ETV Bharat / city

નવરાત્રિના ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાના રૂપનું ઘ્યાન કરવાથી તમામ મનોકામના પૂર્ણ થશે, જુઓ વીડિયો...

નવરાત્રિનો ત્રીજો દિવસ સોમવાર. માતાજીની શક્તિની આરાધના કરવાના દિવસો ચાલી રહ્યા છે, ત્યારે આજે ત્રીજા દિવસે માં દુર્ગા કહો કે માં ભવાનીનું ત્રીજુ સ્વરૂપ ચંદ્રઘંટા છે. આવો આપણે માં ચંદ્રઘંટાના સ્વરૂપ અને તેમના પૂજન અંગે જાણીએ અને શક્તિની ભક્તિમાં લીન થઈ જઈએ...

નવરાત્રિના ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાના રૂપનું ઘ્યાન કરવાથી તમામ મનોકામના પૂર્ણ થશે, જુઓ વીડિયો...
નવરાત્રિના ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાના રૂપનું ઘ્યાન કરવાથી તમામ મનોકામના પૂર્ણ થશે, જુઓ વીડિયો...
author img

By

Published : Oct 19, 2020, 5:04 AM IST

અમદાવાદઃ નવરાત્રિમાં ત્રીજા દિવસની પૂજા અને ભક્તિ કરવાનું વિશેષ મહત્વ છે. આમ તો નવ દિવસ શક્તિની આરાધના કરવાના દિવસ છે. માં શક્તિનું ત્રીજુ રૂપ છે ચંદ્રઘંટા. આ દિવસે માંના વિગ્રહનું પૂજન કરવામાં આવે છે અને સાધક જો ધ્યાન કરે તો તેનું મન મણિપુર ચક્રમાં પ્રવેશ કરે છે. માં ચંદ્રઘંટાની ભક્તિથી અને તેની કૃપાથી અલૌકિક વસ્તુઓના દર્શન થાય છે, અને દિવ્ય સુંગધનો અનુભવ થાય છે. વિવિધ પ્રકારની ધ્વનિ સંભળાય છે.

ચંદ્રઘંટા માંનું સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. માં શક્તિના માથા પર ઘંટના આકારનો અર્ધચંદ્ર ધારણ કરેલ હોય છે, જેથી તેમને ચંદ્રઘંટા દેવી કહેવાય છે. ચંદ્ર હમેંશા શીતળતા પ્રદાન કરે છે, તેની રીતે ચંદ્રઘંટા માંના શરીરનો રંગ ચંદ્રની જેમ ચમકીલો હોય છે, તેમના દસ હાથ છે, અને તેમના દસેય હાથમાં તલવાર, શસ્ત્ર, કમંડળ, પુષ્પ, ત્રિશુળ, ગદા સહિતના અસ્ત્ર હોય છે. તેઓ સિંહ પર બિરાજમાન છે. માં ચંદ્રઘંટાના સ્વરૂપના દર્શન કરવાથી માનવનું મન શીતળતાનો અનુભવ કરે છે.

ભાગવતાચાર્ય શાસ્ત્રી પ્રકાશ જોશીએ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, ત્રીજા દિવસનું માતાજીનું સ્વરૂપ છે ચંદ્રઘંટા... કહેવાય છે કે દેવો પણ માં ચંદ્રઘંટાના રૂપના દર્શન કરીને ધ્યાન ધરે છે. માં ચંદ્રઘંટાની આરાધના કરવાથી સર્વે મનોરથો પૂર્ણ થાય છે. અને દેવી શીધ્ર ફળ આપે છે.

નવરાત્રિના ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાના રૂપનું ઘ્યાન કરવાથી તમામ મનોકામના પૂર્ણ થશે, જુઓ વીડિયો...

આ દિવસે શ્રીયંત્ર અથવા દેવીનો ફોટો અથવા દેવીની પાદુકા હોય અથવા મૂર્તિ હોય તો તેના પર 108 ફુલ ચઢાવીશું. શ્રી સુક્તનો પાઠ કરવો, આમ કરવાથી માં ચંદ્રઘંટા વધુ પ્રસન્ન થાય છે અને કલીમ નમઃ નો બીજ મંત્ર કરવો.

માં ચંદ્રઘંટાના દર્શન કરવાથી ભક્તના બધા પાપ અને આફત દૂર થયા છે. કષ્ટ નિવારણ દેવી છે. નવરાત્રિના ત્રીજા દિવસે શક્તિની આરાધનાની સાથે માં ચંદ્રઘંટાના સ્વરૂપનું ધ્યાન કરવાથી માં રક્ષા કરે છે, અને વીરતા અને વિનમ્રતા બક્ષે છે. ભુતપ્રેતથી રક્ષા થાય છે. ભક્તમાં નિર્ભરયતા આવે છે. આવે આપણે આજના ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાના સ્વરૂપને મનમા ઉતારીને માતાજીની ભક્તિમાં લીન બની જઈએ. અને માં ચંદ્રઘંટાને કોટીકોટી વંદન કરીએ…

  • આજે નીચે આપેલ મંત્રનો જાપ કરવો

"ऐश्वर्य यत्प्रसादेन सौभाग्य-आरोग्य सम्पदः। शत्रु हानि परो मोक्षः स्तुयते सान किं जनै॥"
રૂદ્રાક્ષની માળા અથવા લાલ ચંદનની માળાથી આ મંત્રનો જાપ કરવો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.