- 3 થી 6 વર્ષના બાળકોને હાઈજેનિક કિટ અને ગણવેશનું કરાયું વિતરણ
- મ.ન.પા.ના કાર્યક્રમમાં ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા રહ્યા હજાર
- બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે આ કાર્યક્રમનો એકમાત્ર ઉદ્દેશ્ય
અમદાવાદ : આજે મંગળવારે રાજ્યભરમાં આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો માટે 14 લાખથી વધુ ગણવેશ વિતરણ (Uniform Distribution) કરવાનો લક્ષ્યાંક રાજ્ય સરકારે રાખ્યો હતો. આ કાર્યક્રમમાં કુલ 85 હજાર ગણવેશનું વિતરણ અમદાવાદ મહાનગરપાલિકા (AMC) તરફથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અમદાવાદ મ.ન.પા. સહિત જુદા જુદા જિલ્લાઓમાં પણ કરવામાં આવ્યો હતો. બાળકોનો રચનાત્મક અને માનસિક વિકાસ થાય તે આ કાર્યક્રમનો હેતુ હતો.
આ પણ વાંચો - આંગણવાડીના 14 લાખથી વધુ બાળકોને આપવામાં આવ્યા ગણવેશ
પ્રદીપસિંહ જાડેજાએ 3 થી 6 વર્ષના બાળકોને ગણવેશ અને હાઈજેનિક કિટ આપી
અમદાવાદ મ.ન.પા ખાતે ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા (Home Minister Pradipsinh Jadeja) એ 3 થી 6 વર્ષના બાળકોને ગણવેશ અને હાઈજેનિક કિટ આપી હતી. મ.ન.પા. સંચાલિત આંગણવાડીઓમાં અભ્યાસ કરતા બાળકોને આ કિટ અને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગૃહ પ્રધાનની સાથે સાથે ધારાસભ્ય વલ્લભ કાકડિયા, ધારાસભ્ય પ્રદીપભાઈ પરમાર અને મ.ન.પા.ના પાંચેય હોદ્દેદારો પણ હજાર રહ્યા હતા.