ETV Bharat / city

મ્યુકોરમાઈકોસીસના દર્દીઓ માટે સારવારની અલગ વ્યવસ્થા, જાણો કેવી રીતે થાય છે આ રોગ?

author img

By

Published : May 13, 2021, 8:02 PM IST

Updated : May 13, 2021, 10:07 PM IST

કોરોનાગ્રસ્ત દર્દીઓમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા પ્રકારના દર્દી અને ડાયાબિટીસ કે કિડની, કેન્સર જેવી અન્ય પ્રકારની બિમારી ધરાવતા દર્દીઓમાં મ્યુકોરમાઇકોસીસ રોગ થતો જોવા મળી રહ્યો છે અને છેલ્લા પંદર દિવસથી તેના કેસની સંખ્યામાં વધારો થયો છે, જેથી સરકાર સફાળી જાગી ગઈ છે. કોરોનાની બીજી લહેરમાં સરકારી તંત્ર ઉંઘતુ રહ્યું હતું, પણ મ્યુકોરમાઈકોસીસ રોગમાં આમ ન થાય તે માટે સરકારે આગોતરું આયોજન કર્યું છે.

મ્યુકોરમાઈકોસીસ
મ્યુકોરમાઈકોસીસ
  • અમદાવાદમાં 46 કેસ અને ગુજરાતમાં 100થી વધુ કેસ
  • વધુ ડાયાબિટીસવાળા દર્દીઓમાં કોવિડ બાદ થાય છે ફંગસ
  • ગભરાવાની જરૂર નથી, સાવચેતી જરૂરી છે

અમદાવાદ : અત્યાર સુધીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 46 મ્યુકોરમાઈકોસીસ( mucormycosis )ના કેસ જોવા મળ્યા છે. અને સમગ્ર ગુજરાતમાં 100થી વધુ કેસ નોંધાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ગુજરાત સરકારે મ્યુકોરમાઈકોસીસ ( mucormycosis ) રોગની સારવાર માટે અલગ વોર્ડ ઉભો કરીને અગાઉથી વિશેષ વ્યવસ્થા ઉભી કરી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસીસ( mucormycosis )ની સારવાર માટે 60-60 વોર્ડના બે અલાયદા વોર્ડ શરૂ કરાયા છે.

પોસ્ટ કોવિડ ઈન્ફેક્શન થાય છે

અગાઉ કેન્સર કે કિડની જેવી ગંભીર બિમારી ધરાવતા દર્દીઓમાં મ્યુકોરમાઈકોસીસ( mucormycosis ) રોગનું ચલણ હતું, પરંતુ હાલ કોરોના અથવા પોસ્ટ કોવિડ બાદ ખાસ કરીને ડાયાબિટીસ ધરાવતા દર્દીઓને સાયનસ અથવા ફંગલનું ઇન્ફેક્શન થતુ જોવા મળે છે. ત્યારબાદ તે મ્યુકોરમાઇકોસીસમાં પરિણમે છે. મ્યુકોરમાઇકોસીસની સારવાર શક્ય છે. જે માટે તેનાથી ગભરાવવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની ખૂબ જરૂર છે. આ રોગનું ઝડપી અને સચોટ નિદાન થઈ શકે છે. સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે. પી. મોદીએ જણાવ્યું હતું કે, એક મ્યુકોરમાઇકોસીસથી પીડિત દર્દીને સાજા કરવા 3થી 4 લાખનો ખર્ચ થાય છે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર તદ્દન નિ:શુલ્ક કરવામાં આવે છે.

આ પણ વાંચો - સાવચેતી, તકેદારી અને સમયસર ઉપચારથી મ્યુકોરમાઈકોસિસને માત આપી શકાય છે: ડૉ. મિતેશ ખોખાણી

મ્યુકોરમાઇકોસીસ અંગે રાજ્ય સરકારનું આયોજન

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કોર કમિટીની તાજેતરમાં જ બેઠક મળી હતી, અ તેમાં કોરોનાની સ્થિતિની સમીક્ષાની સાથે મ્યુકોરમાઈકોસીસના રોગની પણ ગંભીર રીતે ચર્ચા કરવામાં આવી હતી, અને તે રોગની સારવાર માટે અલગ વ્યવસ્થા ઉભી કરવા માટે નિર્ણય લેવાયો હતો. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરમાં આ રોગના સંક્રમિતો માટે અલાયદા વોર્ડ શરૂ કરવાનો સૌપ્રથમ નિર્ણય લેવાયો હતો.

