ETV Bharat / city

પાણી પુરવઠા વિભાગે એક દિવસ અગાઉ ' વિશ્વ જળ દિવસ'ની ઉજવણી કરી

દર 22 માર્ચે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ આ વખતે વિધાનસભાનું સત્ર હોવાથી અહીં પાણી પુરવઠા નિગમના અધિકારીઓ ઉપસ્થિત રહે છે. આ ઉપરાંત કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખતા ઓછા કર્મચારીઓની સાથે એક દિવસ અગાઉ જ 'વિશ્વ જળ દિવસની' ઉજવણી કરવામાં આવી હતી.

પાણી પુરવઠા વિભાગે એક દિવસ અગાઉ ' વિશ્વ જળ દિવસ'ની ઉજવણી કરી
પાણી પુરવઠા વિભાગે એક દિવસ અગાઉ ' વિશ્વ જળ દિવસ'ની ઉજવણી કરી
author img

By

Published : Mar 23, 2021, 9:08 AM IST

  • મુખ્યપ્રધાન મહિલા પાણી સમિતિને ઇનામ
  • પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓને પ્રોત્સાહક ઇનામ
  • ભવિષ્યમાં પીવાના પાણીની માગ ઉપર ચર્ચા

અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં 'વિશ્વ જળ દિવસ' નિમિત્તે ગુજરાતના પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન મહિલા પાણી સમિતિ અંતર્ગત ગ્રામ્યકક્ષાએ 70 જેટલી બહેનોની એક સમિતિ એવી 150 જેટલી સમિતિને 50,000 રૂપિયાનું ઇનામ દર વર્ષે આપવામાં આવે છે. દર વર્ષે આ ઇનામ બહેનોની સમિતિઓને ગાંધીનગર બોલાવીને આપવામાં આવે છે, પરંતુ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખતા આ વખતે જિલ્લા કક્ષાએ કલેક્ટર દ્વારા તેમને ઇનામ આપવામાં આવ્યું છે.

વિધાનસભાના સત્રને લઈને એક દિવસ અગાઉ ઉજવણી

દર 22 માર્ચે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ આ વખતે વિધાનસભાનું સત્ર હોવાથી અહીં પાણી પુરવઠા નિગમના અધિકારીઓ ઉપસ્થિત રહે છે. આ ઉપરાંત કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખતા ઓછા કર્મચારીઓની સાથે એક દિવસ અગાઉ જ 'વિશ્વ જળ દિવસની' ઉજવણી કરવામાં આવી હતી. જે માટે અધિકારીઓ સાથે ભવિષ્યમાં પીવાના પાણીની સમસ્યા, ગ્રામ્ય વિસ્તારમાં કેવી રીતે 100 ટકા પીવાનું પાણી પહોંચતું કરવું જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાં વર્લ્ડ બેંકના કન્સલ્ટન્ટ સંજય શાહ અને અન્ય નિષ્ણાંતોએ ઓનલાઇન માર્ગદર્શન આપ્યું હતું.

આ પણ વાંચો: વિશ્વ જળ દિવસે જ પાણી માટે પોકાર, રાજકોટ કિસાન સંઘે ચેક ડેમ રિપેર કરવાની કરી માગ

ઉમદા કાર્ય કરનારા કર્મચારીઓને ઇનામ

નિગમના કર્મચારીઓ જેમણે ગ્રામ્ય કક્ષાએ સારી કામગીરી કરી હોય, સારી રીતે ફરિયાદ નિવારણ કર્યું હોય, પાણી વિતરણનું નેટવર્ક ઊભું કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હોય, શુદ્ધિકરણ પ્લાન્ટમાં સારું કાર્ય કર્યું હોય, સમયસર કામગીરી પૂરી કરી હોય તેવા કર્મચારીઓમાંથી ટોપ 3 કર્મચારીઓને અનુક્રમે 10 હજાર, 5 હજાર અને 3 હજાર રૂપિયાનું પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવ્યું હતું.

પાણી પુરવઠા વિભાગે એક દિવસ અગાઉ ' વિશ્વ જળ દિવસ'ની ઉજવણી કરી

આ પણ વાંચો: વિશ્વ જળ દિવસ: પ્રભાસ તીર્થના જૈન દેરાસરમાં પાણી બચાવવાની સાત દાયકાથી ચાલતી જળસંચયની પદ્ધતિ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.