અમદાવાદ: વિગતે વાત કરીએ તો સંજય દૂબે નામના આરોપીની પોલીસે દારૂના કેસમાં ધરપકડ કરી હતી. આરોપી વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુના નોધાયેલાં છે. જે ગંભીર ગુનાનો આરોપી હોવાથી સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.પી. જાડેજા અને સ્ટાફના માણસો પંચનામું કરવા ગયા હતાં. ત્યારે જે જગ્યાએ પંચનામું કરવાનું હતું ત્યાં બજાર પણ ભરાયેલું હતું જેથી લોકો પણ જોવા માટે ભેગા થયાં હતાં.
આરોપીનું પંચનામું કરવા ગયેલી પોલીસનો વીડિયો સરઘસ તરીકે વાયરલ થયો પોલીસ દ્વારા આરોપીને પોતાની કાર્યવાહી કરીને લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે તે અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં સરઘસ તરીકે વાયરલ થયો છે. જેથી આરોપીના પરિવાર દ્વારા કોર્ટમાં પોલીસ વિરુદ્ધ પણ ફરિયાદ કરવામાં આવી છે. સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.પી. જાડેજાએ પણ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આરોપી અનેક ગંભીર ગુનાને અંજામ આપી ચૂક્યો છે જેથી પોલીસ બંદોબસ્ત સાથે આરોપીને સાથે રાખીને પંચનામું કરવામાં આવી રહ્યું હતું ત્યારે આસપાસના લોકો એકઠા થયાં હતાં. પોલીસ દ્વારા કોઈ સરઘસ કાઢવામાં આવ્યું નથી.અમદાવાદ: આરોપીનું પંચનામું કરવા ગયેલ પોલીસનો વિડીઓ સરઘસ તરીકે વાયરલ થયો