- આમ આદમી પાર્ટી દ્વારા નવી 4થી યાદી બહાર પાડવામાં આવી
- આગામી ચૂંટણીમાં દિલ્હીના સ્ટાર પ્રચારકો આવશે
- ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સંપર્કમાં હોવાનું જણાવવામાં આવ્યું
- દરેક પક્ષમાંથી જોડાઈ રહ્યા છે લોકો આમ આદમી પાર્ટીમાંDc
અમદાવાદઃ ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીએ વ્યાપક સ્તરે લડવાની જાહેરાત કરી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની 4થી યાદીમાં ઉમેદવારો જાહેર કર્યાં છે. અહેવાલ અનુસાર આમ આદમી પાર્ટીએ આગામી દિવસમાં ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજ્યમાં 2700 થી વધારે ઉમેદવારના નામ જાહેર કર્યા હતા.
આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જાહેરાત
આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી ગુલાબસિંહ યાદવે આજે જણાવ્યું હતું. આગામી ચૂંટણીમાં દિલ્હીના આમ આદમી પાર્ટીના પ્રધાન મનીષ સીસોદીયા અને બીજ સ્ટાર પ્રચારકો બરોડા, અમદાવાદ, રાજકોટ અને સુરત જેવા શહેરોમાં રોડ સો કરશે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે ખૂબ મહેનત કરશે સાથે જ વિવિધ જિલ્લાઓની મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા અને તાલુકા પંચાયતના આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જાહેરાત કરી હતી.
આમ આદમી પાર્ટી તમામ બેઠક પરથી પહેલી વાર ચૂંટણી લડશે
આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજ્યની તમામ બેઠક પરથી પહેલી વાર ચૂંટણી લડશે. ભાજપ સામે ગુજરાતમાં મજબૂત વિકલ્પ તરીકે ગુજરાતના રાજકારણમાં પ્રવેસી રહી છે. આમ આમ આદમી પાર્ટી ભાજપને સત્તામાંથી હટાવવા કામ કરશે."તેમણે જણાવ્યું કે, તેઓ આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાગ લેશે. આજે આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફ્રરન્સમાં આમ આદમી પાર્ટીના પ્રભારી ગુલાબસિંહએ જણાવ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસના ઘણા નામચીન નેતાઓ અમારા સંપર્કમાં છે અને આગામી દિવસોમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાશે.
આમ આદમી પાર્ટીમાં જોડાયા નેતાઓનું સ્વાગત કરાયું
આજે વિદ્યાર્થી સંગઠન એ.બી.વી.પી અને બામસેફમાં કાર્ય કરતા બે નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જેમનું પાર્ટીના ખેસ અને ટોપી પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.