- કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવો પડશે
- 25 બાયપેપ સોલા અને 25 બાયપેપ મશીન ગાંધીનગર સિવિલને આપ્યા
- ત્રીજી લહેરના કારણે અનેક દર્દીની જીંદગી બચી જશે
અમદાવાદ: કોરોનાની સંભવીત ત્રીજી લહેરનો સામનો કરવા કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે તેમની ગ્રાન્ટમાંથી અમદાવાદ સોલા હોસ્પિટલ અને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલને કુલ 50 પોર્ટેબલ બાયપેપ મશીન ઉપલબ્ધ કરાવ્યા છે. આ પૈકી 25 બાયપેપ મશીન અમદાવાદ સોલા હોસ્પિટલને અને 25 મશીન ગાંધીનગર સિવિલ હોસ્પિટલને અપાયા છે.
આ પણ વાંચો: વડોદરા: She ટીમ દ્વારા મહિલાઓ માટે સેનેટરી પેડનું વેલ્ડીંગ મશીન મુકવામાં આવ્યું
દર્દીઓની સારવાર અને સગવડતામાં અનેકગણો વધારો
સોલા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ પીના સોનીએ જણાવ્યું છે કે, અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ શહેર અને ગ્રામ્યના દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવે છે. કોરોનાના દર્દીઓની સારવાર અને સગવડતામા પણ અનેકગણો વધારો કરવામાં આવ્યો છે. આ સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ કેન્દ્રીય ગૃહપ્રધાનનો અમે આભાર માનીએ છીએ. આ ઉપરાંત, સોલા સિવિલ હોસ્પિટલની આરોગ્ય સુવિધામા વધારો થાય તે હેતુથી આ 25 પોર્ટેબલ બાયપેપ મશીન હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.પીના સોનીને આજે અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન વેચવાના બહાને કરોડો રૂપિયાનું કૌભાંડ કરનારા બે શખ્સો ઝડપાયા
બાયપેપ મશીન વેન્ટિલેટર જેવું કામ કરશે
કોરોનાના ગંભીર લક્ષણો સાથે સારવાર માટે આવતા દર્દીઓ માટે આ બાયપેપ મશીન મીની વેન્ટિલેટર જેવું જ કાર્ય પુરૂ પાડશે. જેના થકી દર્દીને ખુબ જ ઝડપથી સારવારને સુવિધા મળી રહેશે.