ETV Bharat / city

Transgender Education in BAOU: ગુજરાતમાં સૌથી વધુ 72 જેટલા ટ્રાન્સજેન્ડર અહીં કરી રહ્યા છે અભ્યાસ - ગુજરાતના ટ્રાન્સજેન્ડર

ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (baba saheb ambedkar university ahmedabad)ની અંદર 72થી વધુ ટ્રાન્સજેન્ડર અત્યારે ભણી રહ્યા (Transgender Education in BAOU) છે. કેટલાક ભણી રહ્યા બાદ સન્માનથી જુદા જુદા ફિલ્ડમાં નોકરી પણ કરી રહ્યા છે. ગુજરાતની આ એકમાત્ર યુનિવર્સિટી હશે કે, જ્યાં આટલી મોટી સંખ્યામાં ટ્રાન્સજેન્ડર કેટેગરીમાં ટ્રાન્સજેન્ડર પત્રકારત્વ, MSW જેવા જુદા જુદા કોર્સમાં સ્ટડી કરી રહ્યા છે.

Transgender Education in BAOU: ગુજરાતમાં સૌથી વધુ 72 જેટલા ટ્રાન્સજેન્ડર અહીં કરી રહ્યા છે અભ્યાસ

author img

By

Published : Dec 3, 2021, 7:55 PM IST

  • આગામી સમયમાં ટ્રાન્સજેન્ડરના પ્લેસમેન્ટ પણ કરવાની યુનિવર્સિટીની તૈયારી
  • અહીં ભણ્યા બાદ કેટલાક ટ્રાન્સજેન્ડ કરી રહ્યા છે રાજ્ય તેમજ અન્ય રાજ્યોમાં નોકરી
  • યુનિવર્સિટીના અલગ-અલગ કોર્સમાં અભ્યાસ કરી રહ્યા છે ટ્રાન્સજેન્ડર

અમદાવાદ: આંબેડકર યુનિવર્સિટીમાં અત્રિ સ્પેશિયલ લર્નર સપોર્ટ સેન્ટર (atri special learner support center in BAOU ahmedabad) 2019થી ચાલી રહ્યું છે. સેન્ટરની અંદર 32 જેટલા ટ્રાન્સજેન્ડર ઓફિશિયલ ટ્રાન્સજેન્ડર કેટેગરીમાં રજિસ્ટર કરાવી સ્ટડી કરી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક એવા ટ્રાન્સજેન્ડર છે કે, જેઓ મેલ અને ફીમેલ કેટેગરીમાં રજિસ્ટર સ્ટડી કરી રહ્યા છે. આ યુનિવર્સિટીમાં 80 જેટલા કોર્સ (courses in babasaheb bhimrao ambedkar university ahmedabad) ચાલી રહ્યા છે. જેમાંથી કોઈ ગ્રેજ્યુએશન કરી રહ્યું છે તો કોઈ MSWનો કોર્સ કરી રહ્યું છે, તો કોઈએ પત્રકારત્વમાં એડમિશન લીધું છે. તો મોટાભાગના BA, Bcom કરી રહ્યા છે.

આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં 72થી વધુ ટ્રાન્સજેન્ડર ભણી રહ્યા છે

72થી વધુ ટ્રાન્સજેન્ડર અત્યારે આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ભણી રહ્યા છે. તેઓ પણ સમાજમાં અને અન્ય લોકોની જેમ સન્માનભેર નોકરી (right to work for transgender) કરવા ઈચ્છે છે. અહીં ભણ્યા બાદ કેટલાકને જોબ પણ મળી છે અને તેઓ NGOમાં તેમજ અન્ય ફિલ્ડમાં સુપરવાઇઝર સહિતની નોકરી પણ કરી રહ્યા છે.

ટ્રાન્સજેન્ડરના પ્લેસમેન્ટની વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયત્ન કરાશે

ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના VC અમી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ખાસ કરીને ટ્રાન્સજેન્ડર માટે અલગ પ્રકારના ટ્રેનિંગ પ્રોગ્રામ તેમજ અભ્યાસક્રમો (training program and courses for transgender) તૈયાર કરવામાં આવશે, જેમાં કેરટેકર, કૂકિંગ સહિતના વિવિધ ક્ષેત્રો તેમજ જેમાં ઘણી બધી તકો રહેલી છે તેવા વિવિધ ક્ષેત્રે તેમને આગળ લઈ જવામાં આવશે. ટ્રેનિંગ બાદ તેમનું પ્લેસમેન્ટ પણ કેમ્પસમાં યોજાય તે પ્રકારનું આયોજન કરવામાં આવશે.

