- રાજુ માતાજીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતનો વિશ્વાસ
- વિસ્તારમાં સુવિધા અપાવવાના વાયદા સાથે મેદાનમાં ઉતર્યા
- આ પહેલા પણ ચૂંટણી લડી ચૂક્યા છે
- જીત નહીં મળે ત્યાં સુધી લડશે ચૂંટણી
અમદાવાદઃ સરસપુરની આસપાસના સ્લમ વિસ્તારમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવતાં જ નથી અને વર્ષોથી પાયાની સમસ્યાનું પણ નિવારણ આવતું નથી. આ ઉપરાંત રજૂઆત પણ કોઈ સાંભળતું ન હોવાથી ફરી રાજુ માતાજીએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પાયાની સુવિધાઓનો અભાવ છે, ત્યારે સરસપુર રખિયાલ વિસ્તારમાં પણ અનેક સ્લમ વિસ્તાર આવેલા છે. જેમાં પ્રાથમિક જરૂરિયાતો જેવી કે ગટર, પાણી, રસ્તાની સમસ્યાથી નાગરિકો પીડાઈ રહ્યા છે. રાજુ માતાજીએ લોકોને આશ્વાસન આપ્યું છે કે, તેમના જેવા ઉમેદવારો ચૂંટાઈને આવશે તો લોકો માટેનું હિતનું કાર્ય પહેલા કરશે.
કઈ ચૂંટણીમાં કેટલા મત મળ્યા
આ પહેલાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજુ માતાજીને 1706 મત મળ્યાં હતાં. તેમને વિધાનસભાની ચૂંટણીમાં 2,303 અને લોકસભાની ચૂંટણીમાં 2,571 મત મેળવ્યાં હતાં. આ ચૂંટણીમાં પણ જંગી મતથી જીત મેળવશે એવો વિશ્વાસ તેમને વ્યક્ત કર્યો છે. લોકો પક્ષ જોઈને જ મત આપતા હોય છે, પરંતુ હવે એક વખત કિન્નરને મત આપી લોકો માટે કામ કરવાની તક આપે એવી અપીલ પ્રચાર સમયે કરી હતી. આ અગાઉ તેમના અને આસપાસના વિસ્તારના લોકોએ તેમને મત આપ્યા હતા, જેથી આ ચૂંટણીમાં પણ સારા મત મળશ, તેવી રાજુ માતાજીને આશા છે.