- વિક્રમ સંવંત 2078નું નવું વર્ષ શરૂ
- કારતક સૂદ અગિયારસથી શરૂ થાય છે વિવાહના મુહૂર્ત
- આ વર્ષે 70 જેટલા દિવસોએ શુભ મુહૂર્ત
- લગ્નના મુહૂર્ત જ્યોતિષજ્ઞાન આધારિત
અમદાવાદ: સુખી સંસારની કામના માટે જ્યોતિષ જ્ઞાન આધારિત લગ્નના મુહૂર્ત કાઢવામાં આવે છે. આ મુહૂર્તમાં લગ્ન કરવાથી લગ્નજીવન સુખી બને તેવું જ્યોતિષશાસ્ત્રનું કહેવું છે. જેમાં સૂર્ય, ચંદ્ર અને ગુરુનું બળ ઉપરાંત દિન શુદ્ધિ મહત્વના પાસા ગણવામાં આવે છે. સામાન્ય રીતે વર્ષમાં આવતા પિતૃ- પક્ષ, ગ્રહણ, સંક્રાતિ, ધનારક અને મીનારક જેવા સમયે લગ્ન કરવામાં આવતા નથી. આ સિવાયના દિવસોને લગ્ન માટે યોગ્ય ગણાય છે.
આ પણ વાંચો: વાઈબ્રન્ટ મહોત્સવ : સરકારે ઉદ્યોગોને 120 દિવસની અંદર જમીન આપવાનો હુકમ કર્યો
આ વર્ષમાં કેટલા મુહૂર્ત ?
અનુભવી અને નિષ્ણાંત જ્યોતિષાચાર્ય (Jyotishacharya) ડોક્ટર હેમીલ લાઠિયાએ Etv Bhartને જણાવ્યું હતું કે, વિક્રમ સવંત 2078માં લગ્ન માટે યોગ્ય 70 દિવસ ગણી શકાય.
આ પણ વાંચો: પંજાબમાં કેજરીવાલને ઝટકો, રૂપિન્દર કૌરએ કૉંગ્રેસનો હાથ પકડ્યો
કેવી રીતે કઢાય છે મુહૂર્ત ?
જ્યોતિષાચાર્ય (Jyotishacharya) ના જણાવ્યા પ્રમાણે વર- વધુની રાશિ પ્રમાણે તેમની કુંડળી અને ગ્રહોની પરિસ્થિતિને આધારે ઉપર જણાવેલા અનુકૂળ દિવસોમાં પક્ષ પસંદ કરવામાં આવે છે. જેમાં તે પક્ષના દિવસોમાં કુંડળી અને નક્ષત્ર મુજબ અનુકૂળ દિવસનું મુહૂર્ત નક્કી થાય છે.
વિક્રમ સંવંત 2078માં લગ્નના મુહૂર્ત
- 14 નવેમ્બરથી 14 ડિસેમ્બર
- 15 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી
- 15 એપ્રિલથી 9 જુલાઈ
વિક્રમ સંવંત 2078માં લગ્ન ન થાય તેવા દિવસ
- ધનારક: 15 ડિસેમ્બર 2021 થી 14 જાન્યુઆરી 2022
- શુક્રસ્ત: 05 જાન્યુઆરી 2022 થી 12 જાન્યુઆરી 2022 અને 02 ઓક્ટોબર 2022 થી 17 નવેમ્બર 2022
- ગુરુ અસ્ત: 21 ફેબ્રુઆરી 2022 થી 22 માર્ચ 2022
- હોળાષ્ટક: 09 માર્ચ 2022 થી 17 માર્ચ 2022
- મીનારાક: 14 માર્ચ 2022 થી 14 એપ્રિલ 2022
- ચતુર્માસ: 10 જુલાઈ 2022 થી 04 નવેમ્બર 2022