- SVP હોસ્પિટલની સરાહનીય કામગીરી
- અનાથ બાળકને થયો હતો કોરોના
- બાળકને પરિવાર જેવો પ્રેમ આપવામાં આવ્યો
અમદાવાદ: માર્ચ મહિનાના અંતથી જ કોરોનાની બીજી લહેરે હડકંપ મચાવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે. આ વચ્ચે એખ 4 વર્ષના અનાથ બાળકને SVP હોસ્પિટલમાં સારવારની સાથે સાથે માતા-પિતાની હૂંફ પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો - કોરોનાએ સાધ્યુ બાળકો પર નિશાન: 72 કલાકમાં 14 દિવસના 2 બાળકોના મોત, એક વેન્ટિલેટર પર
શરૂઆતમાં બાળક બોલી પણ શકતું નહોતું
1 મે ના રોજ પોલીસને રેલવે સ્ટેશન પાસેથી નાદુરસ્ત હાલતમાં એક 4 વર્ષીય બાળક મળી આવ્યું હતું. જેના કોઈ પરિવારજનો મળ્યા ન હતા. જેથી પોલીસ બાળકને સારવાર માટે સીધા SVP હોસ્પિટલ લઈ પહોંચી હતી. બાળકને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવ્યું, ત્યારે તે કંઈ પણ બોલી કે ખાઈ શકતું નહોતું. જેના કારણે સ્ટાફ દ્વારા તેની સાથે પરિવારના સભ્યની જેમ વર્તન કરવાનું શરૂ કર્યું હતું અને તેને જમવામાં મનભાવતી વસ્તુઓ તેમજ રમવા માટે વિવિધ રમકડાઓ લાવી આપવામાં આવ્યા હતા. 2 દિવસ બાદ બાળકે જમવાનું શરૂ કર્યું હતું. જહેમતભરી ડ્યુટી વચ્ચે હોસ્પિટલનો સ્ટાફ પણ રોજ બાળક સાથે સમય વિતાવતો હતો અને અંતે 8 દિવસની સારવાર બાદ બાળક સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી હતી.