અમદાવાદ- અમદાવાદમાં અત્યાર સુધીમાં સીઝનનો સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. એટલે કે મન મુકીને વરસાદ જ આવ્યો નથી. આજે શનિવારે સાંજે 5 વાગ્યા આસપાસ આકાશ કાળા ડિંબાગ વાદળોથી ઘેરાઈ ગયું હતું, અને ત્યાર બાદ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આમ ભારે વરસાદને કારણે અમદાવાદના રોડ રસ્તા પાણીપાણી થઈ ગયાં હતાં અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.
અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ, વધુ 3 દિવસ વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી અમદાવાદના શ્યામલ ચાર રસ્તા, શિવરંજની, કેશવ બાગમાં ધૂંટણ સમાણાં પાણી ભરાયાં હતાં. બોપલ, શીલજ, આંબલીમાં પણ ભારે વરસાદ આવ્યો હતો. સીટીએમ હાટકેશ્વરમાં પાણી ભરાયાં હતાં. અમદાવાદના નિર્ણયનગરમાં પાણી ભરાયાના ફરિયાદ થઈ હતી. અખબારનગર અંડરપાસ બંધ કરાયો હોવાના સમાચાર મળે છે. જીવરાજ પાર્ક અને વેજલપુરમાં પણ ભારે પવન સાથે વરસાદ આવ્યો હતો.અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ, વધુ 3 દિવસ વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી 3 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આવશે. ગુજરાત પર વરસાદી સીસ્ટમ કાર્યરત છે, જેથી રવિવારે કામ સિવાય કોઈએ બહાર ન નીકળવું. આજે વહેલી સવારથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. પણ આજે અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ થતાં અમદાવાદવાસીઓ ખુશ થયાં હતાં.