- ગુજરાત હાઇકોર્ટમાં કોરોના સુઓમોટો અરજી પર સુનવણી પૂર્ણ
- હાઇકોર્ટે રાજ્ય સરકારને ત્રીજી લહેર સામે કેટલાક પગલાં લેવા સૂચન કર્યું
- બીજી લહેર દરમિયાન કરાયેલા સૂચનોનું હકારાત્મક પરિણામ આવી શક્યું
અમદાવાદ : આજે શુક્રવારે ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી કોરોના અંગેની સુઓમોટો અરજીની સુનવણી પૂર્ણ થઈ છે. જેમાં હાઈકોર્ટે નોંધ્યું હતું કે, ત્રીજી લહેર બાળકોને વધુ અસર કરી શકે છે. તેથી સરકારી, અર્ધસરકારી અને, ખાનગી હોસ્પિટલોમાં પીડિયાટ્રીક સુવિધા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું સૂચન ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આપ્યું હતું. આ સાથે વિવિધ પગલાઓ પર વિચાર વિમર્શ કરીને તૈયારીઓ કરવા જણાવ્યું હતું.
અવેરનેસ પ્રોગ્રામ યોજવાનું પણ સૂચન
કોરોના સુઓમોટોને ડીસમીસ કરતા પહેલા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ત્રીજી લહેર આવે તે પહેલા કેટલાક જરૂરી પગલાં લેવાનું સૂચન કર્યું છે. સૌથી પહેલા કોર્ટે સામાન્ય જનતા કોરોના નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરે, નિયમિત માસ્ક પહેરે અને સેનેટાઇઝ કરે તે માટે કોર્ટે રાજ્ય સરકારને પગલા લેવા સૂચન કર્યું હતું. ત્રીજી વેવ માટે રાજ્ય સરકાર મસ્ત વિજિલન્સ ગોઠવે તે માટે પણ હાઈકોર્ટે સૂચન કર્યું છે. આ સાથે લોકોમાં કોરોના અને તેના વેરિયન્ટસને લઇ ચોક્કસ જાગૃતિ આવે તે માટે અવેરનેસ પ્રોગ્રામ કરવા પણ સૂચવવામાં આવ્યું છે. વેબ પોર્ટલ ઉપર અવેલેબલ બેડના આંકડા, ઓક્સિજન, દવા વગેરેના રિયલ ટાઈમ ડેટા અપડેટ કરવા માટે પણ સૂચવવામાં આવ્યું છે.