અમદાવાદ: આ વર્ષે શહેરમાં ઉતરાયણનો તહેવાર(Feastivel of uttrayan) ક્યાંક ફિક્કો જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા ત્રણ વર્ષથી કોરોનાની મહામારીના કારણે ઉતરાયણ નિમિતે પતંગ અને દોરીના ભાવમાં સરેરાશ 30થી 50 ટકા સુધીનો ભાવ વધારો(Increase in price of kite) જોવા મળી રહ્યો છે. ભાવ વધારાના કારણે ગ્રાહકોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલની સ્થિતી પ્રમાણે દુકાનો પર 30થી 40 ટકા જેટલી જ પતંગ અને દોરીનું વેચાણ થયું છે, જેના કારણે (Uttarayan in Ahmedabad 2022) વેપારીઓને પુરતો નફો પણ નથી મળી રહ્યો.
ગ્રાહકોમાં થયો ઘટાડો
શહેરના ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે પતંગના સ્ટોલ પરથી ગ્રાહકોની પતંગ અને દોરીની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે, તેના કારણે નાના વેપારીઓને દાઝ્યા ઉપર ડામની નોબત આવી છે. વેપારીઓનું કહેવું છે કે, પતંગ બજારમાં હાલ બહુ જ મંદી જોવા મળી રહી છે, તેમજ આ વર્ષે ૫૦થી ૬૦ ટકા ગ્રાહકોમા ઘટાડો પણ જોવા મળી રહ્યો છે અને આ વખતે કાચા માલમાં ભાવ વધારો થતા પતંગ અને દોરીના ભાવમાં વધારો પણ નોંધાયો છે.
![અમદાવાદની પતંગ બજારમાં 60 ટકા ગ્રાહકોમાં થયો ધટાડો, વેપારીઓની હાલત થઇ કફોડી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14166586_2.jpg)
આ પણ વાંચો : Makar Sankranti 2022: પાટણમાં પતંગ દોરીના ભાવમાં 30 ટકાનો વધારો, ગ્રાહકો પર અસર
વેપારીઓ પડતર ભાવે માલ વેચવા તૈયાર
વેપારીઓનું કહેવું છે કે, આ વર્ષે પતંગ બજારમાં મંદીનો માહોલ છે અને ઘરાકીમાં પુરતા પ્રમાણમાં નથી જોવા મળતી. હવે લોકો હવે ઇકોફ્રેન્ડલી તહેવારો તરફ વળ્યા છે અને લોકોમાં તેમજ પક્ષી તેમજ કોઈને નુકસાન ન પોહચ્ચે તે માટે થઈને તહેવાર ઓછો માનવી રહ્યા છે, છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે વેપારીઓની આર્થિક પરિસ્થિતિ કથળી છે. આ વર્ષે સ્ટોલનું ભાડું કાઢવું પણ મુશ્કેલ બન્યું છે, ત્યારે આ વર્ષે નફો પણ ઓછો રાખવામાં આવ્યો છે, જ્યારે વેપારીઓએ જે સ્ટોક કર્યો છે તે સ્ટોક ખાલી કરવા વેપારીઓ પડતર ભાવે ધંધો કરી રહ્યા છે, ત્યારે આ વર્ષે લોકોમાં તહેવારને લઈને ઉત્સાહ ઓછો જોવા મળે છે.
![અમદાવાદની પતંગ બજારમાં 60 ટકા ગ્રાહકોમાં થયો ધટાડો, વેપારીઓની હાલત થઇ કફોડી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14166586_1.jpg)
આ પણ વાંચો : Corona affects Kite Market: સતત બીજા વર્ષે પતંગ બજારને લાગ્યું કોરોનાનું ગ્રહણ, વેચાણમાં થયો 25 ટકાનો ઘટાડો