ETV Bharat / city

કેન્દ્રીય રેલ પ્રધાન અશ્વિની વૈષ્ણવ ગુજરાતની મુલાકાતે, રેલ વિકાસ કાર્યોનું કર્યું નિરીક્ષણ

રેલવે ટ્રેક અને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર(Dedicated Freight Corridor) અને રાજસ્થાન અને ગુજરાતમાં ચાલી રહેલા રેલવેના કામોનું કેન્દ્રીય રેલ પ્રધાન અશ્વિની વૈષ્ણવ ( Railway Minister Ashwini Vaishnav) દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેઓએ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યોમાં ચાલી રહેલા કામો/રેલવે પ્રોજેક્ટ્સ(Railway projects)ની પ્રગતિની સમીક્ષા કરી હતી.

Railway Minister Ashwini Vaishnav in gujarat
કેન્દ્રીય રેલ પ્રધાન અશ્વિની વૈષ્ણવ ગુજરાતની મુલાકાતે
author img

By

Published : Oct 4, 2021, 9:17 PM IST

  • રેલ પ્રધાન અશ્વિની વૈષ્ણવની ગુજરાત મુલાકાત
  • પ્રધાને રેલ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું
  • મહારાષ્ટ્ર અને રાજસ્થાનના રેલ પ્રોજેક્ટનું પણ કર્યું નિરીક્ષણ

અમદાવાદ : ભારત સરકારના રેલ, સંચાર, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે( Railway Minister Ashwini Vaishnav) રાજસ્થાન અને ગુજરાતમાં રેલવે ટ્રેક અને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (Dedicated Freight Corridor) તથા રેલવેના ચાલી રહેલા વિવિધ કાર્યો અને પ્રોજેક્ટ્સ(Railway projects)નું વિસ્તૃત નિરીક્ષણ કર્યું હતું.

રેલ પ્રધાનની ફાલનાથી વાપી સુધી ટ્રેનમાં મુસાફરી

અમદાવાદ રેલ પ્રવક્તા જે.કે. જયંતે જાણકારી આપતા કહ્યું કે, રેલ પ્રધાને ફાલનાથી વાપી સુધી મુસાફરી કરી હતી. રસ્તામાં તેમણે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના ચાલી રહેલા કાર્યો અને અજમેર, અમદાવાદ, વડોદરા અને મુંબઈ સેન્ટ્રલ મંડળોમાં ચાલી રહેલા રેલવેના વિકાસ કાર્યો/પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું.

ગુજરાતમાં પાલનપુરથી વાપી રૂટની સમીક્ષા

રેલ પ્રધાને પાલનપુરથી વાપીની મધ્યમાં પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક આલોક કંસલની સાથે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યોમાં ચાલી રહેલા કાર્યો/રેલવે પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી હતી.

ફ્રેઈટ કોરિડોર ઉપર ચર્ચા

રેલ પ્રધાને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના વરિષ્ઠ અધિકારીઓની સાથે પણ ચર્ચા કરી અને ક્ષેત્રમાં ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના નિર્માણની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે પ્રોજેક્ટ્સને સમય પર પૂર્ણ કરવા માટે દરેક શક્ય પ્રયાસ પર ભાર મુક્યો હતો.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.