ય સામગ્રી તેમજ ફ્રુટ કીટનું વિતરણ
આમ ધંધુકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભાજપના તાલુકા પ્રમુખ ચંદ્રસિંહ ચુડાસમા, રાજેન્દ્રસિંહ ચુડાસમા તાલુકા સદસ્ય તેમજ અન્ય ભાજપાના કાર્યકરો દ્વારા વડાપ્રધાનના સુશાસન અંતર્ગત સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરી ઉજવણી કરી હતી.
આ પણ વાંચો: નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદના 7 વર્ષ પૂર્ણ થતા સુરત જિલ્લા ભાજપ દ્વારા કરાઈ ઉજવણી
ગઈકાલે વડાપ્રધાનના સાત વર્ષ પૂર્ણ થતાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાઇ હતી
ગઈકાલે વડાપ્રધાનના સાત વર્ષ પૂર્ણ થતાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાઇ હતી. જે અંતર્ગત ભાજપાના ધંધુકા વિધાનસભાના ઈન્ચાર્જ કાળુભાઈ ડાભી, જિલ્લા કોષાધ્યક્ષ ચેતન સિંહ ચાવડા, જિલ્લા ઉપપ્રમુખ સહદેવસિંહ પાંચી, જિલ્લા ભાજપ પ્રધાન માધવીબેન દીક્ષિત, ધંધુકા શહેર પ્રમુખ રમેશભાઈ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ હર્ષદભાઈ ચાવડા, કારોબારી ચેરમેન વધુ ભદુભાઈ અગ્રાવત, અમન ભાઈ ગાંધી વેપારી મહામંડળ પ્રધાન, તેમજ રાજુભાઈ કોન્ટ્રાક્ટર, સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.