ETV Bharat / city

ઉમિયાધામનો શિલાન્યાસ સંપન્ન : વડાપ્રધાન વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા

author img

By

Published : Dec 14, 2021, 10:11 AM IST

અમદાવાદમાં ઉમિયાધામ કેમ્પસનો ત્રિ-દિવસીય શિલાન્યાસ કાર્યક્રમ સોમવારે સંપન્ન થયો હતો. કાર્યક્રમમાં 51 કરોડ માઁ ઉમિયાના મંત્ર લખેલ પોથીઓને જમીનમાં ઉતારાઈ હતી. આ કાર્યક્રમના છેલ્લા દિવસે વડાપ્રધાનનરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી (Virtual medium) જોડાયા હતા. તેમને કાર્યક્રમમાં ગુજરાતી ભાષામાં સંબોધન કર્યું હતું. તેમજ કાર્યક્રમમાં ગુજરાતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉમિયાધામનો શિલાન્યાસ સંપન્ન : વડાપ્રધાન વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા
ઉમિયાધામનો શિલાન્યાસ સંપન્ન : વડાપ્રધાન વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા
  • અમદાવાદમાં ઉમિયાધામનો શિલાન્યાસ કાર્યક્રમ સંપન્ન
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા
  • કાર્યક્રમમાં 51 કરોડ મંત્ર લખેલ પોથીઓ જમીનમાં ઉતારઈ

અમદાવાદ: ઉમિયાધામમાં કેમ્પસનો ત્રિ-દિવસીય શિલાન્યાસ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી (Virtual medium) વડાપ્રધા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આમ તો મારે રૂબરૂ આવવું જોઈએ પણ ન આવી શક્યો. આ કેમ્પસના નિર્માણથી આવનારી યુવા પેઢીને ખુબ ફાયદો થશે. સમાજના સાથ અને સહકારથી જે કાર્ય હાથ ધરાયુ છે તે સરાહનીય છે.

વડાપ્રધાનની પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ કરવા અપીલ

વડાપ્રધાને જણાવ્યું હતું કે, દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે, ત્યારે આપ પણ તેમા યોગદાન આપજો. આપણે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ. આથી માં ઉમિયાના આશીર્વાદ લઈને પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ કરો. આ તમામ કાર્યો દેશના વિકાસ માટે ખુબ મહત્વના રહેશે.

કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી ઉપસ્થિત રહ્યા

આ કાર્યક્રમના છેલ્લા દિવસે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ નીતિન પટેલ આવા મંચનો ઉપયોગ રાજકીય રોટલા શેકવા કરતા. આજે પણ રાજકીય પક્ષોએ આ કાર્ય કર્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉમિયાધામ કેમ્પસનું કર્યું ભૂમિપૂજન, સોમપૂરા પથ્થરોથી બનાવાશે મંદિર

આ પણ વાંચો: The tallest temple in the world : વિશ્વ ઉમિયાધામના મંદિર નિર્માણનું કાર્ય શરૂ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.