અમદાવાદ : ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ રેન્કિંગ 2020માં ગુજરાત (Ease of Doing Business) ટોપ એચીવર રહ્યું છે. દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કીંગમાં ટોપ એચીવર સ્ટેટસમાં ગુજરાતનું સ્થાન સામે આવી રહ્યું છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ-DPIIT એ સૂચવેલા 301 રિફોર્મ્સનું 100 ટકા પાલન કરનારા બે રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થયો છે. રોકાણ સક્ષમતા-ઓનલાઇન સિંગલ વિન્ડો સિસ્ટમ-શ્રમિક નિયમોની સક્ષમતા-કોમર્શિયલ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સહિતના 15 વિવિધ ક્ષેત્રોમાં રિફોર્મ્સની ગુજરાતની સરાહના થઈ છે.
ગુજરાતનો 90 ટકાથી વધુ ફીડબેક સ્કોર - કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ-DPIIT દ્વારા બિઝનેસ (DPIIT Business) રિફોર્મ્સ એક્શન પ્લાન BRAP 2020ના જાહેર થયેલા રેન્કીંગમાં ગુજરાતે ટોપ એચીવર સ્ટેટ તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યુ છે. દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 90 ટકાથી વધુ ફિડબેક સ્કોર સાથે ગુજરાતે દેશમાં દ્વિતીય ક્રમ મેળવ્યો છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે આ BRAP 2020 રેન્કિંગ જાહેર કર્યા છે. તેમાં DPIIT એ સૂચવેલા 301 જેટલા રિફોર્મ્સના 100 ટકા પાલનમાં દેશના માત્ર બે રાજ્યો પૈકીનું એક રાજ્ય ગુજરાત બન્યું છે.
આ સર્વેમાં 15 ક્ષેત્રો આવરી લેવાયા - ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ DPIIT ની BRAP પાંચમી આવૃતિમાં દેશના રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો માટે 310 જેટલા રિફોર્મ્સ સૂચવવામાં આવેલા હતા. 15 જેટલા ક્ષેત્રોને આવરી લેતા આ 301 રિફોર્મ્સમાં રોકાણ સક્ષમતા, ઓનલાઇન સિંગલ વિન્ડો સિસ્ટમ, શ્રમિક નિયમન સક્ષમતા, વાણિજ્યિક વિવાદ-લવાદનું નિવારણ વગેરે વિષયોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : આ જિલ્લામાં બનશે ટેક્સટાઈલ પાર્ક, CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત
દેશની GDPમાં ગુજરાતનો 08 ટકા હિસ્સો - દેશના 06 ટકા ભૌગોલિક ભૂ-ભાગ અને કુલ વસ્તીના પાંચ ટકા વસ્તી ધરાવતું ગુજરાત દેશના GDPમાં 08 ટકા અને ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં 18 ટકા જેટલું યોગદાન આપીને અન્ય રાજ્યો કરતાં અગ્રેસર રહ્યું છે. દેશના મેન્યુફેકચરીંગ સેક્ટરની એવરેજ 18 ટકા સામે ગુજરાત 38 ટકા જેટલો હિસ્સો સ્ટેટ GDPમાં આ સેક્ટર દ્વારા આપે છે. ગ્લોબલ ફોર્ચ્યુન 500 કંપનીમાંથી 100 જેટલી કંપનીઓએ ગુજરાતમાં પોતાનો વ્યવસાય કારોબાર શરૂ કર્યો છે. ગુજરાતમાં 35 લાખ કરતાં વધુ MSME ઉદ્યોગ સાહસિકોએ કોસ્ટ ઇફેક્ટિવ પ્રોડક્શન અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સ્પર્ધાત્મકતાની આખી ઇકો સિસ્ટમ ઉભી કરી છે.
આ પણ વાંચો : LPG ડિલર્સના પરવાના બાબતે સરકારે આપી મુક્તિ, ગુજરાત સરકારની જાહેરાત
પર્યાવરણ જાળવણી ઈન્ડેક્સમાં ગુજરાત અગ્રણી - ગુજરાતને એન્વાયરમેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્ષ 2020 અને 2021 માં પ્રથમ ક્રમ મળ્યો છે તથા LEADS ઇન્ડેક્ષમાં 2018, 2019 અને 2021 એમ ત્રણ વર્ષ સુધી સતત ગુજરાત અગ્રણી રહ્યું છે. દેશમાં પાછલા મહિનાઓમાં (Environment Performance Index to Gujarat) આવેલા કુલ વિદેશી મૂડીરોકાણના પાંચમા ભાગ જેટલો હિસ્સો એકલા ગુજરાતમાં આવ્યો છે. IEM 2021 મુજબ ડોમેસ્ટીક મૂડીરોકાણમાં પણ ગુજરાતે 1.05 લાખ કરોડનું મૂડીરોકાણ મેળવીને દેશમાં અવ્વલ સ્થાન મેળવ્યું છે.