આજનું બજેટ ગુજરાત માટે સર્વાંગી વિકાસનું બજેટ : સૌરભ પટેલ - Budget Finance Minister Nitin Patel
આજે ગુજરાતનું નાણાકીય વર્ષ 2020નું બજેટ નાણાપ્રધાન નીતિન પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. તેમના દ્વારા સતત નવમી વખત ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કુલ 2,27,029 કરોડનું બજેટ છે.
- બજેટમાં કોઈ કરવેરો વધારાયો નહીં
- યુવા, મહિલા, ખેડૂતો તમામનો ખયાલ
- ગુજરાતનું સર્વાંગી વિકાસ માટેનું બજેટ
અમદાવાદઃ આજે ગુજરાતનું નાણાકીય વર્ષ 2020નું બજેટ નાણાપ્રધાન નીતિન પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. તેમના દ્વારા સતત નવમી વખત ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કુલ 2,27,029 કરોડનું બજેટ છે.
દરેક ક્ષેત્રે સુવિધા વધશે
ઉર્જાપ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે, એક પણ રૂપિયાના કર બોજ વગરનું આ બજેટ છે. યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને દરિયા ખેડૂઓનો પણ આ બજેટથી વિકાસ થશે. શિક્ષણ વિભાગમાં સૌથી વધુ 32 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જે કુલ બજેટના 15 ટકા જેટલા થવા જાય છે. આરોગ્યની પાછળ પણ 11 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રકચરનો પણ રોડ, રસ્તા અને વીજળી દ્વારા વિકાસ થશે.
ખેડૂતો માટે જોગવાઈ
એક હજાર કરોડની ફાળવણી ખેડૂતોને દિવસે વીજળી આપવા કરાઈ છે. જેથી ખેડૂતોને રાહત મળી રહે 08 હજાર કરોડ ખેડૂતોને વિજબીલમાં સબસીડી આપવા માટે ફાળવ્યા છે. રાજ્યમાં વિવિધ પોલીસીમા સ્ટાઈપેન્ડ પણ અપાશે. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દેશનાં 53 ટકા વિદેશી રોકાણ ગુજરાતમાં કરવમાં આવ્યું છે.