ETV Bharat / city

મળો કોરોના વાઈરસ પરિવારના બે ભારતીય સદસ્યોને... - વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન

ભારતમાંથી મળી આવેલા કોરોના વાઈરસના ડેલ્ટા વેરિયન્ટ (Delta Variant) અને ડેલ્ટા+ વેરિયન્ટ (Delta+ Variant) હાલમાં વિશ્વભરમાં હાહાકાર મચાવી રહ્યા છે. આ બન્ને પૈકી ડેલ્ટા વેરિયન્ટ કોરોના વાઈરસના મૂળભૂત બંધારણ SARS-CoV-2 નો વેરિયન્ટ છે. આ વેરિયન્ટના બંધારણમાં મ્યૂટેશન થતા ડેલ્ટા+ વેરિયન્ટનો ઉદ્ભવ થયો હતો. તો કોરોનાના આ બન્ને વેરિયન્ટની તમામ માહિતી મેળવવા માટે વાંચો આ અહેવાલ…

know about delta variant and delta+ variant

author img

By

Published : Jun 24, 2021, 10:01 PM IST

Updated : Jun 24, 2021, 10:23 PM IST

  • કોરોના વાઈરસના મૂળભૂત બંધારણનું મ્યૂટેશન છે ડેલ્ટા વેરિયન્ટ
  • ડેલ્ટા વેરિયન્ટના બંધારણમાં મ્યૂટેશનની ઉપજ છે ડેલ્ટા+ વેરિયન્ટ
  • વિશ્વના 9 દેશો કોરોનાના આ બન્ને વેરિયન્ટ સામે ઝઝૂમી રહ્યા છે

ન્યૂઝ ડેસ્ક : દેશમાં 5 એપ્રિલના રોજ લેવામાં આવેલા કોરોના દર્દીઓના કેટલાક સેમ્પલમાંથી સૌપ્રથમ વખત કોરોનાનો નવો વેરિયન્ટ જોવા મળ્યો હતો. આ વેરિયન્ટને શરૂઆતમાં કોરોનાના ઈન્ડિયન વેરિયન્ટ (Indian Variant Of Corona) નામ આપવામાં આવ્યું હતું. જ્યારબાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા તેને ડેલ્ટા વેરિયન્ટ (Delta Variant) નામ આપવામાં આવ્યું હતું. આ વેરિયન્ટમાં થયેલા મ્યૂટેશન (Mutation in Variant) ના કારણે નવું જોખમ ઉભું થયું છે. જેને ડેલ્ટા+ વેરિયન્ટ (Delta+ Variant) નામ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો - Delta Variant નો Delta+ Variantમાં પરિણમતા બન્યું ઘાતકી

ભારતમાં કોરોનાની બીજી લહેર માટે જવાબદાર Delta Variant

ડેલ્ટા વેરિયન્ટ (Delta Variant) એ કોરોના વાઈરસના મૂળભૂત બંધારણ SARS-CoV-2 માં ફેરફાર થતા ઉદ્ભવ્યો હતો. આ વેરિયન્ટ ભારતમાં કોરોનાની બીજી લહેર (Second Wave of Corona) માટે જવાબદાર પરિબળોમાંનું એક હોવાનું તજજ્ઞો માની રહ્યા છે. આ વેરિયન્ટથી કોરોના સંક્રમણ પ્રસરવાની શક્તિ તેમજ ઈન્ફેક્શનની તિવ્રતામાં વધારો નોંધાયો હતો. હાલમાં ડેલ્ટા વેરિયન્ટ વિશ્વભરમાં ખૂબ જ ઝડપી પ્રસરી રહ્યો છે. ભારત સહિત વિશ્વના 9 દેશો Delta Variant ના સકંજામાં આવી ચૂક્યાં છે.

DELTA+ Variant at Glance
DELTA+ Variant એક નજરે

Delta+ Variant સરળતાથી રોગ પ્રતિકાત્મક શક્તિને ચકમો આપી શકે છે

ડેલ્ટા+ વેરિયન્ટ (Delta+ Variant) એ ડેલ્ટા વેરિયન્ટના બંધારણમાં થયેલા મ્યૂટેશન (Mutation in Variant)ની ઉપજ છે. ઈન્સ્ટિટ્યુટ ઓફ જિનોમિક્સ એન્ડ ઈન્ટિગ્રેટિવ બાયોલોજીના વૈજ્ઞાનિક વિનોદ સ્કારિયાના જણાવ્યા પ્રમાણે, Delta+ Variant પર તાજેતરમાં જ ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવેલા મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેલ ઈન્જેક્શનની કોઈ અસર થતી નથી. આ મ્યૂટેશન સરળતાથી વ્યક્તિની રોગ પ્રતિકાત્મક શક્તિ (Immune Response System) ને ચકમો આપી શકે છે.

