ETV Bharat / city

દિવાળીમાં ફૂલોના ભાવ ત્રણ ગણા છતાં 50 ટકા વધુ વેપાર થયો, જમાલપુરમાં હજારો કિલો ફૂલ વેચાયા - Purchase of flowers in Jamalpur

દિવાળીના પર્વ નિમિત્તે અસંખ્ય લોકો ફૂલોની ખરીદી ભગવાનને ફૂલ ચડાવવા માટે કરતા હોય છે. આ વખતે દિવાળીમાં ફૂલોના ભાવમાં ત્રણથી ચાર ગણો વધારો થયો છે. જે વેપાર સામાન્ય દિવસોમાં ઓછો થતો હોય છે તે વેપાર દિવાળીના દિવસે 50 ટકા વધુ થયો હતો. જમાલપુર (Purchase of flowers) માં વહેલી સવારથી મોડે સુધી ફૂલોની ખરીદી કરતા લોકોની ભીડ જોવા મળી હતી. જેથી વેપારીઓ પણ અન્ય બે વર્ષની સરખામણીએ થયેલા વેપાર સામે ખુશ છે.

Gujarat News
Ahmedabad News
author img

By

Published : Nov 4, 2021, 2:50 PM IST

  • જમાલપુર ફૂલ બજારમાં વહેલી સવારથી જ ફૂલોની ખરીદીની ભીડ જામી
  • ગુલાબના ફૂલની કિંમત ત્રણ ગણી વધી, બપોર સુધીમાં ગુલાબ ખૂટી પડ્યા
  • અન્ય બે વર્ષની સરખામણીએ વ્યાપાર વધતા વેપારીઓની દિવાળી સુધરી

અમદાવાદ: અમદાવાદ અને ગુજરાતનું સૌથી મોટું ફૂલ બજાર માર્કેટ (Flower Market) એવા જમાલપુરમાં ફુલોની ખરીદી (Purchase of flowers) વહેલી સવારથી જ જોવા મળી હતી. છેલ્લા બે વર્ષમાં કોરોના દરમિયાન ઘણા વેપારીઓ એવા હતા કે, જેમને દિવાળી સમયે પણ ઘરે બેસવાનો વારો આવ્યો હતો. આ વર્ષે એક જ વેપારીએ એવરેજ 500થી 700 કિલો ફૂલ બપોર સુધીમાં વેચી દીધા હતા. જમાલપુર ફૂલ બજારમાં તેમજ આજુબાજુના નાના-મોટા 300 જેટલા વેપારીઓ છે. વેપારીઓએ દિવાળીના આજના આ શુભ દિવસે હજારો કિલો ફૂલ વેચ્યા હતા. ફૂલની ડિમાન્ડ વધતાં ફૂલની કિંમતમાં પણ ત્રણ ગણો વધારો થયો હતો.

દિવાળીમાં ફૂલોના ભાવ ત્રણ ગણા છતાં 50 ટકા વધુ વેપાર થયો, જમાલપુરમાં હજારો કિલો ફૂલ વેચાયા

આ પણ વાંચો: Diwali 2021: દિવાળીએ શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્ત્વ અંગે જાણો

ગુલાબ 300થી 400 રૂપિયા કિલો, ગેંદાના ફૂલ 120 રૂપિયા કિલોએ લોકોએ ખરીદી કરી

જમાલપુર માર્કેટ (Flower Market) માં સૌથી વધુ ગુલાબ અને ગેંદા એટલે કે ગલગોટાના ફૂલ વેચાય છે. ગુલાબના ફૂલની કિંમત રૂપિયા 300થી 400 કિલો જોવા મળી હતી. સામાન્ય દિવસોમાં 100 રૂપિયા કિલોના ભાવના ગુલાબ મળતા હોય છે, જ્યારે ગેંદાના ફૂલની કિંમત 120 રૂપિયા કિલો હતી. સામાન્ય દિવસોમાં 40 રૂપિયા કિલોના ભાવે ગેંદાના ફૂલ મળે છે, જ્યારે લીલીના ફૂલ રૂપિયા 400 કિલોના ભાવથી જમાલપુર બજારમાં વેચાયા હતા. સામાન્ય દિવસો કરતા બેથી ત્રણ ગણો વધારો લીલીના સફેદ ફૂલમાં જોવા મળ્યો હતો. જેવી રીતે શેર માર્કેટમાં ઘડીભરમાં શેરોના ભાવમાં વધઘટ થાય છે તેવી જ રીતે દિવાળીના સમયમાં ફૂલોના ભાવમાં એકથી બે કલાકમાં વધારો ઘટાડો જોવા મળતો હોય છે. વહેલી સવારે ગુલાબના ફૂલ જે ભાવે મળતા હોય છે, ત્યાં દસ વાગ્યા આજુબાજુ ફૂલોના ભાવમાં વધારો થઈ જાય છે.

જમાલપુરમાં હજારો કિલો ફૂલ વેચાયા
જમાલપુરમાં હજારો કિલો ફૂલ વેચાયા

આ પણ વાંચો: જાણો દિવાળીના પર્વ પર અલગ અલગ રાશીના જાતકને આ રીતે પ્રાપ્ત થશે લક્ષ્મીકૃપા

5 કલાકમાં 7,000 કિલો ગુલાબ અને ગેંદાના ફૂલ વેચાયા

ફૂલ બજાર (Flower Market) ના પ્રમુખ રિઝવાન અરબે જણાવ્યું હતું કે, આજના આ દિવસે ગુલાબનું વેચાણ અત્યાર સુધી બે હજાર કિલો થયું છે અને ગેંદાના ફુલનું વેચાણ 5,000 કિલો થયું છે. લીલીના પેકેટ 1000 જેટલા વેચાયા છે. એટલે કે સામાન્ય દિવસો કરતા 50 ટકા વ્યાપાર વધુ થયો છે. છેલ્લા બે વર્ષમાં કોરોના હોવાને કારણે બજાર પર માઠી અસર પડી હતી પરંતુ છેલ્લા બે વર્ષની સરખામણીએ આ દિવાળીએ વધુ સારો વેપાર થયો છે.

અન્ય બે વર્ષની સરખામણીએ આ વખતે સારો વેપાર થયો: વેપારી

વેપારી અશોક પટણીએ જણાવ્યું હતું કે, વિતેલા બે વર્ષ કરતા અત્યારે વેપારમાં ઘણી સારી સ્થિતિ છે. અન્ય વેપારી પીન્ટુ સાકડિયાએ જણાવ્યું હતું કે, સવારમાં અમે જ્યારે ફૂલોના પેકેટની ખરીદી કરી ત્યારે વેચાશે કે નહીં તેનો ડર હતો પરંતુ આ વર્ષે ગત વર્ષની દિવાળી જેવું નહોતું થયું. કેમ કે આ વખતે દિવાળીમાં અન્ય બે વર્ષની સરખામણીએ સારો વેપાર થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.