ETV Bharat / city

પશ્ચિમ રેલવેએ એક જ દિવસમાં 450 ટન ઓક્સિજનનું પરિવહન કર્યું

author img

By

Published : May 22, 2021, 9:00 AM IST

દેશભરમાં જ્યાં પણ ઓક્સિજનની અછત છે તે જગ્યા પર પશ્ચિમ રેલવે ટ્રેન મારફતે ઓક્સિજન પહોંચાડી રહ્યું છે. દેશભરમાં પશ્ચિમ રેલવે દ્વારા લિક્વિડ મેડિકલ ઓક્સિજનના પરિવહન માટે 40 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવવામાં આવી છે. આ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ગુજરાતથી દિલ્હી, ઉત્તરપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તેલંગાણા, પંજાબ, કર્ણાટક અને મહારાષ્ટ્ર સુધી ચલાવવામાં આવી છે.

પશ્ચિમ રેલવેએ એક જ દિવસમાં 450 ટન ઓક્સિજનનું પરિવહન કર્યું
પશ્ચિમ રેલવેએ એક જ દિવસમાં 450 ટન ઓક્સિજનનું પરિવહન કર્યું
  • દેશભરમાં ઓક્સિજનના પરિવન માટે 40 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચાલે છે
  • દિલ્હી, ઉત્તરપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન જેવા રાજ્યમાં પહોંચાડાય છે ઓક્સિજન
  • જ્યાં પણ ઓક્સિજનની અછત છે ત્યાં ટ્રેન મારફતે પહોંચાડવામાં આવી રહ્યો છે ઓક્સિજન

અમદાવાદઃ કોરોનાના દર્દીઓની સેવા કરવા હવે પશ્ચિમ રેલવે પણ આગળ આવ્યું છે ત્યારે 20 મેએ પશ્ચિમ રેલવેએ એક દિવસમાં સૌથી વધુ 450 ટનથી વધુ ઓક્સિજનનું પરિવહન કર્યું હતું. પશ્ચિમ રેલવેએ 4 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવી હતી, જેમાં 24 ટેન્કર મારફતે 450.59 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરવામાં આવી રહ્યું છે. આ 4 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોમાંથી 2 ટ્રેનો ગુજરાતના કનાલુસથી બેંગલુરુ અને 2 ટ્રેનો ગુજરાતના હાપાથી દિલ્હી તરફ રવાના કરવામાં આવી હતી.

દિલ્હી, ઉત્તરપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન જેવા રાજ્યમાં પહોંચાડાય છે ઓક્સિજન

આ પણ વાંચો- ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે 17 ટન ઓક્સિજન જથ્થો આવ્યોપશ્ચિમ રેલવેએ અત્યાર સુધીમાં કુલ 3,737 ટન ઓક્સિજનનું પરિવહન કર્યુ

પશ્ચિમ રેલવેએ અત્યાર સુધીમાં 40 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો શરૂ કરી છે અને આ ટ્રેનોમાં લગભગ 3,737 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) 196 ટેન્કર મારફતે પરિવહન કરવામાં આવ્યું છે. 21 મેએ એક ઓક્સિજન એક્સપ્રેસ હાપાથી ગુજરાતમાં દિલ્હી જવા રવાના થઈ હતી, જેમાં 6 ટેન્કર મારફતે 110 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરવામાં આવ્યું હતું. 1,105 કિમીનું અંતર કાપ્યા બાદ ટ્રેન તેના ગંતવ્ય સ્થાને પહોંચશે.

આ પણ વાંચો- તૌકતે વાવાઝોડાના ભય વચ્ચે પણ પશ્ચિમ રેલવેએ ઓક્સિજન સપ્લાય ચાલુ રાખ્યો

રેલવે દ્વારા ક્યાં અને કેટલો ઓક્સિજન પહોંચાડાયો?

20 મે સુધીમાં ભારતીય રેલવેએ વિવિધ રાજ્યો જેવા કે, મહારાષ્ટ્ર (521 મેટ્રિક ટન), ઉત્તર પ્રદેશ (3,189 મેટ્રિક ટન), મધ્યપ્રદેશ (521 મેટ્રિક ટન), હરિયાણા (1,549 મેટ્રિક ટન), તેલંગાણા (772 મેટ્રિક ટન), રાજસ્થાન (98 મેટ્રિક ટન) કર્ણાટક (641 મેટ્રિક ટન), ઉત્તરાખંડ (320 મેટ્રિક ટન) તમિલનાડુ (584 મેટ્રિક ટન), આંધ્રપ્રદેશ (292 મેટ્રિક ટન), પંજાબ (111 મેટ્રિક ટન), કેરળ (118 મેટ્રિક ટન) અને દિલ્હી (3,915 મેટ્રિક ટન થી વધુ) ને 775 ટેન્કર મારફતે 12,630 મેટ્રિક ટન થી વધુ લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) પહોંચાડવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.