ભાવનગરઃ ભાવનગર જિલ્લામાં સાચો અને ડમી પણ એક જ ગામના હોવાનો ધડાકો યુવરાજસિંહ જાડેજાએ ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષાને લઈને કર્યો છે. ફરી ડમી ઉમેદવાર અને ભાવનગર કનેક્શન સામે આવતા ખળભળાટ મચી ગયો છે. શું કહ્યું યુવરાજસિંહ જાડેજાએ જાણો...
ગાંધીનગરમાં ફોરેસ્ટ બીટગાર્ડની લેવાયેલી પરીક્ષામાં ફરી એક ડમી ઉમેદવાર મળી આવતા યુવા નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકરા પ્રહારો સરકાર ઉપર કરવામાં આવ્યા છે. યુવરાજસિંહે સરકાર ઉપર પ્રહારો કર્યા છે, જોકે ફોરેસ્ટ બિટ ગાર્ડની પરીક્ષામાં ઝડપાયેલા ઉમેદવાર ભાવનગર જિલ્લાનો હોવાનું સામે આવ્યું છે.
યુવરાજસિંહ જાડેજાએ ડમી ઉમેદવારને લઈ શું લખ્યું
ગુજરાતના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ X પોસ્ટમાં કહ્યું હતું કે, ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષામાં ડમી ઉમેદવાર સામે આવ્યો છે. ડમી ઉમેદવારે લેખિત અને ફિઝિકલી બંને પરીક્ષાઓ પાસ કરી છે, તેમને તેમના ટ્વિટમાં પીપરલા ગામના સાચા ઉમેદવાર હરેશકુમાર ભોળાભાઈ બારૈયાની જગ્યાએ ડમી ઉમેદવાર કનુભાઈ ગોબરભાઇ ચૌહાણ પીપરલાના રેહવાસીએ પરીક્ષા આપી હોવાનું ટ્વિટ કરીને જાહેર કર્યું છે, જેને લઇને ફરી ખળભળાટ મચી ગયો છે.
#ડમી_કાંડ #ફોરેસ્ટ #બીટ_ગાર્ડ
— Yuvrajsinh Jadeja (@YAJadeja) October 6, 2024
ગાંધીનગર ગ્રાઉન્ડમાં #વન_રક્ષકની #ફિઝિકલ #પરીક્ષા આપી ડમી ઉમેદવાર અને ઉત્તીર્ણ પણ થયો..
આજરોજ એક ઉમેદવારે બીજા ઉમેદવારની જગ્યાએ #શારીરિક_ક્ષમતા_કસોટી પાસ કરી હોવાનું ખુલ્યું હતું. જેની વધુ તપાસ કરતા સાચા ઉમેદવાર હરેશકુમાર ભોળાભાઈ બારૈયા (રહે.… pic.twitter.com/boPifmT0uj
યુવરાજસિંહેએ વીડિયોના માધ્યમથી શું કહ્યું?
ગુજરાતના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ તેના જાહેર કરેલા વીડિયોમાં જણાવ્યું હતું કે, હાલમાં ગાંધીનગર ફોરેસ્ટ બીટ ગાર્ડની જે પરીક્ષા હતી એ ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષાની કસોટી ચાલી રહી છે, જે તારીખ 5,6,7,8 તારીખના રોજ લેવાઈ રહી છે તેમાં ગતરોજ જે પરીક્ષા આપી રહ્યા હતા તેમાં એક ડમી હતા. આ ડમી ઉમેદવાર ભાવનગરથી હતો. એ ડમી ઉમેદવાર તેના મિત્રની પરીક્ષા આપવા ગાંધીનગર આવ્યો હતો તેને પરીક્ષા આપી અને ઉત્તીર્ણ પણ કરી હતી.
વધુમાં કહ્યું જ્યારે અંતિમ પ્રક્રિયા જે બાયોમેટ્રિક કરવાનું હોય તેમાં તે ઝડપાઈ ગયો. ફોરેસ્ટ બીટ ગાર્ડની આખી કસોટીની વાત કરીએ તો પ્રથમ મૌખિક પરીક્ષા લેવાઈ હતી અને ત્યારબાદ ફિઝિકલી પરીક્ષા લેવામાં આવી હતી. ફિઝિકલમાં પ્રથમ રનિંગ કરાવવામાં આવે છે, ત્યારબાદ લાંબી કુદ, ઊંચી કુદ, પુલપ્સ અને રસ્સા ચઢ આ પ્રકારના ફિઝિકલના ક્રાઈટેરિયા પાસ કરવાના હોય છે. આ ડમી બધું પાસ કરીને આગળ બાયોમેટ્રિક કરાવવા ગયો ત્યારે ઝડપાઈ ગયો હતો.
વધુમાં કહ્યું હતું કે, ભૂતકાળના ડમીકાંડ, ભ્રષ્ટાચાર વગેરે જે થયા તેમાંથી કોઈ બોધપાઠ લેવામાં આવ્યો નથી તે સ્પષ્ટ થાય છે. આ પ્રકારના જે ભ્રષ્ટાચારીઓને કૌભાંડીઓ સામે પગલા નથી લેવામાં આવ્યા, તેને કારણે તેઓ ફૂલ્યા ફાલ્યા છે આથી તેની સામે પગલા ભરાવવા જોઈએ.