મ્યુકોરમાઈકોસીસ
મ્યુકોરમાઇકોસીસના લક્ષણો

મ્યુકોરમાઈકોસીસની દવા ખરીદવા ઓર્ડર આપી દીધો

કોર કમિટીની બેઠકમાં જ મ્યુકોરમાઈકોસીસની સારવાર માટે રૂપિયા 3 કરોડ 12 લાખના ખર્ચે એમ્ફોટિસીરીન બી 50 એમજી 5000 ઈન્જેક્શન ખરીદવાનો ઓર્ડર આપી દેવો તે નક્કી થયું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ રોગનો વ્યાપ વધે નહિ તે માટે આરોગ્ય તંત્ર શહેરી અને જિલ્લા સ્તરે વિશેષ કાળજી લે તેવી તાકીદ કરી હતી. જવલ્લે જ જોવા મળતો મ્યુકરમાઈકોસિસ ફુગથી થતો ગંભીર રોગ છે. મ્યુકરમાઈકોસીસ ફૂગ જીવસૃષ્ટિમાં બધે જ જોવા મળે છે. ખાસ કરીને માટીમાં વધુ જોવા મળે છે. મ્યુકરમાઈકોસીસ ફૂગ માનવ શરીરમાં શ્વાસ કે ત્વચા પરના ઘા થકી પ્રવેશે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી વ્યક્તિમાં પ્રવેશેલી મ્યુકરમાઈકોસીસની ફૂગ શરીર પર હાવી થઈ જાય છે અને પ્રસરવા લાગે છે. હાઇ રિસ્ક ગ્રુપના વ્યક્તિ જેવા કે અનકંટ્રોલડ ડાયાબીટીઝ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, ડ્રગનું સેવન કરનાર, લાંબા સમયથી સ્ટિરોઇડ આપવામાં આવતું હોય, ભેજવાળો ઓક્સિજન લઇ રહ્યા હોય, કુપોષિત, અવિકસીત નવજાત બાળક, સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય, ત્વચા પરની કોઈ સર્જરી- ઘા કે દાઝેલી ત્વચા વાળી વ્યક્તિને મ્યુકરમાઈકોસીસ રોગ થવાની સંભાવના વધુ છે. મ્યુકરમાઈકોસીસ ફૂગ શરીરના કયા ભાગમાં પ્રસરી રહી છે તેના પર આ રોગના લક્ષણો નિર્ભર છે.

આ પણ વાંચો - રાજ્યમાં કોરોના સાથે મ્યુકોરમાઈકોસિસનું સંકટ, જાણો શું છે આ બીમારી

મ્યુકોરમાઈકોસીસથી બચવા શું કાળજી રાખશો?

મ્યુકરમાઈકોસીસથી બચવા N-95 માસ્ક પહેરવું જોઈએ, વધુ પડતી ધૂળ સાથેનો સંસર્ગ ટાળવો, ત્વચા પર લાગેલો ઘા તરત જ સાબુ અને પાણીથી સાફ કરવા જરૂરી છે. મ્યુકરમાઈકોસીસના ઉપચાર માટે ફૂગ પ્રતિરોધક દવાઓ જેવી કે એમ્ફોટેરિસિન - B, પોસાકોનાઝોલ કે ઇસાવ્યુકોનાઝોલ ઉપયોગી છે. મ્યુકરમાઈકોસિસની સારવાર માટે શરીરના ફૂગ-સંક્રમિત સ્નાયુ-કોષને સર્જરીથી દુર કરવા પડે છે. મુખ્યપ્રધાન રૂપાણીએ આ મ્યુકોમાઈકોસીસ રોગની અસર તેમજ સારવાર માર્ગદર્શન રાજ્યના વરિષ્ઠ તજજ્ઞ તબીબો દ્વારા લોકોને મળી રહે તેવી વ્યવસ્થાઓ માટે પણ આરોગ્ય વિભાગને સૂચવ્યું છે.

