ETV Bharat / city

કોરોના કાળ વચ્ચે પણ યોજાઇ UPSCની પરીક્ષા - અમદાવાદ સમાચાર

રાજ્યમાં કોરોનાને ધ્યાનમાં લઈને શિક્ષણ કાર્ય તો બંધ છે. આ સાથે સરકારી નોકરીની ભરતી માટેની અનેક પરીક્ષાઓ મોકૂફ અને રદ્દ કરવામાં આવી છે. આવું આ ઉપરાંત GPSCની પરીક્ષાઓ પણ મોકૂફ કરવામાં આવી છે, ત્યારે સમગ્ર દેશમાં UPSCની પરીક્ષા યોજાઈ રહી છે. પરીક્ષા કેન્દ્રો પર કોઈપણ વિદ્યાર્થી કોરોના સંક્રમિત ન થાય, તે માટે અનેક સાવચેતીના પગલા ભરવામાં આવ્યા છે.

UPSCની પરીક્ષા
UPSCની પરીક્ષા
author img

By

Published : Apr 18, 2021, 5:50 PM IST

  • કોરોના કાળ વચ્ચે UPSCની પરીક્ષા યોજાઈ
  • UPSCની પરીક્ષા ઓફલાઇન પરીક્ષા યોજાઈ
  • સવારે 10થી 12.30 અને બપોરે 2થી 4.30 કલાક સુધી એમ બે તબક્કામાં લેવાઇ પરીક્ષા
  • આર્મી, નૌકાદળ અને વાયુસેનામાં NDA ભરતી હેઠળ 400 જગ્યા માટે પરીક્ષા યોજાઈ
  • કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે પરીક્ષા યોજાઈ

અમદાવાદ : હાલ શહેરના 12 જેટલા સેન્ટર્સ પર UPSCની પરીક્ષા યોજવામાં આવી હતી, ત્યારે પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવી હતી, જેમાં સવારે 10થી 12.30 કલાકે સુધી અને બપોરે 2 કલાકથી 04:30 કલાકે સુધી પરીક્ષા યોજાઇ હતી. આ ઉપરાંત આર્મી નૌકાદળ અને વાયુસેનામાં UPSC NDAની ભરતી હેઠળ 400 જગ્યા માટે આ પરીક્ષા લેવામાં આવી હતી, ત્યારે પરીક્ષા કેન્દ્રો પર પણ કોરોના ગાઇડલાઇનનું પાલન થતું જોવા મળ્યું હતું.

કોરોના કાળ વચ્ચે પણ યોજાઇ UPSCની પરીક્ષા

આ પણ વાંચો - કોરોનાના કહેર વચ્ચે રાજકોટમાં UPSCની પરીક્ષા યોજાઈ

પરીક્ષા કેન્દ્રો પર કોરોના ગાઇડલાઇનનું પાલન થતું જોવા મળ્યું

ચાલુ વર્ષે કોરોનાના કારણે વિદ્યાર્થીઓને અનેક પ્રકારની મુશ્કેલીઓ નડી હતી, ત્યારે આ વર્ષે ઓનલાઇન શિક્ષણના કારણે વિદ્યાર્થીઓ પૂરતી તૈયારીઓ કરી શક્યા નથી. જ્યારે આ વર્ષે કોચિંગ ક્લાસ પણ બંધ હોવાથી વિદ્યાર્થીઓના શિક્ષણમાં માઠી અસર પડી છે, ત્યારે વિદ્યાર્થીઓ સાથે વાત કરતા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, અમારું વર્ષના બગડે અને UPSC પરીક્ષા આપવા માટેની ઉંમર ન જતી રહે, તે માટે આ પરીક્ષા સરકાર દ્વારા કોરોના કાળ વચ્ચે પણ યોજી છે તે મહત્વનું છે.

આ પણ વાંચો - બે વખત UPSCની પરીક્ષા ક્રેક કરનારા સુરતના કાર્તિકે ETV Bharat સાથે કરી ખાસ વાતચીત

પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું સ્કેનિંગ કરીને પ્રવેશ અપાયો

પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું સ્કેનિંગ કરીને પ્રવેશ આપવામાં આવતો હતો. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ સાથે બેઠક વ્યવસ્થા રાખવામાં આવી હતી. જેમાં માસ્ક અને સેનિટાઈઝર જેવી પ્રાથમિક સુવિધાઓ પરીક્ષા કેન્દ્રો પરથી આપવામાં આવી હતી, ત્યારે પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - UPSCએ SCને જણાવ્યું કે સિવિલ સેવા પરીક્ષાઓ ટાળવી 'અસંભવ' છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.