અમદાવાદ સંયુક્ત રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ ત્રણ દિવસીય ભારત પ્રવાસે (UN Secretary General Antonio Guterres India Visit) છે. ત્યારે હવે તેઓ 20 ઓક્ટોબરે કેવડિયા ખાતે મિશન લાઈફ સમારંભમાં ઉપસ્થિત રહેશે. અહીં સ્ટેચ્યૂ ઑફ યુનિટી (Statue of Unity) ખાતે તેઓ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ ઉપરાંત તેઓ મોઢેરા ખાતે ભારતના પ્રથમ સૌર ઊર્જાથી ચાલતા ગામ અને ઐતિહાસિક સૂર્ય મંદિરની પણ (modhera village sun temple) મુલાકાત લેશે.
લાઈફ પ્રોગ્રામ કરશે લોન્ચ સંયુક્ત રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલ (UN Secretary General Antonio Guterres) લાઈફ સ્ટાઈલ ફૉર એન્વાયર્ન્મેન્ટ (લાઈફ) પ્રોગ્રામ (Lifestyle for Environment ) લોન્ચ કરશે. આ કાર્યક્રમની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ગયા જૂન મહિનામાં કરી હતી, જેનું અમલીકરણ નીતિ આયોગ (niti aayog) કરી રહ્યું હતું.
UN સેક્રેટરી જનરલ આ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત સંયુક્ત રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલ (UN Secretary General Antonio Guterres) આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ઉપરાંત ભારત મુલાકાત દરમિયાન કેટલાક ફિલ્ડ પ્રોજેક્ટ કે જે પર્યાવરણ સમસ્યાઓ અને ગ્લોબલ વોર્મિંગના કારણે જે પ્રશ્નો વિશ્વભરમાં ઊભા થયા છે. તેના ઉકેલ માટે ભારતમાં ચાલી રહેલા આયોજનની પણ મુલાકાત લેશે.