ETV Bharat / city

Foundation Stone of Umiyadham: 3 દિવસનો ભવ્ય કાર્યક્રમ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ રહેશે ઉપસ્થિત - સોલા અમદાવાદમાં ઉમિયાધામ રેસ્ટ હાઉસ

અમદાવાદના સોલા ખાતે ઉમિયાધામના શિલાન્યાસ (Foundation Stone of Umiyadham) મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ 3 દિવસીય કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (amit shah in umiyadham foundation stone laying ceremony), મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ દેવવ્રત અને પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. 3 દિવસના આ કાર્યક્રમમાં પોથીયાત્રા નીકાળવામાં આવશે, નવચંડી મહાયજ્ઞ કરવામાં આવશે અને ત્રીજા દિવસે શીલા પૂજન કરવામાં આવશે.

Foundation Stone of Umiyadham: 3 દિવસનો ભવ્ય કાર્યક્રમ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ રહેશે ઉપસ્થિત

author img

By

Published : Dec 10, 2021, 11:07 PM IST

Updated : Dec 11, 2021, 6:55 AM IST

  • અમદાવાદમાં ઉમિયા મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ
  • કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ રહેશે ઉપસ્થિત
  • અગાઉ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું ભૂમિપૂજન

અમદાવાદ: સોલા ખાતે ઉમિયાધામનો શિલાન્યાસ (Foundation Stone of Umiyadham) મહોત્સવ 11થી 13 ડિસેમ્બરના રોજ યોજાઇ રહ્યો છે, જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (amit shah in umiyadham foundation stone laying ceremony), રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત કેટલાક પ્રધાનો અને પાટીદાર અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ ત્રિ-દિવસીય કાર્યક્રમમાં પ્રથમ દિવસે કેન્દ્રીય ગૃહ પ્રધાનના હસ્તે શિલાન્યાસ મહોત્સવનો પ્રારંભ થશે, જેમાં 'શ્રી ઉમિયા શરણમ મમ' મંત્ર 51 કરોડ વખત લખ્યો હોય તેવી પોથીયાત્રા નીકળશે.

ઉમિયાધામનો શિલાન્યાસ

નવચંડી મહાયજ્ઞ કરવામાં આવશે

બીજા દિવસે નવચંડી મહાયજ્ઞ (navchandi mahayagya at umiyadham) કરવામાં આવશે, જેમાં 101 યજમાન ઉપસ્થિત રહેશે. આ માટેના મંડપનું ઘાસ હરિયાણા, વાંસ બિહાર અને કારીગરો રાજસ્થાનથી લાવવામાં આવ્યા છે. ત્રીજા દિવસે શીલા પૂજનનો કાર્યક્રમ થશે, જેમાં મોટાપાયે ગુજરાતના અગ્રણી નેતાઓ, સંતો અને પાટીદારો (patidar community gujarat) ઉપસ્થિત રહેશે.

નવચંડી મહાયજ્ઞ કરવામાં આવશે, જેમાં 101 યજમાન ઉપસ્થિત રહેશે.

મંદિરની વિશેષતાઓ

શાસ્ત્રોક્ત પદ્ધતિ અનુસાર મંદિરનું નિર્માણ (construction of the umiyadham temple) થશે. તેમાં ક્યાંય પણ લોખંડ વપરાશે નહીં, એટલે કે ફક્ત પથ્થરોથી આ મંદિર બનશે. નાગરાદી શૈલીમાં મંદિરમાં આકર્ષક કોતરણીવાળી રચના થશે. મંદિરની લંબાઈ 255 ફૂટ અને પહોળાઈ 160 ફુટ રહેશે. જમીનથી મંદિરના કળશની ઊંચાઈ 132 ફુટ તેમજ જમીનથી મંદિરનું તળ 22 ફુટ ઊંચું રહેશે. શારીરિક અશક્ત લોકોને મંદિરમાં લઇ જવા 2 લિફ્ટ રહેશે. મંદિરમાં કોતરણી યુક્ત 92 સ્તંભ હશે, જેની ઉપર કલાત્મક કમાનો હશે.

નાગરાદી શૈલીમાં મંદિરમાં આકર્ષક કોતરણીવાળી રચના થશે. મંદિરની લંબાઈ 255 ફૂટ અને પહોળાઈ 160 ફુટ રહેશે.

ઉમિયા કેમ્પસનું નિર્માણ

આ કેમ્પસમાં ફક્ત મંદિર જ નહીં, પરંતુ 74 હજાર ચોરસ વાર જમીન ઉપર અંદાજીત 1500 કરોડના ખર્ચે વિશાળ ઉમિયાધામનું નિર્માણ (Construction of Umiadham In Sola Ahmedabad) કરાશે. જેમાં 13 માળની 2 અલગ અલગ હોસ્ટેલ બિલ્ડિંગ (Umiyadham Hostel Building) બનશે, જેમાં 400થી વધારે રૂમોમાં 1200થી વધારે વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ રહી શકશે. વિદ્યાર્થીઓ અને વિધાર્થિનીઓ માટે સરકારી નોકરી મેળવવાના લક્ષ્ય અંતર્ગત કોચિંગ ક્લાસ (Umiyadham Couching Classes) ચલાવવા આવશે. 52 હજાર સ્ક્વેર ફૂટમાં અત્યાધુનિક પાર્ટી પ્લોટ અને બેંકવેટ હોલ બનશે. ભોજન સુવિધા માટે અન્નપૂર્ણા ભવન અને વિશ્રામગૃહ (Umiyadham Rest house In Sola Ahmedabad) બનશે. આ ઉપરાંત આધુનિક મેડિકલ સેન્ટર અને 2 માળના બેઝમેન્ટમાં 1000 કાર પાર્ક થઇ શકે તેવું વિશાળ પાર્કિંગ બનશે.

આ પણ વાંચો: સાબરકાંઠાના વડાલીનું 151 પાટીદારો માં ઉમિયાના ધામે, વિશ્વ શાંતિ માટે યોજી પદયાત્રા

આ પણ વાંચો: Ahmedabad Flower Show 2022:સાબરમતી રિવરફ્રન્ટ આયોજીત ફલાવર શો 2022ને મંજૂરી

Last Updated : Dec 11, 2021, 6:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.