- વીડિયો કોન્ફ્રસિંગના માધ્યમથી મોદી આજે કરશે સરદાર ધામનું લોકાર્પણ
- મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન રહેશે કાર્યક્રમમાં હાજર
- વિદ્યાર્થીનીઓ માટે બનાવવામાં આવશે છાત્રાલય
અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફ્રસિંગના માધ્યમથી આજે (શનિવાર) સરદારધામ ભવનનું લોકાર્પણ કર્યું હતું. અને સરદારધામ-દ્વિતીય ચરણના કન્યા છાત્રાવાસના નિર્માણ માટે ભૂમિ પૂજન પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન અને ઉપમુખ્ય પ્રધાન હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ સ્વામી વિવેકાનંદને યાદ કરતા કહ્યું હતું કે, " આજના જ દિવસે 1893માં અમેરીકાના શિકાગોમાં વિશ્વ ધર્મ પરીષદનું આયોજન કરવામાં આવ્યું હતુ. પરીષદમાં સ્વામીજીએ ભારતીય માનવતાના મૂલ્યોનો પરીચય આપ્યો હતો".
આ પણ વાંચો : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રયાગરાજની મુલાકાતે, અલ્હાબાદ હાઇકોર્ટમાં આયોજિત કાર્યક્રમમાં આપશે હાજરી
વડા પ્રધાને આગળ જણાવ્યું કે," દેશમાં હાલમાં વિવધ તહેવારો ચાલી રહ્યા છે, લોકોને ગણેશ ચતુર્થીની શુભેચ્છા અને જૈન ધર્મમાં લોકો પર્યુષણ બાદ લોકો એક બીજાને ક્ષમાં માગીને મિચ્છામી દુક્ડમ કહેતા હોય છે, હુ પણ સમગ્ર દેશને મિચ્છામી દુક્ડમ કહું છું".
-
Speaking at the programme to mark the Lokarpan of Sardardham Bhavan. https://t.co/IJWRzeYrNz
— Narendra Modi (@narendramodi) September 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Speaking at the programme to mark the Lokarpan of Sardardham Bhavan. https://t.co/IJWRzeYrNz
— Narendra Modi (@narendramodi) September 11, 2021Speaking at the programme to mark the Lokarpan of Sardardham Bhavan. https://t.co/IJWRzeYrNz
— Narendra Modi (@narendramodi) September 11, 2021
આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ પર પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલનું ધામધૂમથી સ્વાગત
સરદાર ધામ સમાજના નબળા વર્ગને શિક્ષણ અને સામાજિક વિકાસ અને તેમની પ્રગતિની દિશામાં કામ કરે છે. આ સાથે યુવાઓને રોજગાર અવસર પણ પ્રદાન કરે છે. સરદારધામમાં વિદ્યાર્થીઓને આધુનિક અને અદ્યતન સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં બનનાર કન્યા છાત્રાલયમાં 2 હજાર વિદ્યાર્થીનીઓને હોસ્ટેલ સુવિધા મળશે. આ સુવિધા આર્થિક માપદંડો પર બધી વિદ્યાર્થીઓને મળશે.