ETV Bharat / city

કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ કહ્યું પાટીદારોને OBCમાં સામેલ ન કરી શકાય, રાજકારણમાં આવ્યો ગરમાવો - Union Minister

કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે ગુજરાતની મુલાકાતે આવેલા છે તે દરમિયાન તેમણે જણાવ્યું છે કે, આગામી 2024માં ભાજપ 350થી 400 બેઠકો પર જીતશે અને મોદી સરકારના નેતૃત્વમાં ભાજપની સરકાર બનશે અને રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયા તેને સમર્થન પણ આપી રહ્યું છે.

કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે
કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે
author img

By

Published : Sep 4, 2021, 5:45 PM IST

  • કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ આપ્યું ચોંકાવનારુ નિવેદન
  • આગામી લોકસભામાં BJP 350થી 400 સીટો પર જીતશે: આઠવલે
  • પાટીદારોને OBCમાં સામેલ ન કરી શકાય

અમદાવાદ- કેન્દ્રીય પ્રધાન અને રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડીયાના પ્રમુખ રામદાસ આઠવલે હાલ ગુજરાતની મુલાકાતે આવેલા છે. બે અલગ-અલગ કાર્યક્રમો હેઠળ અમદાવાદ આવેલા રામદાસ આઠવલેએ પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું કે, આગામી 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઇ મહત્વનું નિવેદન આપ્યું છે. રામદાસ આઠવલેએ જણાવ્યું કે, 2024માં ભાજપ 350થી 400 બેઠકો પર જીતશે અને મોદી સરકારના નેતૃત્વમાં ભાજપની સરકાર બનશે.

નીતિન પટેલે આપેલા હિન્દુત્વના નિવેદન પર રામદાસ આઠવલેએ આપ્યું સમર્થન

થોડા દિવસો અગાઉ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે હિન્દુત્વને લઈ ચોંકાવનારૂ નિવેદન આપ્યું હતું. જેમાં DYCMએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હિંદુઓની સંખ્યા ઓછી થઈ જશે તો કાયદો, બંધારણ કશું રહેશે નહીં. જેને કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ સમર્થન આપ્યું હતું. રામદાસ આઠવલેએ જણાવ્યું કે, નીતિન પટેલે આપેલા નિવેદનને હું સમર્થન આપું છું, હિન્દુત્વની સંખ્યા ઓછી થશે તો ચોક્કસ બંધારણ પર ખતરો આવી જાય તેમ છે, પરંતુ હાલ હિન્દુત્વની બહુમતી ખુબજ છે. હાલના સંજોગોમાં આવી કોઈ શક્યતા રહેલી નથી.

કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે

મોદી સરકારના કામોને લઇ આઠવલેનું નિવેદન

રામદાસ આઠવલેએ ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓમાં અને આગામી સમયમાં ચાર રાજ્યોમાં યોજાનારી ચૂંટણીઓમાં તેમની પાર્ટી ભાજપને સમર્થન કરશે તેવું કહ્યું છે. સાથે જ તેમણે મોદી સરકારના સાત વર્ષના શાસનના વખાણ પણ કર્યા હતા અને મોદી સરકારની વેક્સિનની કામગીરીને પણ વખાણી છે.

પાટીદારોને OBCમાં સામેલ ન કરી શકાય - આઠવલે

કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ પાટીદાર સમાજને OBCમાં સમાવવાને લઇને પણ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, પાટીદારોને OBCમાં સામેલ ન કરી શકાય તેમ તેને અલગ કોટા બનાવીને અનામત આપી શકાય તેવું કહ્યું છે. જેને લઇ રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે, જ્યારે રામદાસ આઠવલેએ દલિતો મુદ્દે પણ નિવેદન આપતા કહ્યું કે, કેટલાક દલિતો સારા કપડાં પહેરે કે ઘોડા પર બેસે તો સારું લાગતું નથી. અમદાવાદમાં ગુજરાત પ્રદેશ RPI પ્રમુખના પિતાના બેસણામાં હાજરી આપવા માટે આવ્યા છે, ત્યારે તેઓએ RPI ના કાર્યકર સાથે પણ બેઠક યોજી તેમની સાથે પણ ચર્ચા પણ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.