ETV Bharat / city

ચોકીદાર જ ચોર: ચોકીદારને જમીન સાચવવા આપી અને તેને જ જમીન પચાવી પાડી - ahemdabad police station

અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં વધુ એક લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબીશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પરંતુ આ કેસમાં આરોપી કોઈ કુખ્યાત ગુનેગાર નહીં માત્ર એક ચોકીદાર છે. જુહાપુરાના વેપારીએ પોતાના જુના પગીને જમીનનું ધ્યાન રાખવા આપતા પગીએ જમીન પર કબ્જો જમાવી લેતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

ચોકીદારને જમીન સાચવવા આપી અને તેને જ જમીન પચાવી પાડી

author img

By

Published : Jun 6, 2021, 11:41 AM IST

  • વેજલપુરમાં વધુ એક લેન્ડ ગ્રેબીંગ પ્રોહિબીશન એક્ટ હેઠળ ફરિયાદ
  • જુહાપુરાના ટેક્સટાઈલના વેપારી આમીર સુરતીએ નોંધાવી ફરિયાદ
  • વટવા ગ્યાસપુરની માલીકીની જમીન પર ચોકીદારે કબ્જો જમાવ્યો
  • ફરિયાદીને ચોકીદારે જાનથી મારી નાખવાની આપી ધમકી

અમદાવાદઃ અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં વધુ એક લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબીશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ક્સ્ડટીમાં દેખાતા શખ્સોના નામ મુરાદખાન પઠાણ, સલમાનખાન પઠાણ અને વહાબખાન પઠાણ છે. જ્યારે આરોપીઓએ પોતાના જ માલીકની જમીન પર કબ્જો જમાવી લેતા પોલીસના હવાલે થયા છે. પરંતુ આ કેસમાં આરોપી કોઈ કુખ્યાત ગુનેગાર નહીં માત્ર એક ચોકીદાર છે.

ચોકીદારને જમીન સાચવવા આપી અને તેને જ જમીન પચાવી પાડી

આ પણ વાંચોઃ વટવામાં ટ્રાન્સપોર્ટ વેપારીના અપહરણ મામલે પોલીસે 3 આરોપીની કરી ધરપકડ

ટેક્સટાઈલના નામે કાપડનુ ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગનું કામ કરતો

જુહાપુરામાં રહેતા અને પીરાણામાં કમલ પ્રોસેસ ટેક્સટાઈલના નામે કાપડનુ ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગનું કામ કરતો હતો. ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગનું કામ કરતા આમીર સુરતી નામના વેપારીએ લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબીશન એક્ટ હેઠળ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસે આરોપીઓની ધરપકડ કરી

વેપારીની માલિકીની ફતેવાડી ગ્યાસપુરની જમીન તેઓએ પોતાના પગી મુરાદ ખાને પણ ચોકીદારને ધ્યાન રાખવા માટે આપી હતી. જે જમીન નવેમ્બર 2020માં તેઓએ ખાલી કરવાનું કહેતા મુરાદ ખાન પઠાણે કાવતરું રચીને પરિવાર સાથે મળી જમીન ખાલી ન કરી વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અંતે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે.

આરોપીઓએ ભેગા મળીને જગ્યા પર પ્રવેશવા ન દીધો

વેપારીએ પોતાની મલિકીની જમીન પર સીસીટીવી લગાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપીઓએ ભેગા મળીને જગ્યા પર પ્રવેશવા ન દીધો હતો તેમજ ચોકીદાર મુરાદ ખાનની માતાએ વેપારીને પોતે સળગી જવાની મુરાદ ખાનની પત્નિએ કપડા ફાડીને પોલીસ સ્ટેશન જવાની આપી ધમકી આપી હતી.

3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી

અનેક પ્રયાસો છતાં વેપારીની જમીન આરોપીઓએ ખાલી ન કરતા, આ મામલે લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. વેજલપુર પોલીસે મુખ્ય 3 આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ વાપીમાં 28 ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ 4 આરોપીની ધરપકડ કરાઇ

બે મહિલા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા

જ્યારે મહત્વનું છે કે, સરકારે જમીન માફિયાઓ સામે કાર્યવાહી કરવા માટે બનાવેલા લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબિશન અધિનિયમ હેઠળ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નઝીર વોરા સામે પણ ગુનો નોંધાયો હતો. ત્યારે વધુ એક લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાતા પોલીસે આ ગુનામાં ફરાર બે મહિલા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.