ETV Bharat / city

બેરોજગાર યુવકનો લૂંટનો નિષ્ફળ પ્રયાસ, આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટવા જતા થોડે દૂરથી જ ઝડપાયો - Unsuccessful attempt of robbery

આજે સોમવારે બપોરે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં બેન્કમાંથી પૈસા ઉપાડ્યા બાદ ફોન પર વાત કરી રહેલા આંગડિયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાંખીને એક યુવક કારમાં મૂકેલો 2 કરોડ રૂપિયાની રોકડ રકમ ધરાવતો થેલો તફડાવીને ફરાર થઈ ગયો હતો. જોકે, કર્મચારીએ હિંમત દાખવીને તેનું એક્ટિવા પકડી લીધું હતું અને ચોર ચોર કરીને બૂમો પાડતા સ્થાનિકો અને પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

બેરોજગાર યુવકનો લૂંટનો નિષ્ફળ પ્રયાસ
બેરોજગાર યુવકનો લૂંટનો નિષ્ફળ પ્રયાસ
author img

By

Published : Jul 26, 2021, 11:05 PM IST

  • બેરોજગાર યુવકે ઘડ્યો હતો લૂંટનો પ્લાન
  • આંગડિયા પેઢીના કર્મચારીએ પાછળ દોડીને એક્ટિવા પકડ્યુ
  • બૂમરાણ મચાવતા થોડે જ આગળથી લૂંટારૂ ઝડપાયો

અમદાવાદ : શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આજે સોમવારે બપોરે એક આંગડિયા પેઢીના કર્મચારીઓ સુનિલ ચૌહાણ અને સતીષ પટણી IDBI બેન્કમાંથી પૈસા ઉપાડીને બેન્કની બહાર ઉભા હતા. તે સમયે એક્ટિવા પર આવેલા એક બુકાનીધારીએ તેમની આંખમાં મરચાની ભૂકી નાંખીને કારમાં મૂકેલો 2 કરોડ રોકડ ભરેલો થેલો તફડાવીને નાસી રહ્યો હતો. એવામાં પેઢીના કર્મચારીએ તેની પાછળ દોડીને એક્ટિવા પકડી લીધું હતું. જોકે, ચોર તેમનાથી બચીને નાસી છૂટ્યો હતો.

આંગડિયા પેઢીના કર્મચારીની કાર
આંગડિયા પેઢીના કર્મચારીની કાર

CCTV ફૂટેજ જોવા માટે અહીં ક્લિક કરો...

નજીકમાં જ ઉભેલા પોલીસ કર્મીઓએ ઝડપી પાડ્યો

ચોરના નાસી ગયા બાદ તરત જ તેમણે ચોર ચોર એમ બૂમો પાડી હતી. આ દરમિયાન આસપાસમાંથી આવી પહોંચેલા દુકાનધારકોએ પણ બૂમો પાડતા નજીકમાં જ પોલીસ ચોકીના PSI અને પોલીસ કર્મી હાજર હોવાથી તેમણે લૂંટારૂને ઝડપી પાડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટારુનું નામ અંકુર મોડેસરા હોવાનું અને તે બેરોજગાર હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બેરોજગાર યુવકનો લૂંટનો નિષ્ફળ પ્રયાસ, આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટવા જતા થોડે દૂરથી જ ઝડપાયો

લૂંટારુને અગાઉથી જ માહિતી હતી

જે સમયે આંગડિયા પેઢીના કર્મચારી પૈસા ઉપાડીને બહાર આવ્યા બરાબર તે જ સમયે લૂંટારૂ અંકુર એક્ટિવા પર આવ્યો હતો અને CCTV ફૂટેજને જોતા તેને કારમાં કઈ જગ્યાએ પૈસા ભરેલો થેલો મૂક્યો છે, તેની પણ જાણ હતી. જેથી તેને અગાઉથી જ આંગડિયા પેઢીના કર્મચારીઓ ક્યાં જવાના છે અને શું કરવાના છે તેની જાણ હતી. હાલમાં પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.