ETV Bharat / city

ST નિગમ કર્મચારીઓનું સરકારને અલ્ટીમેટમ, 30 કલાકમાં માંગણીઓ ન સંતોષાઈ તો કરશે વિરોધ - 30 કલાકનું અલ્ટીમેટમ

ST વિભાગના કર્મચારીઓ (ST Department Employees)એ પોતાની પડતર માંગણીઓને લઇને વિરોધનો સૂર શરૂ કર્યો છે. એટલું જ નહીં સરકારને 30 કલાકનું અલ્ટીમેટમ (30 Hour Ultimatum) આપ્યું છે. એક તરફ તહેવારો શરૂ થઈ રહ્યા છે ત્યારે ST વિભાગના કર્મચારીઓના વિરોધના સૂર સરકાર માટે માથાનો દુ:ખાવો બની શકે છે.

ST નિગમ કર્મચારીઓનું સરકારને અલ્ટીમેટમ
ST નિગમ કર્મચારીઓનું સરકારને અલ્ટીમેટમ
author img

By

Published : Oct 19, 2021, 7:25 PM IST

  • ST નિગમના કર્મચારીઓએ ચઢાવી સરકાર સામે બાંયો
  • પડતર માંગણીઓ સાથે સરકારને આપ્યું અલ્ટીમેટમ
  • 30 કલાકમાં માંગણીઓ નહીં સંતોષાય તો થશે વિરોધ

અમદાવાદ: રાજ્યમાં તહેવારો (Festive Season) શરૂ થવાના ગણતરીના દિવસો બાકી છે. ત્યારે મુસાફરી માટે સૌથી સરળ અને સલામતી ધરાવતા ST નિગમના કર્મચારીઓ (ST Department Employees)એ સરકારને પોતાની માંગણીઓ સાથે 30 કલાકનું અલ્ટીમેટમ (30 Hour Ultimatum) આપ્યું છે. તહેવારોની સીઝન દરમિયાન ST નિગમના કર્મચારીઓના વિરોધના સૂર જો વધશે તો મુસાફરોએ હાલાકીનો સામનો કરવો પડી શકે છે.

પડતર પ્રશ્નોને લઇને વિરોધ

ઉલ્લેખનીય છે કે દિવાળીને હવે ગણતરીના દીવસો બાકી છે. ત્યારે એક ગામથી બીજા ગામ અને પોતાના વતન કે પછી ફરવા જવા માટે લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. ST બસ સેવા તહેવારોની સીઝનમાં વરદાનરૂપ સાબિત થાય છે અને મુસાફરોને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવામાં અત્યતંત મદદરૂપ સાબિત થતી હોય છે. ત્યારે હવે તહેવારોનો ધમધમાટ શરૂ થવા જઇ રહ્યો છે, તેવામાં સરકારી વાહન વ્યવસ્થા ધરાવતા ST નિગમના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે.

સીક લિવ પર ઉતરવાની ચીમકી

માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો સીક લિવ પર ઉતરવાની પણ ચીમકી

ST વિભાગના કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઇને વિરોધનો સૂર શરૂ કર્યો છે. એટલું જ નહીં સરકારને 30 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જો આગામી દિવસોમાં માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો સીક લિવ પર ઉતરવાની પણ ચીમકી આપી છે.

ST નિગમના સેક્રેટરીએ સમગ્ર બાબતે નિવેદન આપવાનો કર્યો ઇનકાર

ST નિગમના કર્મચારીઓ દ્વારા આગામી દિવસોમાં પડતર પ્રશ્નોને લઈને વિરોધના એંધાણ જોવા મળી રહ્યા છે. ત્યારે ST નિગમના સેક્રેટરી કે.ડી. દેસાઈને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સમગ્ર મામલે અત્યારે કંઇ કહેવાનો ઇનકાર કર્યો છે. ST નિગમના કર્મચારીઓના વિરોધના મિજાજ વચ્ચે જોવાનું રહ્યું કે સરકાર તેમની માંગો માને છે કે કેમ.

આ પણ વાંચો: સુરતના મીઠાઈ વિક્રેતાએ બનાવી 'ગોલ્ડન ઘારી', 9 હજાર રુપિયે કિલોના ભાવે થાય છે વેચાણ

આ પણ વાંચો: રાજકોટમાં દિવાળી નિમિતે યોજાતો 'આતશબાજીનો કાર્યક્રમ' કોરોનાના કારણે કરાયો રદ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.