અમદાવાદઃ કોરાના વાયરસના પગપેસારાના પગલે હવે કોરાના સાથે જ જીવતાં શીખવા માટે લોકોએ હવે અનિવાર્ય એવા માસ્કને પણ ફેશનના એક ભાગરુપે અપનાવી રહ્યા છે.કોરોના મહામારીએ લોકોને આર્થિક ભીંસમાં મૂકી દીધાં છે ત્યારે શહેરના એવા કેટલાક એનજીઓ છે જે આર્ટિસ્ટને મદદ કરી રહ્યાં છે. તેમાંનું એક એનજીઓ છે મર્શિફુલ ફેટ ફાઉન્ડેશન, જેના દ્વારા જેટલા પણ માસ્ક બનાવીને લોકો સુધી પહોંચાડાશે તે તમામ રૂપિયા આર્ટિસ્ટને આપવામાં આવશે. કોરોના વાયરસના પ્રારંભિક તબક્કામાં લોકોએ તબીબીક્ષેત્રમાં વપરાતા ગ્રીન કલરના સુતરાઉ કપડાં કે ભૂરા રંગના ડીસ્પોઝેબલ કે એન-95માસ્ક જ લોકો માટે હાથવગાં હતાં. જો કે તબક્કાવાર લોકડાઉન વધવાની સાથે થોડા સમય સુધી હજુ લોકોને માસ્કને જીવનશૈલી સાથે જોડી દેવાનો સત્તાવાર અનુરોધ કરવામાં આવ્યો છે. જેના પગલે હવે માસ્કના વેચાણમાં તેજી આવી છે. લોકડાઉનના દિવસોમાં અન્ય ધંધા રોજગાર બંધ થવા છતાં લારી પર માસ્ક વેચતાં ફેરીયાઓના ધંધામાં મોટા પાયા પર બરકત આવી છે. હાલ 15 બહેનો સહિત લોકો આ કામ કરી રહ્યાં છે.
અત્રે નોંધનીય છે કે ભવિષ્યમાં ડ્રેસ સાથે મેચીંગ રંગના ફેશનેબલ અને ટ્રેન્ડી માસ્કની માગ પણ વધે તેવી સંભાવના ટેક્સટાઈલ તથા ફેશનજગતના નિષ્ણાતો જોઈ રહ્યાં છે. તેના પગલે અમે વિચાર્યું કે આ માસ્ક બનાવવાથી આર્ટિસ્ટને પણ આનો લાભ થવો જોઈએ કારણ કે સરકાર દ્વારા તેમને રાશન તો આપવામાં આવે છે પરંતુ તે ઘર ચલાવવા માટે પૂરતું હોતું નથી અને આ જ વિચાર સાથે અમે જે પણ પ્રોફિટ આ માસ્ક વેચીને થશે તે તમામ આર્ટિસ્ટને આપવાનું નક્કી કર્યું છે.