ગુજરાતમાં સૌથી વધુ 72 જેટલા ટ્રાન્સજેન્ડર અહીં કરી રહ્યા છે અભ્યાસ

ટ્રાન્સજેન્ડરને મેઇન સ્ટ્રીમમાં લાવવા માંગીએ છીએ: VC, આંબેડકર ઓપન યુનિવર્સિટી

તેમણે જણાવ્યું કે, અમારી વેબસાઇટ પર પણ તેમના માટે અલગથી એક પ્લેસમેન્ટનું ઓપ્શન હશે, જ્યાં અમે ટ્રાન્સજેન્ડર અને મહિલાઓને ટ્રેઇન કર્યા બાદ આગળ લઇ જવાનો પ્રયત્ન કરીશુ. આ અંગે વધુમાં જણાવતાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના VC અમી ઉપાધ્યાયે જણાવ્યું કે, યુનિવર્સિટી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે સ્વપ્ન હતું એ સાકાર કરવાની દિશા તરફ આગળ વધી રહી છે. જેમાં ખાસ કરીને અત્રિ સ્પેશિયલ લર્નર સપોર્ટ સેન્ટર શરૂ કરી ટ્રાન્સજેન્ડર, સેક્સ વર્કર, HIV પોઝિટિવ વગેરેને અમે મેઇન સ્ટ્રીમમાં લાવવા માંગીએ છીએ. એમાં પણ ખાસ કરીને પુરા ગુજરાતમાંથી ટ્રાન્સજેન્ડર (transgender from gujarat) ઉત્સાહપૂર્વક સ્ટડી માટે આવી રહ્યા છે. શિક્ષણથી તેઓ સમાજ સુધી જઈ રહ્યા છે, જેથી તેમનામાં એક આત્મવિશ્વાસ આવ્યો છે. અમે આગામી સમયમાં વધુમાં વધુ જેલના કેદીઓને પણ શિક્ષણ સાથે જોડવા માંગીએ છીએ. જેથી તેઓ બહાર નીકળે ત્યારે તેમનું ભવિષ્ય સારું બને.

લોકો મને એલિયનની જેમ જોતા હતા, પરિવારે પણ મોઢું ફેરવ્યું

ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં સ્ટડી કરતા ટ્રાન્સજેન્ડર ઉર્વશી કુંવરે જણાવ્યું હતું કે, હું બરોડા (transgender from vadodara)થી છું અને અહીં ગ્રેજ્યુએશન કરી રહી છું. મને કોલેજમાં એડમિશન મળ્યા બાદ NGOમાં જોબ પણ મળી છે. હું આગળ MSW કરવા માંગુ છું. હું જ્યારે ધોરણ 7માં સ્ટડી કરતી હતી, ત્યારે મારી રહન-સહન અલગ હોવાથી, તેમજ એક બનાવ બનવાના કારણે મને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવી હતી (discrimination of transgender). ત્યારે મારા ઘર પરિવારજનોએ પણ મારાથી મોં ફેરવ્યું હતું. જાણે હું કોઈ એલિયન હોઉં તેવી રીતે લોકો મને જોતા હતા. મને વાળ લાંબા પસંદ હતા. નેલ પોલીસ કરવું ગમતું હતું. સમાજથી અલગ રહી ઘર પરિવારથી દૂર રહી મારે ઘણો સંઘર્ષ કરવો પડયો હતો, પરંતુ હું કોઈની સામે હાથ લંબાવવા નહોતી માગતી. હું મારી જાતે પગ પર ઊભી થવા માંગતી હતી જેથી મેં ભણવાનું નક્કી કર્યું અને અત્યારે કોલેજના બીજા વર્ષમાં આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ભણી રહી છું. મને આ યુનિવર્સિટીએ ભણવા માટેની તક આપી જેની હું આભારી છું. અહીં મારો કોલેજનો અભ્યાસ શરૂ થતાની સાથે મને NGOમાં જોબ મળી. અત્યારે લક્ષ્ય ટ્રસ્ટ સાથે જોડાઈને HIV અવેરનેસ માટે હું કામ કરી રહી છું.

ગુજરાતમાં ટ્રાન્સજેન્ડરની સ્ટડી માટેની રજિસ્ટર્ડ સંખ્યા સૌથી વધુ અહીં

ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અત્રિ સ્પેશ્યલ લર્નર સપોર્ટ સેન્ટરના કોર્ડીનેટર નિગમ પંડ્યાએ જણાવ્યું કે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી પહેલા ટ્રાન્સજેન્ડરના અલગ પ્રકારના ક્રાઇસિસ હતા. જેઓ અન્ય કોઈ જગ્યાએ એડમિશન લેવા માટે જતા હતા, ત્યારે ડોક્યુમેન્ટ અલગ નામથી હતા. જેથી અમે સમાજ સુરક્ષા સાથે વાત કરી અને જેઓ હાલ તેમને સ્પોન્સર કરી રહ્યા છે. જેથી અમે પણ તેમને સમાજ સુરક્ષા સાથે મળી એ જ નામથી તેમને એડમિશન આપીએ છીએ જે નામ તેઓ ઇચ્છે છે. યુનિવર્સિટીના દરેક કાર્યક્રમોમાં તેઓ ભાગ લે છે, સાંસ્કૃતિક, સ્પોર્ટ્સ હોય કે અન્ય કોઈ ઉદ્ઘાટન, કોઈપણ પ્રકારના કાર્યક્રમમાં તેમને ચોક્કસથી બોલાવવામાં આવે છે અને તેઓ ભાગ પણ લે છે. તેઓ અન્ય વિદ્યાર્થીઓ સાથે બેસીને પરીક્ષા પણ આપે છે. ગુજરાતમાં ટ્રાન્સજેન્ડરની રજિસ્ટર્ડ સંખ્યા સૌથી વધુ અહીં છે.

આ પણ વાંચો: Gujarat University: લદાખ યુનિવર્સિટી વચ્ચે થયા MOU

આ પણ વાંચો: Foreign tour of Junagadh students: કૃષિ પદ્ધતિ અને ટેક્નોલોજીની તાલીમ લેવા કૃષિ કોલેજના 15 વિદ્યાર્થીઓ વિદેશ જશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.