ETV Bharat / city

કોંગ્રેસમાં ભંગાણ બે દિગ્ગજ નેતાઓએ કેસરીયો પહેર્યો - કોંગ્રેસના બે નેતાઓએ કોંગ્રેસ છોડી દીધી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેવામાં કોંગ્રેસ પાર્ટીમાં ભંગાણ પડી જવા જેવી સ્થિતિ સર્જાઈ છે. પોતાના નારાજ નેતાઓને અન્ય પક્ષમાં જતુ રોકી શક્તુ નથી. નારાજગીનો આ દોર હવે સતત વધી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના વધુ બે નેતા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયાં છે. Two Congress leaders left Congress Gujarat Assembly Election 2022 Breakdown in Congress Party

કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓએ છોડ્યો કોંગ્રેસનો હાથ, પહેર્યો કેસરિયો ખેસ

author img

By

Published : Aug 17, 2022, 5:53 PM IST

Updated : Aug 17, 2022, 6:17 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election 2022) હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ સાથે AAPએ પણ તૈયારી શરૂ કરી દીધી છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા ભાજપના દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધી ગયા છે. કોંગ્રેસમાં ચૂંટણી પહેલા સૌથી મોટો ભૂકંપ (Breakdown in Congress Party) આવ્યો છે. કોંગ્રેસના સૌથી જૂના નેતા અને પૂર્વ ગૃહ પ્રધાન નરેશ રાવલ તથા પૂર્વ સાંસદ રાજુ પરમાર ભાજપમાં જોડાઈ (Two Congress leaders joined BJP) ગયાં છે.

કોંગ્રેસમાં ચૂંટણી પહેલા સૌથી મોટો ભૂકંપ આવ્યો છે.કોંગ્રેસના સૌથી જૂના નેતા અને પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ તથા પૂર્વ સાંસદ રાજુ પરમાર ભાજપમાં જોડાઈ ગયાં છે

આ પણ વાંચો Surat Corporator rejoined AAP : ભાજપમાં પગફેરો કરી સુરત કોર્પોરેટર મનીષા કુકડીયા ફરી આપમાં જોડાઈ ગયાં

કોંગ્રેસ છોડવાના કારણો ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે બંને દિગ્ગજોને કેસરિયો ખેસ પહેર્યો હતો. પૂર્વ સાંસદ રાજુ પરમારે જણાવ્યું હતું કે, કોંગ્રેસ છોડવા પાછળના ઘણા બધા કારણો (Reasons for leaving Congress) છે. જેની હમણાં ચર્ચા કરવા માંગતો નથી, પરંતુ આગળ સમય આવતા તેની પણ ચર્ચા કરીશું. હાલ પૂરતું તો કોંગ્રેસને અલવિદા કહીને ભાજપમાં જોડાશું. જેમાં હું અને મારા સાથી રાજુ પરમાર તથા બીજા પૂર્વ ધારાસભ્યો અને પ્રધાનો રહેલાં છે. તેમની સાથે મોટી સંખ્યામાં અન્ય નેતાઓ પણ ભાજપમાં જોડાશે. અમને ભાજપનું નેતૃત્વ જે પણ કોઈ કામગીરી સોંપશે તે કામગીરી કરીશું.

છેલ્લાં દાયકામાં નેતાઓનો પક્ષપલટો મહત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના નેતાઓ પક્ષપલટો કરી ભાજપમાં જોડાઈ રહ્યા છે. છેલ્લાં 10 વર્ષમાં 60થી વધુ જેટલા નેતાઓ પક્ષપલટો કરી ભાજપમાં જોડાયા છે. રાજ્યસભાની (2019માં Rajya Sabha Election 2019) ચૂંટણી પહેલા મંગળ ગાવીત, અક્ષય પટેલ, જે.વી.કાકડીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, સોમા પટેલ, પ્રવીણ મારું, જીતુ ચૌધરીએ રાજીનામું આપ્યુ હતુ. ત્યારબાદ રાજ્યસભા ચૂંટણી બાદ બ્રિજેશ મેરજાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતુ. સાથે જ ધારાસભ્ય હીરા પટેલ, સાગર રાયકા, જયરાજસિંહ પરમાર, હાર્દિક પટેલે પણ કેસરીયો ધારણ કર્યો છે.

આ પણ વાંચો કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓએ છોડ્યો 'હાથ'નો સાથ

ભાજપમાં જોડાવાનો નિર્ણય કોંગ્રેસ છોડવાનો વિચાર ઘણા સમયથી મારા મનમાં ચાલતો હતો. પક્ષની કામગીરી નબળી પડતી જતી હતી. પક્ષ અને સંગઠનમાં સુધારો વધારો કરવા માટે નેતૃત્વ દ્વારા કોઈ પ્રયત્ન કરવામાં આવતો નહોતો. એટલે મનમાં એવું થયું કે આટલા વર્ષો સુધી કોંગ્રેસ સાથે આપણી લેણદેણ હતી. જે હવે નથી રહી એટલે થયું કે હવે અહીંથી નીકળી જઈએ. ભાજપના નેતૃત્વ સાથે કામ કરવાનો નિર્ણય કર્યો. 60થી વધુ વર્ષથી કોંગ્રેસ સાથે કાર્યરત રહેલા નરેશ રાવલે કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. તેમની સાથે કોંગ્રેસના વધુ એક વરિષ્ઠ નેતા રાજુ પરમાર પણ ભાજપમાં જોડાયા છે. આ બન્ને દિગ્ગજ નેતાઓ હવે 17મી ઓગસ્ટ, બુધવારે એટલે કે આજે સવારે 11 કલાકેે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

Last Updated : Aug 17, 2022, 6:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.