- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેકક્ષો વગર રમાઇ ટી-20 મેચ
- મુખ્ય રસ્તો જે મેચ દરમિયાન બંધ રહેતો હતો તે ખૂલ્યો
- ભરચક ટ્રાફિકની જગ્યાએ સામાન્ય ટ્રાફિક
અમદાવાદ : ગુજરાત ક્રિકેટ એસોસિએશને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકો વગર મેચ રમાડવાનો નિર્ણય લીધો હતો. ત્યારે જ જણાવ્યું હતું કે, દર્શકોને તેમના નાણાનું રિફંડ મળી જશે અને ઓનલાઈન નાણા રિફંડ થશે, તો પણ સવારે કેટલાક દર્શકો રિફંડના નાણા લેવા માટે સ્ટેડિયમ પહોંચ્યા હતા, જો કે પોલીસ દ્વારા કોઈને ભેગા થવા દેવામાં આવ્યા ન હતા.
આ પણ વાંચો - IPL-2021: MI અને RCB વચ્ચે 9 એપ્રિલે પ્રથમ મેચ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ફાઇનલ
સ્ટેડિયમની બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત
મંગળવારે મોદી સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટી-20 રમાઈ રહી છે. દર્શકો વગર મેચમાં સ્ટેડિયમ સાવ ખાલીખમ હતું. સ્ટેડિયમમાં જવાનો મુખ્ય રસ્તો બંધ રહેતો હતો, તે આજે ખૂલ્લો હતો. ભરચક ટ્રાફિકના સ્થાને સાવ સામાન્ય ટ્રાફિક હતો. સ્ટેડિયમની બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો.
આ પણ વાંચો - ICCએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચને આપ્યું 'એવરેજ' રેટિંગ
નાના ફેરિયા અને સ્ટોલ બંધ
બીજી તરફ સ્ટેડિયમની બહાર ખાણીપીણી બજાર બંધ હતું. દર્શકો વગર સ્ટેડિયમની બહાર સ્ટોલ લગાવતા અને નાના ફેરિયાઓની રોજગારી છીનવાઇ ગઇ છે. મોદી સ્ટેડિયમમાં VVIP પણ મેચ જોવા આવ્યા ન હતા. ખાલી સ્ટેડિયમમાં સ્ટેન્ડમાં બોલ જાય, તો તેને આપવા માટે GCAના કર્મચારીઓ ગોઠવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો - ગુજરાત ક્રિકેટ એસોસિએશનનો નિર્ણય, આગામી ત્રણેય T-20 મેચ દર્શકો વગર રમાશે