ETV Bharat / city

મેડિકલમાં પ્રવેશ માટે NEET પાસ કરવી ફરજીયાત: હાઈકોર્ટ

અમદાવાદ: દર વર્ષે મેડિકલમાં પ્રવેશને લઇને વિવિધ કૉલેજ અને સંસ્થાઓ વિદ્યાર્થીઓના હિતને આગળ કરીને બચી જતી હોય છે. પરતું બુધવારે જસ્ટીસ બિરેન વૈષ્ણવે મહત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યું કે, હવે મેડિકલમાં પ્રવેશ માટે કૉલેજો મનમાની કરી શકશે નહીં, જો NEETની પરીક્ષા પાસ કરી હશે તો જ ઉમેદવારોને પ્રવેશ મળશે.

author img

By

Published : Oct 17, 2019, 7:35 PM IST

હાઈકોર્ટ

હાઈકોર્ટે મહત્વનું અવલોકન કરતા જણાવ્યું કે, કૉલેજો દ્વારા નિયમોને નેવે મૂકીને કરવામાં આવતી મનમાનીને લીધે ભણતરનું સ્તર કથળી ગયું છે. ખાલી જગ્યાઓ માટે વિવિધ કૉલેજોમાં મેરીટ પ્રમાણે NEETમાં ઉર્તીણ થયેલા ઉમેદવારોને જ પ્રવેશ મળી શકશે. દર વર્ષે આ પ્રકારના કેસ હાઈકોર્ટમાં આવે છે અને કૉલેજ, સંસ્થાઓ વિદ્યાર્થીઓની કારર્કીદીને નુકસાન થશે તેવા બહાના કરી છટકી જાય છે. પરતું હવે તેવું ચાલાવી લેવાશે નહીં.

હાઈકોર્ટે પારૂલ યુનિવર્સિટીના MBBSના 15 વિદ્યાર્થીઓને ચાલું અભ્યાસમાંથી ડિસ્ચાર્જ કરવાનો આદેશ કર્યો છે. હાઈકોર્ટે નોધ્યું કે, સંસ્થાની ગેરરીતિ અને મનમાનીને લીધે લાયકાત ધરાવતા ઉમેદવારોને તક મળતી નથી, અને પરિણામે શિક્ષણનું સ્તર કથળે છે.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે, પારૂલ યુનિવર્સિટીના વર્ષ 2019-20 માટે નીટ દ્વારા મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં, 15 વિદ્યાર્થીઓએ પોતાના એડમિશન કેન્સલ કરાવ્યા હતા. ત્યારબાદ કૉલેજે જાતે નિયમો અને ધારા-ધોરણ વિરૂધ જઇ 15 વિદ્યાર્થીઓને ખાલી પડેલી બેઠકો પર પ્રવેશ આપ્યો હતો. જેને પડકારતી રિટ હાઈકોર્ટમાં કરવામાં આવી હતી.

Intro:દર વર્ષે મેડિકલમાં પ્રવેશને લઈને વિવિધ કોલેજ અને સંસ્થાઓ દ્વારા વિધાર્થીઓના હિતને આગળ કરીને બચી જતી હોય છે પરતું બુધવારે જસ્ટીસ બિરેન વૈષ્ણવ મહત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યું કે હવે મેડિકલમાં પ્રવેશ માટે કોલેજો મનમાની કરી શકશે નહિ, જો NEETની પરીક્ષા પાસ કરી હશે તવો ઉમેદવારોને જ પ્રવેશ મળશે.Body:હાઈકોર્ટે મહત્વનું અવલોકન કરતા જણાવ્યું કે કોલેજો દ્વારા નિયમોને નેવે મૂકીને કરવામાં આવતી મન-માનીને લીધે ભણતરનું સ્તર કથળે છે. ખાલી જગ્યાઓ માટે વિવિધ કોલેજોએ મેરીટ પ્રમાણે NEETમાં ઉર્તીણ થયેલા ઉમેદવારોને જ પ્રવેશ મળી શકશે. દર વર્ષે આ પ્રકારના કેસ હાઈકોર્ટમાં આવે છે અને કોલેજ - સંસ્થા દ્વારા વિધાર્થીઓની કારર્કીદીના ભવિષ્યને નુકસાન થશે તેવા બહાના કરી છટકી જતાં હોય છે પરતું હવે તવું ચાલી લેવાશે નહિ.Conclusion:હાઈકોર્ટે પારૂલ યુનિવર્સિટીના 15 વિધાર્થીઓને MBBSના ચાલું અભ્યાસમાંથી ડિસ્ચાર્જ કરવાનો આદેશ કર્યો છે. હાઈકોર્ટે નોધ્યું કે સંસ્થાની ગેરરીતિ અને મન-માનીને લીધે લાયકાત ધરાવતા ઉમેદવારોને તક મળતી નથી અને પરિણામે શિક્ષણનું સ્તર કથળે છે. આ સમગ્ર કેસની વિગત એવી છે કે પારૂલ યુનિવર્સિટીના વાર્ષિક વર્ષ 2019 - 20 માટે નીટ દ્વારા મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવી હતી જેમાં 15 વિધાર્થીઓએ પોતાના એડમિશન કેન્સલ કરાવ્યા હતા જોકે એડમિશન કરાયા હોવાની જાણ કોલેજે એડમિશન કમિટિને કરી ન હતી. ત્યારબાદ કોલેજે જાતે નિયમો અને ધારા-ધોરણ વિરૂધ 15 વિધાર્થીઓને ખાલી પડેલી બેઠકો પર પ્રવેશ આપ્યો હતો જેને પડકારતી રિટ હાઈકોર્ટમાં કરવામાં આવી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.