મ્યુકોરમાઈકોસીસ
મ્યુકોરમાઈકોસીસથી બચવાના ઉપાયો

સ્ટીરોઈડના વધુ ઉપયોગથી મ્યુકોરમાઈકોસીસ થઈ રહ્યો છે

રેમેડેસિવીર અને ટોસીલીઝુઝુમેબની અછતને લીધે સ્ટીરોઈડનો ઉપયોગ સારવાર માટે થઈ રહ્યો છે, જે સ્ટીરોઈડની આડઅસરને કારણે અમદાવાદ સહિત અન્ય શહેરોમાં મ્યુકોરમાઈકોસીસ વધુ વકર્યો છે. જેમાં દર્દીના આંખ, નાક અને મગજ તથા દાંત પર ગંભીર અસર થાય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રોજના નવા 8થી 10 કેસ આવે છે. અને તેની સારવાર પણ શરૂ કરી દેવાઈ છે.

સુરતમાં મ્યુકોરમાઇકોસીસના કુલ 224 કેસ નોંધાયા, નવી સિવિલ હોસ્પિટલમાં અલગ વૉર્ડ શરૂ કરાયો

13 મે - સુરત શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસીસના અત્યાર સુધીમાં 224 દર્દી નોંધાયા છે, જ્યારે 67 દર્દી સાજા થયા છે, 16 દર્દીઓના મોત થયા છે. આ સાથે નવી સિવિલ હોસ્પિટલમાં 3 દર્દીઓની સફળ સર્જરી કરવામાં આવી છે. તંત્ર દ્વારા નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં ENT વિભાગ દ્વારા J-3 અલાયદો વૉર્ડ શરૂ કરવામાં આવ્યો છે.

પાટણમાં મ્યુકોરમાઈક્રોસીસનો પ્રથમ કેસ નોંધાયો

12 મે - પાટણ જિલ્લામાં કોરોના મહામારીની સાથે-સાથે એક વાર મ્યુકોરમાઇક્રોસીસ રોગે પણ દેખા દીધી છે. ધારપુર હોસ્પિટલમાં 6 બેડનો એક વોર્ડ આ રોગના દર્દીઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે. હાલમાં હોસ્પિટલ ખાતે એક દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું છે, પણ હોસ્પિટલમાં આ રોગની સારવાર માટેની દવાઓ કે ઇન્જેક્શનો ઉપલબ્ધ નથી. તેમજ નિષ્ણાંત તબીબો પણ નથી. જેને લઇ હોસ્પિટલ સતાધીશોએ સરકારમાં દવા માટેની માંગણી કરી છે.

કોરોના બાદ વડોદરામાં મ્યુકોરમાઇકોસીસથી એક દર્દીનું મોત

12 મે - કોરોનાના કહેર વચ્ચે મ્યૂકરમાઇકોસિસનો પણ વ્યાપ વધી રહ્યો છે. એક વૃદ્ધના ખાનગી હોસ્પિટલમાં મોત બાદ વધુ એક દર્દીમાં તેના લક્ષણ દેખાતા સયાજી હોસ્પિટલમાં તબીબોએ સારવાર શરૂ કરી હતી. હાલ શહેરમાં 70 જેટલા કેસ છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 125 દર્દી સારવાર હેઠળ

11 મે - મ્યુકોરમાઈકોસિસના 125 દર્દીઓ હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા હોવાની માહિતી મળી રહી છે. દરરોજે સિવિલ હોસ્પિટલમાં નવા 12 કેસ નોંધાઈ રહ્યા છે. મ્યુકોરમાઈકોસિસથી અંદાજિત 30 ટકા દર્દીઓના મોત થતા હોવાના આંકડાઓ પ્રારંભિક તબક્કે નોંધાઈ રહ્યા છે. જોકે, દર્દીઓ જો સારવાર માટે સમયસર પહોંચી જાય તો મૃત્યુ થવાની સંભાવના નહિવત છે. સારવારમાં વિલંબ થતા દર્દીને જટિલ સર્જરી કરાવવી પડે તેવા સંજોગો પણ ઉભા થાય તેમ છે.

