અમદાવાદ: ભારતીય તહેવારો (Indian festivals in 2022) તેના અનોખા રીતિ-રિવાજો અને ખાનપાનથી જાણીતા છે. દિવાળીમાં મીઠાઈ અને ફરસાણ, હોળીમાં મીઠાઈ અને ખજૂર તો ઉત્તરાયણમાં ઊંધિયું અને જલેબી (undhiyu and jalebi uttarayan 2022). દર વર્ષે જ્યારે આ તહેવાર આવે છે. ત્યારે આ ખાદ્ય પદાર્થોની બનાવટમાં વપરાતા કાચા માલના ભાવમાં પણ ઉછાળો જોવા મળતો હોય છે. દિવાળી વખતે ખાદ્ય તેલના ભાવ ભડકે બળતા હોય છે.
શાકભાજીના ભાવ આસમાને
આ વર્ષે ઉત્તરાયણ (Uttarayan 2022 Gujarat) પહેલા શાકભાજીના ભાવ (Prices of vegetables In Ahmedabad) ખૂબ ઊંચા છે. સામાન્ય ભાવ કરતા ડબલ ભાવ માર્કેટમાં જોવા મળી રહ્યા છે. ઊંધિયામાં વપરાતા રવૈયા 160 રૂપિયે કિલો (Eggplant prices in gujarat), પાપડી 100 રૂપિયે કિલો, ટામેટા (Tomatoes prices in Ahmedabad) 20 રૂપિયે કિલો, વટાણા 40 રૂપિયે કિલો, તુવેર 60 રૂપિયે કિલો, બટાકા 20 રૂપિયે કિલો છે. આ ઉપરાંત અન્ય શાકભાજીમાં ભીંડા 100 રૂપિયે કિલો, ભુટ્ટા 80 રૂપિયે કિલો, ફુલાવર 80 રૂપિયે કિલો, કોબી 40 રૂપિયે કિલો, ગાજર 40 રૂપિયે કિલો અને લીલા ચણા 80 રૂપિયે કિલો છે.
આ પણ વાંચો: Makar Sankranti 2022: ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ લઈને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
શાકભાજીના ભાવ ઊંચા હોવાના કારણો
શાકભાજીના વેપારીઓ (Vegetable traders In Ahmedabad) જણાવી રહ્યા છે કે, અત્યારે માર્કેટમાં શાકભાજીની આવક ઓછી છે, સામે માંગ વધુ છે. ટ્રાન્સપોર્ટ કોસ્ટ (Transport Cost For Vegetable in Gujarat) વધ્યો છે. બીજી તરફ કમોસમી વરસાદ (Unseasonal Rain In Gujarat) અને ઘટતી જતી ખેતીને લઈને ભાવ વધુ જોવા મળી રહ્યા છે. વળી શાકભાજીના ભાવ રોજ નક્કી થતા હોવાથી, આવા તહેવારોમાં વધુ માંગ ધરાવતા શાકના ભાવ વધે જ છે. હોલસેલ ભાવ (Wholesale prices of vegetables In Ahmedabad) પર રિટેલર 10-20 ટકા નફો લે છે.
ઊંધિયું મોંઘું
શાકભાજીના ઊંચા ભાવો અને ખાદ્ય તેલોના પણ ઊંચા ભાવો (Edible oil prices In Gujarat)ને લઇને સ્વાદના રસિયાઓને આ વર્ષે ઊંધિયું મોંઘુ (Undhiyu price in Gujarat) પડશે. ઊંધિયું બનાવતા વેપારીઓનું કહેવું છે કે, આ વર્ષે ઊંધિયાનો કિલોનો ભાવ 400 રૂપિયાની આસપાસ રહેશે, જે ગયા વર્ષ કરતા 100 રૂપિયા જેટલો વધુ છે.
આ પણ વાંચો: Corona affects Kite Market: સતત બીજા વર્ષે પતંગ બજારને લાગ્યું કોરોનાનું ગ્રહણ, વેચાણમાં થયો 25 ટકાનો ઘટાડો