આ પણ વાંચો - Delta+ Variantને ભારતમાં 'વેરિયન્ટ ઓફ કન્સર્ન' જાહેર કરાયો

શા માટે ઈંગ્લેન્ડમાં Delta Variants ના સૌથી વધારે કેસ ?

ઈંગ્લેન્ડ કોરોના વાઈરસના ડેલ્ટા વેરિયન્ટ (Delta variant) અને ડેલ્ટા+ વેરિયન્ટ (Delta+ Variant)ના કેસને માત્ર એક જ 'Delta Variants' કેટેગરીમાં ગણે છે. આ ઉપરાંત વેરિયન્ટ્સના લક્ષણો મુજબ લોકો વધારે સંક્રમિત થઈ રહ્યા હોવાથી ઈંગ્લેન્ડમાં Delta Variants ના સૌથી વધારે કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. ઈંગ્લેન્ડમાં 14 જૂન સુધી ડેલ્ટા વેરિયન્ટ્સના 33,360 કેસ નોંધાઈ ચૂક્યા છે.

Difference between Delta Variant and Delta+ Variant
Delta Variant અને Delta+ Variant વચ્ચેનો તફાવત

કોરોના વાઈરસના મ્યૂટેશન્સ

દરેક વાઈરસના બંધારણમાં ફેરફાર થતા એક નવો વેરિયન્ટ ઉદ્ભવે છે. કોરોના પણ એક વાઈરસ જ હોવાથી સમયાંતરે તેના બંધારણમાં ફેરફાર થયા છે. વાઈરસના મૂળભૂત બંધારણમાં ફેરફાર થાય તો તેને વેરિયન્ટ કહેવામાં આવે છે. જ્યારે વેરિયન્ટના બંધારણમાં થતા ફેરફારને મ્યૂટેશન્સ કહેવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા અત્યાર સુધી કોરોના વાઈરસના કુલ 6 વેરિયન્ટ્સ હોવાની સત્તાવાર માહિતી આપવામાં આવી છે. જેમાં UKમાંથી મળી આવેલ આલ્ફા વેરિયન્ટ (Alpha Variant), સાઉથ આફ્રિકામાંથી મળી આવેલ બેટા વેરિયન્ટ (Beta Variant), બ્રાઝિલમાંથી મળી આવેલ ગામા વેરિયન્ટ (Gamma Variant) તેમજ ભારતમાંથી મળી આવેલા કપ્પા વેરિયન્ટ (Kappa Variant) અને ડેલ્ટા વેરિયન્ટ (Delta Variant)નો સમાવેશ થાય છે. આ સિવાય તાજેતરમાં જ લામ્બડા વેરિયન્ટ (Lambda Variant) ની પણ WHOએ પુષ્ટિ કરી છે. જોકે, તેના ઉદ્ભવસ્થાન અંગે હાલ સંશોધન ચાલી રહ્યું છે.

આ પણ વાંચો - Delta Variant કે 'ભારતીય વેરિયન્ટ' ? જાણો નામને લઈને સર્જાયેલો વિવાદ

શું Delta Variantનું વધુ એક મ્યૂટેશન પણ છે ?

Delta+ Variant વેરિયન્ટ તરીકે ઓળખાતા Delta Variantના મ્યૂટેશનને વૈજ્ઞાનિક ભાષામાં AY.1 નામ આપવામાં આવ્યું છે, પરંતુ અમેરિકામાં ડેલ્ટા વેરિયન્ટનું અલગ મ્યૂટેશન પણ સામે આવ્યું છે. જેને AY.2 નામ અપાયું છે. હાલમાં આ વેરિયન્ટને લઈને સંશોધન ચાલી રહ્યું છે. જોકે, આ મ્યૂટેશનનો ભારતમાં એકપણ કેસ જોવા મળ્યો નથી.

Last Updated : Jun 24, 2021, 10:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.