સાવચેતી, તકેદારી અને સમયસર ઉપચારથી મ્યુકોરમાઈકોસિસને માત આપી શકાય છે: ડૉ. મિતેશ ખોખાણી

11 મે - પોસ્ટ કોરોના ઈફેક્ટ તરીકે ઓળખાતા અને ગુજરાતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન માથું ઉંચકનારી બીમારી મ્યુકોરમાઈકોસિસને લઈને ETV Bharat દ્વારા જૂનાગઢના જાણીતા આઈ સર્જન ડૉ. મિતેશ ખોખાણી સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ કોઈ નવો રોગ નથી, પરંતુ તે કોઈને પણ થઈ શકે છે. જેના કારણે લોકોએ કોરોના જેટલી જ તકેદારી રાખવી જોઈએ.

ભુજમાં મ્યુકોરમાઈકોસીસના 5 જેટલા કેસ નોંધાયા

11 મે - ભુજમાં મ્યુકોરમાઈકોસીસના 5થી 6 કેસ હોવાની પુષ્ટિ જી. કે. જનરલ હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉય નરેન્દ્ર હિરાણીએ કરી છે અને તેની સારવાર માટે હોસ્પિટલમાં અલાયદો વોર્ડ ઉભો કરવાની તૈયારીઓ પણ શરૂ કરાઈ હોવાનું જણાવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લામાં મ્યુકોરમાઇકોસીસના 2 કેસ નોંધાયા

11 મે - બનાસકાંઠા જિલ્લામાં પણ મ્યુકોરમાઇકોસીસના બે દર્દીઓ સામે આવતા જ જિલ્લાના આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચ્યો છે. ધાનેરાના 65 વર્ષીય નવાજી ચૌધરી અને પાલનપુરના 21 વર્ષીય અભિષેક ગોહિલ નામના બન્ને વ્યક્તિને મ્યુકોરમાઇકોસીસના લક્ષણો જણાતા તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા

સૌરાષ્ટ્રમાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસીસનો કહેર

8 મે - સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઇકોસીસના 659 દર્દી જોવા મળ્યાં હતાં. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 77 મ્યુકોરમાઇકોસીસના દર્દીઓ નોંધાયા છે જેમાના 31 દર્દીઓ રાજકોટ જિલ્લાના છે. રાજકોટમાં 400, મોરબીમાં 200, જામનગરમાં 35, જૂનાગઢમાં 15, હળવદમાં 6, પોરબંદર 3 કેસ સામે આવ્યા છે.

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ શું કહે છે

ફંગસ ઇન્ફેક્શન પહેલા પણ થતું હતું, પરંતુ હવે કોરોના થયો હોય તેવા દર્દીને થવાની શક્યતા છે. લોકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો સામાન્ય લોકોને પણ ફંગસ ઇન્ફેક્શન થઈ શકે છે. સિવિલમાં અત્યાર સુધી આ ઇન્ફેકશનના 44 કેસ નોંધાયા છે, જેમને સારવાર અપાઇ રહી છે. આ ચેપી કે ગંભીર રોગ નથી. લોકોએ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને અન્ય ગંભીર રોગ હોય જેમકે ડાયાબિટીસ, ટીબી , કેન્સર જેવા રોગોના દર્દીએ તકેદારી રાખવાની જરૂર છે તેમને ઇન્ફેક્શન થવાની શક્યતા વધુ રહેલી છે.

ડૉ. જે. વી. મોદી ( સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ )

કિરણ હોસ્પિટલે મ્યુકોરમાઇકોસિસના 25 દર્દીઓને 1-1 લાખ રૂપિયાની સહાયના ચેક આપ્યા

12 મે - કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસ નામના રોગે રાજ્યમાં પગપેસારો કર્યો છે ત્યારે સુરતની કિરણ હોસ્પિટલ બીમારીની દવા પેટે દર્દીને એક-એક લાખ રૂપિયાની સહાય આપવાનો નિર્ણય કર્યો છે. આજે બુધવારે 25 જેટલા દર્દીઓને આ સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ દ્વારા નિર્ણય કરાયો છે કે તેમના એક કરોડ રૂપિયાના ફંડમાંથી આ રોગથી ગ્રસ્ત થયેલા પ્રત્યેક રોગીઓને દવા માટે એક લાખ રૂપિયાની સહાય કરશે.

Last Updated : May 13, 2021, 10:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.