- કોરોના મ્યુકોરમાયકોસિસ વચ્ચે બાળકોમાં હવે વધ્યો નવો ખતરો
- કોરોનાથી સાજા થતા બાળકોમાં MIS - C બીમારીના કિસ્સા જોવા મળ્યા
- સિવિલ હોસ્પિટલમાં MIS - Cથી બે બાળકોના મોત
અમદાવાદઃ કોરોનાથી સાજા થયા બાદ બાળકને 3 દિવસથી વધુ તાવ આવે, શરીર પર લાલ ચકામાં દેખાય, બાળકની આંખો લાલ રહેતી હોય, આંખો પર સોજા આવે, બાળકને ઝાડા, ઉલ્ટી થતા હોય, અચાનક શોક આવે તો તાત્કાલિક તજજ્ઞની સલાહ લેવી હિતાવહ છે. કારણ કે, અમદાવાદમાં બાળકોમાં એક નવો રોગ જોવા મળ્યો છે. મ્યુકોરમાયકોસિસ જેવા Multisystem inflammatory syndrome in childrenના કેસ નોંધાયા છે.
આ પણ વાંચોઃ વિદેશમાં બાળકોને થતી MIS-C બિમારીનો પ્રથમ કેસ સુરતમાં સામે આવ્યો : સારવાર બાદ બાળક સ્વસ્થ
10 જેટલા બાળકોમાં MIS-Cના લક્ષણો જોવા મળ્યા
અમદાવાદમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધીમાં 10 જેટલા બાળકોમાં MIS-Cના લક્ષણો જોવા મળી રહ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં MIS-Cથી બે બાળકોના મૃત્યુ નીપજ્યા છે. બન્ને બાળકો ગંભીર સ્થિતિમાં સારવાર માટે આવેલા, જેમાં એક બાળકનું MIS-Cના કારણે લોહીનું દબાણ ઓછુ થવાથી મૃત્યુ થયું છે. જયારે અન્ય બાળકનું હ્રદય, મગજ અને લીવર ફેલ થવાથી મૃત્યુ થયું છે.
MIS-Cમાં ક્યાં પ્રકારના લક્ષણો અને શું થઇ શકે છે?
મલ્ટીસિસ્ટમ ઈન્ફ્લામેન્ટ્રી સિન્ડ્રોમ ઈન ચિલ્ડ્રનને મેડિકલની ભાષામાં MIS-C કહે છે. રોગ PIMS એટલે કે પીડિયાટ્રીક મલ્ટીસિસ્ટમ ઈન્ફલામેન્ટ્રી સિન્ડ્રોમ તરીકે પણ ઓળખાય છે. કોરોના બાદ 4થી 6 અઠવાડિયા પછી અમુક બાળકોમાં આ રોગ જોવા મળ્યો છે. આંખો લાલ થવી, જીભ લાલ થવી, ઝાડા ઊલટી થાય છે. શરીરમાં દાણા નીકળવા, સોજા ચડવા જેવું પણ બાળકોમાં થાય છે. પેટ અને અન્ય અંગોમાં પાણી ભરાવા જેવી સમસ્યા થાય છે.
આ પણ વાંચોઃ કોરોના તેમજ મ્યુકોરમાઈકોસિસ વચ્ચે નવો ખતરો, બાળકોમાં વધ્યું MIS-Cનું સંક્રમણ
બાળકોમાં કોરોના થયા બાદ 4થી 6 અઠવાડિયા રોગ જોવા મળે છે
બાળકોમાં કોરોના થયા બાદ 4થી 6 અઠવાડિયા રોગ જોવા મળે છે. બાળકોમાં કોરોના થયા બાદ શરીરમાં એન્ટિબોડી બને છે. બાળકોમાં એન્ટિબોડી હાઇપર એક્ટિવ થતા શરીરના કોષ પર અસર કરે છે. એન્ટિબોડી શરીરનું રક્ષણ કરવાના બદલે બાળકોને નુક્સાન પહોંચાડે છે. વાયરસ વિરુદ્ધ બનેલા એન્ટિબોડી વધુ સક્રિય થઈ ફેફસા, હૃદય, કિડની, લિવરને નુક્સાન કરી શકે છે.