- મુંબઈથી ટ્રાવેલ બેગમાં દારૂ લઈને અમદાવાદ વેચવા આવેલી 2 મહિલા ઝડપાઈ
- કાલુપુર રેલ્વે સ્ટેશન બહાર આવેલ BSNL ઓફીસ પાસેથી મહિલાઓ ઝડપાઇ
- 48 બોટલ ઈંગ્લીશ દારૂ અને 84 નંગ બીયર મળી આવ્યા
અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચે કાલુપુર રેલ્વે સ્ટેશન બહારથી ઈંગ્લીશ દારૂ સાથે 2 મહિલાઓને ઝડપી પાડી છે. બંને મહિલાઓ મુંબઈથી ટ્રાવેલ બેગમાં દારૂ અને બિયરની બોટલો લઈને આવી હતી. મુંબઈની વાઈન શોપથી દારૂ ખરીદીને મહિલાઓ બેંગ્લોર, જોધપુર થઈને અમદાવાદ લાવી હતી. હાલ બંને મહિલાઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: દેણા ગામ પાસેથી LCBએ 1.54 લાખના દારૂ સાથે 2 આરોપીની ધરપકડ કરી
ક્રાઈમ બ્રાન્ચે 4 ટ્રાવેલ બેગ સાથે મહિલાઓને તપાસી
ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી જેના આધારે કાલુપુર રેલ્વે સ્ટેશન બહાર આવેલી BSNL ઓફીસ પાસે 4 ટ્રાવેલ બેગ સાથે મહિલાઓને તપાસી હતી. ત્યારે ટ્રાવેલ બેગમાંથી ઈંગ્લીશ દારૂ મળી આવ્યો હતો. મહિલાઓ પાસેથી 48 બોટલ ઈંગ્લીશ દારૂ અને 84 નંગ બીયર મળી આવ્યા છે. હાલ ક્રાઈમ બ્રાન્ચે હર્ષદા ઇન્દ્રેકર અને નેહા તમૈચે નામની મહિલાઓની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: રાજકોટના વેગડી ગામેથી ધોરાજી પોલીસે ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો
બંને મહિલાઓ મૂળ મુંબઈની રહેવાસી
મહિલાઓની ધરપકડ બાદ વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, બંને મહિલાઓ મૂળ મુંબઈની રહેવાસી છે અને મુંબઈની જ વાઈન શોપમાંથી ઈંગ્લીશ દારૂ ખરીદ્યું હતું અને બાદમાં બેંગ્લોર અને જોધપુર થઈને અમદાવાદ આવી હતી.